________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લ, ૧૭૦/૧૭૧
'सव्वेसिपि णयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता ।
तं सब्वणयविसुद्धं जौं चरणगुणटूिठओ साहू ॥ त्ति नन्वेव वादग्रन्थस्यास्य वादिपराजय एव फलं, न तु विरतिरिति न पारमार्थिकं फलमिति चेत् ? न, विजिगीषूणां वादिपराजयस्य फलत्वेऽपि तत्त्वनिर्णिनीषूणां तत्त्वनिर्णयद्वारा विरतेरेव फलत्वात् , एष एव चाध्यात्मभावनायाध्यात्म्यपरीक्षानिबन्धन, कनकस्येव कषोपललेखा, बाह्यकरणव्यापारस्यैवाभ्यन्तरविशुद्धिपरीक्षाक्षमत्वात् , तद्विरहे तदभावात् , तदुक्तमागमे- .. રહસ્ય “સંયમયોગોમાં જે વ્યાપાર છે તે છે. કારણકે જ્ઞાનનું ફળ વિરતિ હોવાથી જ્ઞાનમય શાસ્ત્ર સંયમોમાં વ્યાપારાત્મક વિરતિરૂપ ફળ વડે જ સફળ બને છે. પારમષ વચન પણ છે કે “સર્વનાની બહુપ્રકારની વક્તવ્યતા સાંભળીને તે વચન જ સર્વનયવિશુદ્ધ છે કે જે ચરણ અને ગુણ-જ્ઞાનમાં સ્થિર થયેલ હોય તે સાધુ છે.” “પતાને આધ્યાત્મિક તરીકે ઓળખાવનાર પ્રતિવાદીને તમે જે પરાજ્ય કર્યો એ જ આ વાદગ્રન્થનું ફળ છે, નહિ કે વિરતિરરૂપ પારમાર્થિક ફળ” એવું ન કહેવું કેમકે જીતવાની ઈચ્છાવાળાઓને વાદીને પરાજય એ ફળરૂપ હોવા છતાં તત્ત્વ નિર્ણય કરવાની ઈચ્છાવાળાએને તત્વનિર્ણય દ્વારા વિરતિ જ ફળરૂપ હોવાથી ગ્રન્થનું પારમાર્થિક ફળ પણ વિરતિ જ છે. સ્વમાં કે પરમાં અધ્યાત્મ આવ્યું છે કે નહિ એ ભાવવા માટે તપાસવા માટે, જેમ સુવર્ણની પરીક્ષા માટે કસોટીના પત્થર પરની રેખા સાધનભૂત છે એમ (અધ્યાત્મભાવની પરીક્ષામાં આ જs) “સંયમયોગમાં વ્યાપાર એ જ સાધનભૂત છે. કારણ કે બાહ્યવ્યાપાર ન હોય તે આભ્યન્તર વિશુદ્ધિને પણ અભાવ હોવાથી આભ્યન્તર વિશુદ્ધિની પરીક્ષા કરવામાં બાધકરણને વ્યાપાર જ સમર્થ છે. આગમમાં કહ્યું છે કે “જેઓ તેવું વીર્ય હેતે છતે પણ સંયમયગોમાં હંમેશા સદાય છે બાહ્યકરણમાં આળસુ તે જીવો • વિશુદ્ધચારિત્રવાળા શી રીતે હોય?”
વળી શ્રી તીર્થંકરની આ જ ઉચ્ચકોટિની આજ્ઞા છે કે તપ અને સંયમથી જ સકલ ફળ કહ્યું હોવાથી તે બેમાં જ પ્રયત્ન કરો. કહ્યું જ છે કે “ચૈત્ય, કુલ, ગુણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત એ સર્વ વિશે તેણે ઉચિત કર્યું છે જે તપસંયમમાં ઉદ્યમ કરે છે.” વળી આ પણ જે કહ્યું છે તે ચૈત્યાદિ વિશેના ઉચિત અનુષ્ઠાનથી જે ગુણે (લાભ) કહ્યા છે તે બધા ગુણેને તપ–સંયમમાં ઉદ્યમ કરવાથી યોગ થતું હવાથી કહ્યું છે. તેથી સક્લ સારભૂત હોવાથી ત૫સંયમમાં જ પ્રયત્ન કરે એ ઉપદેશ સર્વસ્વ છે.
[ શાસ્ત્રવ્યાપારનું પ્રયોજન] શંકા-તમારા આ ઉપદેશથી “ચારિત્ર મને ઈટ મેક્ષનું સાધન છે' એવું ચારિત્રમાં ઈષ્ટસાધનતાનું અનુસંધાન થવા છતાં ચારિત્રાવરણ કર્મથી પ્રતિબંધ થતું હોવાથી જ
१. सर्वेषामपि नयानां बहुविधवक्तव्यतां निशम्य । तत्सर्वनयविशुद्ध यच्चरणगुणस्थितः साधुः ॥