________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૭૨
ननु तथापि दीर्घसंसारित्वशङ्कयाऽभव्यत्वशङ्कया च बह्वायाससाध्यमोक्षोपाये चारित्रे प्रवृत्तिन भविष्यतीत्याशङ्कायामाह
आसन्नसिद्धियाणं जीवाणं लक्खणं इम चेव ।
तेण ण पवित्तिरोहो भव्वाभव्यत्तसंकाए ॥१७२॥ [आसन्नसिद्धिकानां जीवानां लक्षणमिदमेव । तेन न प्रवृत्तिगेधो भन्याभव्यत्वशङ्कया ॥१७२॥
संयमो यम एव ह्यासन्नसिद्धिकस्य जीवस्य लक्षणम् । तदाहुः आसन्नकालभवसिद्धियस्य जीवस्स लक्खणं इणमो। विसयसुहेसु ण रज्जइ सव्वत्थामेण उज्जमइ ॥ त्ति । [उपदेशमाला-२९०] एवं संयमप्रवृत्तिरेवासन्नसिद्धिकत्वस्य तद्वयापकभव्यत्वस्य च, व्याप्यव्याप्यस्य सुतरां व्याप्यत्वात् । तथा च तज्ज्ञानमेव विशेषदर्शनतया तद्विपरीतदीर्घसंसारित्वाऽभव्यत्वशङ्कानिवर्त्तकमिति । ततस्तन्निवृत्तौ निराबाधा मोक्षोपाये प्रवृत्तिः । अथ प्रवृत्त्युत्तर
છતાં પણ પિતાને સંસાર દીર્ઘ હોવાની શંકાથી કે પોતે અભવ્ય હોવાની શંકાથી મોક્ષના ઉપાયભૂત અને બહુપ્રયત્નસાધ્ય એવા ચારિત્રમાં જીવોની પ્રવૃત્તિ થશે નહિ.” એવી શંકાને મનમાં રાખીને ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે–
ગાથાર્થ:- નજીકમાં સિદ્ધિ પામનાર જીવોનું આ સંયમોમાં વ્યાપાર જ લક્ષણ છે. તેથી હું ભવ્ય હઈશ કે અભવ્ય એવી શંકાના કારણે પ્રવૃત્તિ અટકતી નથી.
[ અભવ્યત્યાદિ શંકાનું નિવારણ] યમરૂપ સંયમ જ આસન્નસિદ્ધિક જીવોનું લક્ષણ છે. કહ્યું છે કે “જેની સિદ્ધિ નજીકના ભવિષ્યકાળમાં થવાની છે એવા જીવનું આ લક્ષણ છે કે તે વિષય સુખોમાં રક્ત થતું નથી અને સંયમયોગોમાં સર્વ વીર્યથી ઉદ્યમ કરે છે.” આમ સંયમપ્રવૃત્તિ જ સિદ્ધિ નજીકમાં હોવાપણાનું અને તેના વ્યાપક ભવ્યત્વનું લક્ષણ છે કારણકે પોતાના વ્યાપ્યનું વ્યાપ્ય પિતાને પણ નિયમાં વ્યાપ્ય હોવાથી ભવ્યત્વના વ્યાપ્ય એવા આસનસિદ્ધિકત્વનો વ્યાપ્ય એ જે સંયમોમાં ઉદ્યમ તે ભવ્યત્વને પણ અવશ્ય વ્યાપ્ય હોય જ છે. તેથી જેમ આ છીપ છે કે ચાંદી એ સંદેહ છી૫૫ણાની, ચાંદીમાં અસંભવિત એવી કઈક વિશેષતાના દર્શનથી નિવૃત્ત થાય છે. તેમ દીર્ઘ સંસાર કે અભવ્યત્વ હોવામાં અસભવિત એવા સંયમયોગેઘમરૂપ વિશેષનું જ્ઞાન જ વિશેષ દશનાત્મક બની હું ભવ્ય હોઈશ કે અભવ્ય?” તેમજ “હું આસન્નસિદ્ધિક છું કે દીર્ઘ સંસારી?” એવી શંકાને દર કરી દે છે અને તેથી એ નિવૃત્ત થએ છતે મેક્ષના ઉપાયભૂત સંયમમાં પ્રવૃત્તિ અબાધિત જ છે.
શંકા – સંયમોમાં પ્રવૃત્તિ કર્યા પછી તેનું જ્ઞાન થવારૂપ વિશેષદર્શનથી પ્રતિબંધકર્શકા નિવૃત્ત થાય છે અને એ શંકા નિવૃત્ત થાય તે પ્રતિબંધકાભાવઘટિતસામગ્રીનું સાકલ્ય થવાથી એમાં પ્રવૃત્તિ થાય છે. તેથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. १. आसन्नकालभवसिद्धिकस्य जीवस्य लक्षणमिदम् । विषयसुखेषु न रज्यते सर्वस्थानेषूद्यच्छति ॥