________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૧૦૩
___अथ सुखत्वेनेच्छां प्रति सुखत्वेन सिद्धत्वज्ञानमेव प्रतिबन्धकं, न तु सुखत्वावच्छेदेन सिद्धत्वज्ञान, सुखत्वव्यापकसिद्धत्वीयस्वरूपसम्बन्धेन सिद्धत्वप्रकारकसुखत्वावच्छिन्नविशेष्यताकज्ञानत्वापेक्षया विशेषतः स्वरूपसम्बन्धेन सिद्धत्वप्रकारकसुखत्वावच्छिन्नविशेष्यताकज्ञानत्वस्यैव लघुत्वात् । न चैवं सामानाधिकरण्येन सिद्धत्वज्ञानोत्तर सामानाधिकरण्येनेच्छापलापः, अनन्यगत्या सुखजनकादृष्टविशेषस्योत्तेजकत्वस्वीकारात् । एवं च प्रोषितस्यापि मृतकान्तावलोकनेच्छाप्रतिबन्धके तत्कान्तावलोकनत्वेन सिद्धत्वज्ञाने कान्तामरणज्ञानाभावादिकमुत्तेजक वाच्यम् । न चैव गौरवम्, व्यापकत्वनिवेशापेक्षयोत्तेजकनिवेशे लाघवात् , अन्यथा विशेषदर्शिनः सामान्येच्छाऽविच्छेदप्रसङ्गाच्चेति चेत् ? વરછેદેન જ સિદ્ધત્વજ્ઞાનને તત્તસુખથી ભિન્ન હોવા રૂપે સુખની થતી ઈચ્છાના પ્રતિબંધક તરીકે માની તે પ્રતિબંધક હાજર ન હોવાથી તાદશ ઈચ્છા થાય છે એવી ઉપપત્તિ કરવી યુક્ત છે. તેથી જ કેઈક જે આવી ક૯પના કરે છે કે “સામાનાધિકરણ્યન સિદ્ધવજ્ઞાન જ ઈચ્છા પ્રત્યે વિરોધી છે, પરદેશગએલાને તે અવલોકનર્વસામાન્યલક્ષણથી ઉપસ્થિત થએલ ભાવી અવલોકનમાં તે પોતાની કાન્તાનું છે એ ભ્રમ થવાથી પિતાને સિદ્ધ થએલ તે તે અવલોકન કરતાં ભિન્ન એવા સ્વયકાન્તાવકન રૂપે ઈચ્છા પ્રવર્તે છે તે પણ નિરરત જાણવી.
પૂર્વપક્ષ – સુખત્વેન કેઈપણ સુખની ઈચ્છા પ્રત્યે સુખન કેઈપણ સુખ અંગેનું સિદ્ધત્વજ્ઞાન જ પ્રતિબંધક છે, નહિ કે સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન, કારણકે એને પ્રતિબંધક માનવામાં ગૌરવ છે. એ ગૌરવ આ રીતે-સુખ-વાવચ્છેદે સિદ્ધત્વજ્ઞાન એટલે
જ્યાં જ્યાં સુખ હોય ત્યાં ત્યાં સિદ્ધત્વ હોવાનું જ્ઞાન. એટલે કે “સંપૂર્ણ સુખ સિદ્ધ છે” એવું જે જ્ઞાન (કે જેમાં સિદ્ધત્વ પ્રકાર તરીકે અને સુખ વિશેષ્ય તરીકે ભાસે છે) ઈચ્છાનું પ્રતિબંધક બને છે તેમાં ભેગું ભેગું સિદ્ધત્વ એ સુખત્વવ્યાપક છે એવું પણ જણાતું હોવું જોઈએ. પરંતુ આવું પ્રકાશમાં જણાતું ન હોવાથી તે સંબંધાશમાં જણાતું હોવું માનવું પડે છે. એટલેકે સિદ્ધત્વાત્મક પ્રકારને સુખાત્મકવિશેષ્યમાં રહેવાને સંબંધ જ તાદશવ્યાપકત્વગર્ભિતરૂપે ભાસ જોઈએ. તેથી સુખસ્વાવસ્કેન સિદ્ધત્વજ્ઞાનમાં સુખત્વવ્યાપક સિદ્ધત્વના સ્વરૂપ સંબંધને સંબંધ તરીકે, સિદ્ધત્વને પ્રકાર તરીકે, તેમજ સુખવાવચ્છિન્ન સુખને વિશેષ તરીકે માનવું પડે છે. જ્યારે સુખન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવાનું હોય તે એમાં વ્યાપકત્વાંશ ભાસવાની આવશ્યકતા ન હોવાથી માત્ર સ્વરૂપસંબંધને સિદ્ધત્વાત્મક પ્રકારના જ સંબંધ તરીકે માનવાને રહે છે. તેથી સેખવાવ છેદન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવામાં ગૌરવ છે.
શંકા- પણ તે પછી અમુક સુખો સિદ્ધ થઈ ગયા પછી પણ જે ઈતર સુખાની ઈચ્છા જાગે છે તેને અપલાપ કરવો પડશે. અર્થાત સુખ ન સિદ્ધત્વજ્ઞાનરૂપ પ્રતિબંધક હાજર હોવાથી એવી ઇચ્છાઓ ઉત્પન્ન થતી જ નથી એવું માનવું પડશે.