________________
અધ્યાત્મમત પરીક્ષા
इद हि वचन विदूषकाणां हास्यमोहनीयोदयसमुज्जीवितात् सिद्धान्तविराधनाध्यवसायप्रसूतादज्ञानादेवोपजायते वेदमोहोदयमदिरोन्मादविधुरीकृतशक्तेरिव रजःपर्वादिसमयोचित निर्विवेकतया यथातथा प्रलपित, न खलु महामोहशैलूषपारवश्य विना सम्भवत्यमूदृग् नर्तनप्रकारः । कथमियमविचारितोक्तिरिति चेत् ? इत्थ', क्षुद्वदनादिप्रतिकारार्थमाहारादौ महर्षीणां प्रवृत्तिं स्वीकुर्वतः स्वस्यापि स्वोपहासभाजनत्वसङ्गात् । अथाहारादिप्रवृत्तिः क्षुद्वेदनामेव प्रतिकुरुते न तु किञ्चिदपकुरुत इति चेत् ? तुल्यं धर्मोपकरणेऽपि ।।१५।। __ अर्थतेषामान्ध्यविध्वंसाय यथा न परापेक्षे रागद्वेषयोः प्राशस्त्याऽप्राशस्त्ये तथाह
સિદ્ધાન્તની વિરાધના (આશાતના) ના અધ્યવસાયથી ઉત્પન્ન થએલા અને હાસ્યમહનીયેાદયથી ટકેલા અજ્ઞાનના કારણે જ વિદૂષકો આવું વચન બોલે છે. જેમ રજપર્વ (હોળી)માં ભાંગ આદિ પીવાના કારણે થએલા ઉન્માદથી “શું બોલવા ગ્ય છે? અને શું બોલવા ગ્ય નથી ? એ વિવેક કરવાની શક્તિ નાશ પામી જાય છે અને તેથી વિવેક વગરના થએલા લોકે જેમ ફાવે તેમ બડબડ કરે છે તેમ વેદમોહનીયના ઉદયરૂપ મદિરાના ઉન્માદથી વિવેકશક્તિ રહિતના બનેલા કુમારપાલાદિ આ જે બોલે છે તે તેઓને વિવેક વગરને બકવાસ જ છે. મહામહ૫ નટને પરવશ થયા વિના આવું બકવાસ નૃત્ય થઈ શકતું નથી. તેથી તેઓનું વિચાર વગરનું આ વચન મહામહને કારણે જ છે.
પ્રશ્ન : આ વચન વિચાર વગર બોલાયું છે એવું કેમ કહો છો?
ઉત્તર : સુવેદનાદિના પ્રતિકાર માટે મહર્ષિઓ આહારાદિ લે એ દિગંબરોને પણ સંમત હોવાથી આ ઉપહાસ તેમને પણ સમાન રીતે લાગુ પડે જ છે. અર્થાત
જેમ સુવેદનાદિથી થતા દુર્ગાનના પરિહાર માટે આહારદિના ગ્રહણની પરવાનગી છે તેમ મૈથુન સંજ્ઞાથી થતા દુર્ગાનના પરિવાર માટે સ્ત્રીગ્રહણ પણ સંમત રાખે ને !” એ પોતાને જ લાગુ પડતો ઉપહાસ તેઓએ વિચાર્યું છે કે નહીં ?
" શકાઃ આહારદિ અંગેની પ્રવૃત્તિ સુવેદનાનો પ્રતિકાર કરે છે તેમજ બીજો કેઈ અપકાર કરતી નથી તેથી એ અમને માન્ય છે.
સમાધાન: એ રીતે ધર્મોપકરણ પણ શીતાદિને પ્રતિકાર કરવા સાથે કોઈ જ અપકાર કરતું ન હોવાથી સ્વીકારવું જ જોઈએ ૧પ
[આલંબન ભેદથી રાગદ્વેષની શુભાશુભતા]. માક્ષસાધનભૂત દેહઆહારાદિ વિશેનો રાગ પ્રશસ્ત છે અને વસ્ત્રાદિ પર રાગ તે અપ્રશસ્ત છે તેથી વસ્ત્રાદિનું ગ્રહણ તે જરાયે યુક્ત નથી આવું માનનાર દિગંબરનું તાત્પર્ય એવું નીકળે છે કે રાગ-દ્વેષમાં પ્રશસ્તપણું છે કે અપ્રશસ્તપણું