________________
ને
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭૮ प्रत्ययानुभवेन तस्याप्यर्थवत्त्वाद् । अथैव पामरादिसङ्केतितानामपि शब्दानामर्थवत्त्वं स्यादिति चेत् ? स्यादेव, साधुत्वं तु तत्र नानुशासनिकत्वरूपम् । यत्तु शक्तिलक्षणान्यतरवत्त्वमेव साधु त्वमिति तन्न, 'घटः पश्य' इत्यादौ प्रथमाया द्वितीयार्थ लक्षणाप्रतिसन्धानेप्यसाधुत्वज्ञाने सति शाब्दबोधानुदयात् , सातत्यवृत्तिरूपत्वेन वृत्तिज्ञानत्वेन शाब्दबोधहेतुतयैव निर्वाहे साधुत्वज्ञानस्थ पृथक्कारणता न स्यादिति । अथैवं साधुशब्दानामिवाऽसाधुशब्दानामपि शक्तिः स्यादिति चेत् , स्थादेव, सर्वेषां शब्दानां ार्थ प्रत्यायनशक्तिमत्त्वात् , सङ्केतविशेषसहकारेण च विशेषार्थ बोधादिति दिग् । ભાસે છે તે કયા પદાદિથી ભાસે છે?” એવું પુછવાની જરૂર નથી, કારણ કે તે તે પદથી ઉપસ્થિત થએલ પદાર્થો વચ્ચેની પરસ્પર આકાંક્ષા વગેરેના મહિમાથી અર્થવાળા તે પદથી જ અપૂર્વ વાક્યર્થ પ્રાપ્ત થાય છે. આમ વાક્ય જ જે અર્થવાળું નથી તે. પદના એકદેશને અર્થવાળા શી રીતે મનાય ?
સમાધાન -સંકેત વિશેષના અનુસંધાનથી પદના એકદેશથી પણ અર્થને બેધ થ અનુભવ સિદ્ધ હોવાથી પદને એકદેશ પણ અર્થવાળે જ છે.
શકે –પામરાદિથી યથેચ્છ રીતે સંકેતિત થયેલ શબ્દો પણ, આવું માનવામાં તે અર્થવાળા બની જશે.
[ શબ્દપ્રયોગની સાધુતાની વિચારણું ] સમાધાન –એ અર્થવાળા બને જ છે. કિન્તુ એ શબ્દપ્રયોગનું સાધુત્વ=(યુક્ત હોવાપણું) અનુશાસનિક વ્યાકરણસિદ્ધ હોતું નથી.
શક્તિવાળું કે લક્ષણવાળું પદ હોય તેમાં જે સાધુત્વ છે” એવું કથન યુક્ત નથી કારણ કે “ઘટ ૫શ્ય” ઈત્યાદિ વાક્યમાં ઘટપદત્તર પ્રથમ વિભક્તિની દ્વિતીયાવિભક્તિમાં લક્ષણ વર્તાતી હોવા છતાં “આ પ્રયોગ અસાધુ છે એવા જ્ઞાનની હાજરીમાં શાબ્દબેધ હેતો નથી. જે લક્ષણાવત્વ પણ સાધુત્વ હેત તે શાબ્દબોધ જરૂર થાત. “જે શક્તિ કે લક્ષણારૂપ વૃત્તિને સતત–વારંવાર આશ્રય કરાતો હોય તેનાથી જ શાબ્દબોધ થાય એવું માનીને આ આપત્તિનું વારણ કરવાનું હોય તે તે એનાથી જ શાખધ સંભવિત થઈ જવાથી સાધુતાજ્ઞાન હેતુ જ રહેશે નહિ. “આ રીતે અસાધુ શબ્દને પણ અર્થવાળા માનવામાં તેઓને સાધુ શબ્દોની જેમ શક્તિવાળા પણ શું માનશે ?” હા, માનીએ જ છીએ, કારણ કે સર્વ શબ્દોમાં સર્વ અર્થોને જણાવવાની શક્તિ છે. વળી એ પ્રશ્ન ન કરે કે “તો પછી અમુક શબ્દથી અમુક જ પદાર્થ જણાય છે બીજે નહિ એવું કેમ ? દરેક શબ્દથી દરેક પદાર્થો કેમ જણાતા નથી ?” કેમકે શબ્દમાં દરેક પદાર્થોને જણાવવાની શક્તિ હોવા છતાં તે તે શબ્દનો જે જે પદાર્થ વિશેષ સાથે જે સંકેતવિશેષ થયો હોય છે તેવા સંકેત વિશેષના સહકારથી તે તે પાર્થ જ જણાય છે, અન્ય નહિ,