________________
અધ્યાત્મપનિષદ
'
र्थाऽसम्भवेन तद्भाषाया अतथात्वात् । तदुक्तं
लद्धिल्लियं च बोहिं अकरितोऽणागयं च पत्थिंतो।
अन्न दाई बोहिं लब्भसि कयरेण मुल्लेण ॥ [उप०माला०-२९२]त्ति । ननु तथापि मोक्षेच्छादिरूपप्रवृत्तिसामग्र्यां सत्यां कर्मदोषादेव न प्रवृत्तिरिति चेत् १ न, कर्मदोषस्याऽनिर्णयात् , अविवेकादप्रवृत्तेः, तन्निरासायोपदेशादित्युक्तप्रायम् ॥१७७॥
શંકા પણ આવું માનવામાં તે એ ઉપદેશ સ્વીકારીને સંયમમાં ઉદ્યમ કરતા મહાત્માઓને એવી પ્રાર્થના અકિંચિકર થઈ જવાની આપત્તિ આવશે.
[ અપ્રમત્તની પ્રાર્થના સફળ, આળસુની નિષ્ફળ] સમાધાન એવી આપત્તિ છે નહિ કારણ કે જેઓએ શ્રી જિનચૈત્યના વંદનાદિ કરી દીધા છે તેઓને પણ અન્યકૃત વંદનાદિના અનમેદનાદિ નિમિત્તે કાયોત્સર્ગની થતી અભિલાષા અકિંચિત્કાર નથી, તેમ આ પ્રાર્થના પણ અકિંચિકર નથી કારણ કે બેધિલાભાદિની પ્રાર્થના બોધિલાભાદિની અભિવૃદ્ધિના (=નિર્મળતાદિના) તેમજ તેનાથી થતી કર્મનિર્જરાના હેતુભૂત છે જ.
શંકા –આવું માનવામાં તે ચારિત્રમાં ઉદ્યમ ન કરનારને પણ તેવી પ્રાર્થનાથી જ નિર્જદિને લાભ થઈ જવાનું માનવું પડશે.
સમાધાન – એવું માનવું પડે તેમ નથી, કારણ કે એ પ્રાર્થનામાં ભગવદુપદિષ્ટ રત્નત્રયાત્મક કારણની આરાધના એ જ ભગવાને પ્રાર્થકને આપવા યોગ્ય દાન છે. દિતુ” શબ્દમાં રહેલ દાનને આવો અર્થ તેવા જીવને (રત્નત્રયા રાધના વિના પ્રાર્થના માત્રથી જ નિર્જરા લાભ ઈચ્છનારને) સંભવ ન હોવાના કારણે તેની ભાષા અસત્યામૃષા ન થવાથી નિર્જરાદિ ફળનો લાભ કરાવતી નથી. કહ્યું છે કે “વર્તમાનમાં પ્રાપ્ત થયેલ બાધિ=જિનધર્મને તપ આદિના અનુષ્ઠાનથી સફળ ન કરતો અને ભવિષ્યમાં પુનઃ તેની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરતો હે જીવ! તું તે અન્ય બધિ કયા મૂલ્ય મેળવશે ?
. શંક:- છતાં પણ ચારિત્રપ્રવૃત્તિની મોક્ષેચ્છાદિરૂપ સામગ્રીની હાજરીમાં પણ કર્મષના કારણે જ એવા જીવોની પ્રવૃત્તિ હોતી નથી, નહિ કે આળસના કારણે...
[ ચારિત્રની અપ્રવૃત્તિમાં માત્ર કર્મો જ કારણ નથી] સમાધાન :- એવું નથી કારણ કે પ્રવૃત્તિ ન થવામાં કમષ જ કારણ છે એવો કેઈ નિર્ણય થઈ શકતું નથી. હેય–ઉપાદેયાદિને વિવેક ન હોવાના કારણે પણ ચારિત્રમાં અપ્રવૃત્તિ હોય છે. એ અવિવેકને દૂર કરવા જ તે ભગવંતને ઉપદેશ હોય છે ઈત્યાદિ આગળ કહી ગયા છીએ. જે ૧૭૬–૧૭૭ છે १. लब्धां च बोधिमकुर्वन्ननागतां च प्रार्थयन् । अन्यां तकां बोधिं लप्स्यसे कतरेण मूल्येन ? ।।