________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨
स्यादेतत्-मोहक्षयेण तन्मूलभूतपरद्रव्यप्रवृत्त्यभावाद्विषयविरक्ततयाऽधिकरणान्तराभावात् मनसो निरोधे तन्मूलचश्चलत्वविलयादनन्तसहजचैतन्यात्मनि स्वभावे समवस्थान ह्यनाकुलत्वसङ्गतैकाग्रयसश्चतनतया ध्यानमुच्यते निश्चयतः। तदुक्तं- [प्रव० सार-२/१०४]
"जो खविदमोहकलुसो विसयविरत्तो मणे णिरुम्भित्ता । समवद्विदो सहावे सो अप्पाणं हवदि झादा ॥" तथा च कथं बाह्यक्रियासद्धावे परमाध्यात्मशुद्धिः समुज्जृम्भते इति । उच्यते
झाण करणपयत्तो ण सहावो तण्ण जेण सिद्धस्स ।
इहरा ठाणविभागो कह सुक्कज्झाणभेआणं ॥९॥ [ध्यान करणप्रयत्नः न स्वभावः, तन्न, येन सिद्धस्य । इतरथा स्थानविभागः कथं शुक्लध्यानभेदानाम् ॥९॥]
પૂર્વપક્ષ –સામાન્યથી પરદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ મેહના કારણે થાય છે, જ્યારે મોહનું માલિન્ય સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે ત્યારે પારદ્રવ્ય (વિષય) અંગેની કઈ પ્રવૃત્તિ રહેતી નથી તેથી વિષયો અંગે વિરક્તતા પ્રવર્તે છે. તાત્પર્ય એ છે કે વિષયો સિવાય મનને ચાટવાનું બીજું કઈ અધિકરણ ન હોવાથી અનન્ય શરણ એવા મનને નિરોધ થાય છે. જેમાં સમુદ્રના મધ્યભાગમાં પહોંચેલા જહાજ પરથી કિનારા પર જવા ઊડેલું પંખી, જહાજને છોડી દીધું હોવાથી અને કિનારારૂપ બીજો આધાર પ્રાપ્ત ન થવાથી જલશરણ બને છે અર્થાત્ નિષ્ણાણ થઈ જાય છે તેમ વિષયાત્મક અધિકરણમાંથી ઊઠી ગયું હોવાથી અને તેને બેસવાને બીજો કોઈ આધાર ન હોવાથી અશરણ બનેલ મનને નિરોધ થઈ જાય છે એટલે કે મન સર્વથા નિષ્ક્રિય બની જાય છે અને તેથી તમૂલક અર્થાત્ અનિરૂદ્ધ મનમૂલક ચંચળતા પણ ન રહેવાના કારણે પોતાના અનંત સાહજિક ચેતન્યરૂપ સ્વભાવમાં આત્માનું સમવસ્થાન થાય છે જે પોતાના સ્વરૂપમાં જ પ્રવર્તેલા અનાકુલ (આકુળતા રહિતના) એકાગ્ર સંવેદનરૂપ હોય છે. તાત્પર્ય એ છે કે ચંચળતા ન હોવાના કારણે પોતાના સ્વરૂપ વિશે જ એકાગ્રતા આવે છે જેનાથી અનંત ચિતન્યાત્મક સ્વસ્વરૂપનું સ્વસંવેદન–અનુભવ થાય છે. આમ આ સમવસ્થાન સ્વસ્વરૂપને અનુભવાત્મક હોવાથી નિશ્ચયથી ધ્યાન કહેવાય છે. કહ્યું છે કે “મેહ માલિત્યને ક્ષય કરી વિષયવિરક્ત બનેલો જે જીવ મનને નિરોધ કરીને સ્વભાવમાં સમવસ્થાન કરે છે તે આત્માને ધ્યાતા બને છે. આમ નિશ્ચયનયને સંમત ધ્યાન પ્રાપ્ત કરવા માટે મૂળથી જ પારદ્રવ્ય પ્રવૃત્તિઓ બંધ કરવી પડે છે. તો હવે પ્રશ્ન છે કે વસ્ત્રાદિ પરદ્રવ્ય અંગેની પડિલેહણાદિ બાહ્ય ક્રિયા જે ચાલુ જ રખાય તે પરમ અધ્યાત્મશુદ્ધિ શી રીતે પ્રકટ થાય ?
१. यः क्षपितमोहकलुषो विषयविरक्तो मनो निरुध्य । समवस्थितः स्वभावे स आत्मान भवति ध्याता ।।