________________
૪૪૮
અધ્યાતમમતપરીક્ષા શ્લો. ૧૬૬
तेषामूर्ध्वाधोगतिवैषम्य भवस्वाभाव्यादेव, स्त्रीणां तु न तथा, नरभवेन सप्तमनरकपृथिव्यामपि गमनसम्भवादिति चेत् १ तथापि स्त्रीपर्यायस्यैवाय स्वभावो यत्सप्तमनरकपृथव्यां ता न गच्छन्तीति । 'मोक्षेऽपि ता न गच्छन्तीति कुतो नासां स्वभावः' इति चेत् ? तत्कारणसाम्राज्ये तादृशस्त्राभाव्याऽकल्पनात् । तर्हि सप्तमनरकपृथिवीगमनाभावोऽपि तासां कारणाभावमन्वेषयतीति चेत् १ तर्हि भुजपरिसादीनामपि द्वितीयादिनरकपृथिवीगमनाभावः कारणाभावमन्वेषयतीति तुल्यम् । तस्मान्न शुभगत्यजनसामोत्कर्षोऽशुभगत्यजनसामोत्कर्ष व्याप्नोति । अथोर्ध्वगतिपरमोत्कर्ष एवाधोगतिपरमोत्कर्ष व्याप्यस्तेनान्तरालिकवैषम्यदर्शनेऽपि न क्षतिरिति चेत् ? न, तस्यापि नियमस्य दूषितत्वात् ।।
શકા :-ભુજ પરિસર્પાદિનું ઊર્ધ્વ-અધોગતિ અંગેનું વૈષમ્ય તેના તેવા ભવસ્વભાવથી જ હોય છે. સ્ત્રીઓને તેવું નથી, કારણ કે પુરુષ ૭ મી નરકમાં પણ જતાં હોવાથી મનુષ્યભવસ્વભાવ ૭ મી નરકમાં ગમનને અટકાવતે નથી.
સમાધાન મનુષ્યભવને સ્વભાવ એવો ન હોવા છતાં સ્ત્રીઓના સ્ત્રી પર્યાયને જ એ સ્વભાવ છે કે તેઓ ૭ મી નરકમાં ન જાય. “તેઓ મેક્ષમાં પણ ન જાય એ પણ તેઓના સ્ત્રી પર્યાયને સ્વભાવ કેમ નથી? એને જવાબ એ કે મોક્ષગમન અંગેના કારણે હાજર હોતે છતે તે સ્વભાવ માની શકાતો નથી.
શંકા –તે પછી એ રીતે સાતમી નરકમાં સ્ત્રીઓ જતી નથી એનાથી પણ તપ્રાયોગ્ય કારણ સામગ્રી હોતી નથી એવી જ કલ્પના કરવી જોઈએ, તેવો સ્વભાવ હોય છે એવી કલ્પના કરવાની જરૂર નહિ.
સમાધાન :–તો પછી એ રીતે “ભુજ પરિસર્પાદિ પણ બીજી નરકાદિ સુધી જ જઈ શકે છે એ વાત તેઓમાં ત્રીજી નરકાદિ ગમન યોગ્ય કારણના અભાવને જ જણાવે છે, તેવા ભવસ્વભાવને નહિ. એટલે કે ત્રીજીનકાદિગમનપ્રાગ્ય મને વીર્ય પરિણતિના અભાવને જ જણાવે છે, અને તેથી અર્ધગતિ અંગે ભુજ પરિસર્પાદિની મને પરિણતિનું વૈષમ્ય દેખાતું હોવા છતાં (જેમકે ભુજપરિસર્પની મનવાર્યપરિણતિ એવી હોય છે કે એ વધુમાં વધુ બી જી નરક સુધી જ જઈ શકે, બેચરની એવી હોય છે કે એ વધુમાં વધુ ત્રીજી નરક સુધી જ જઈ શકે ઈત્યાદિરૂ૫ વૈષમ્ય હોવા છતાં) ઊર્ધ્વગતિ અંગે તે બધાની મનવીય પરિણતિમાં સમાનતા (જેમ કે બધા આઠમા દેવલોક સુધી જાય છે) હોવાના કારણે અર્ધગતિ અંગેનું વૈષમ્ય હોય તે ઊર્વગતિ અંગે પણ મને વીર્ય પરિણતિનું વૈષમ્ય હોય જ એવો નિયમ બાંધી શકાતું નથી, અને તેથી “સ્ત્રી અને પુરુષમાં અધોગતિ અંગેની માનવીય પરિણતિનું વૈષમ્ય હોવાથી ઊર્ધ્વગતિ અંગે પણ તે હેવું જોઈએ અને તેથી પુરુષ ઉત્કૃષ્ટથી મેક્ષમાં જઈ શક્તા હોય તે પણ સ્ત્રીઓ ત્યાં જાય નહિ” એવું કહી શકાતું નથી. અર્થાત શુભગતિ મેળવવાનું સામર્થ્ય અશુભગતિ મેળવવાના સામર્થ્યનું વ્યાપક નથી.