________________
કેટ
અધ્યાત્મમત પરીક્ષા એ. હક ऋद्धचपेक्षयापि न तासां हीनत्व', रत्नत्रयसाम्राज्ये सत्याध्यात्मिकीमृद्धिमाश्रित्य तदसिद्धेः, बाह्यदर्थपेक्षयाऽमहर्द्धिकत्वाद्, अन्यथा तीर्थकराद्यपेक्षयाऽमहर्द्धिका गणधरादयो न सिद्धिसौधमध्यासीरन् । अथ यज्जातीये न परममहर्द्धिकत्व तज्जातीयस्य न परमपदयोग्यता, म च स्त्रीजातौ तीर्थकरत्वलक्षणं परममहर्द्धिकत्वमिति न तज्जातीयानां मुक्तिरिति चेत् ? न, तादृशव्याप्तौ प्रमाणाभावात् , असिद्धेश्च, स्त्रीणामपि कासांचित् परमपुण्यप्रकर्षेण तीर्थकृत्वाविरोधात् । ननु स्त्रीत्वबन्धस्यानन्तानुबन्धिप्रत्ययकत्वात् तीर्थकरनामकर्मबन्धस्य च प्रकृष्ट. सम्यग्दर्शनप्रत्ययकत्वात् स्त्रीत्वतीर्थकृत्त्वयोर्विरोध इति चेत् १ . પણાની લબ્ધિ ન હોવાથી અને શેષજીમાં કેવલલબ્ધિ ન હોવાથી કોઈ એક જીવ સર્વલબ્ધિસંપન્ન હો સંભવિત જ નથી. ક્ષાપશમિકાદિ સર્વલબ્ધિઓ એક જીવને હોવી પણ સંભવતી નથી કારણ કે અનેક જીવોના ભિન્ન ભિન્ન પરિણામોના કારણે વિચિત્રતાને પામેલી તે તે સર્વલબ્ધિઓ એકત્ર સંભવતી નથી. આ જ યુક્તિઓથી “કર્મક્ષય થએ તે સર્વેક્ષાપશમિકલબ્ધિઓ પ્રકટ થાય છે... કેઈના આવા મતનું નિરાકરણ જાણી લેવું, કારણ કે ક્ષયજનક અધ્યવસાય કંઈ ક્ષયપશામજનક અધ્યવસાયોને એકદમ તુલ્ય હોતા નથી કે જેથી તે અધ્યવસાયોથી થનાર લબ્ધિઓ પણ પ્રકટ થઈ જાય. તેથી જ કહ્યું છે કે “ઉદય-ક્ષય-ક્ષયોપશમ–ઉપશમથી તેવા તેવા પરિણામેને આધીન અનેક પ્રકારની લબ્ધિઓ જેને પ્રકટ થાય છે.”
[ બાધક ઋદ્ધિહીનત્વ અસિદ્ધ ] ઋદ્ધિની અપેક્ષાએ પણ સ્ત્રીઓ હીન હોતી નથી કારણ કે રત્નત્રયના પ્રભાવની હાજરીમાં આધ્યાત્મિક ઋદ્ધિ તો પુરુષ જેવી જ તેઓને પણ હોય છે. અને બાહ્યઋદ્ધિની અપેક્ષાએ રહેલ હીનત્વ તે મોક્ષપ્રત્યે પ્રતિકૂળ નથી, નહિતર તે શ્રીતીર્થ. કરદેવોની અપેક્ષાએ ગણધરાદિ સર્વ જીવો હીનબાહ્યઋદ્ધિવાળા હોવાથી તેમાંથી કોઈ મુક્તિ પામી જ શકે નહિ.
પૂર્વપક્ષ – જે જાતિમાં કઈ પરમ મહદ્ધિક હેતું નથી. તે જાતિવાળી વ્યક્તિ પરમપદને યોગ્ય હોતી નથી. સ્ત્રી જાતિમાં કઈ તીર્થંકરપણુરૂપ પરમમહદ્ધિવાળી હતી નથી. તેથી તેઓને મુક્તિ હોતી નથી.
ઉત્તરપક્ષ - આવી વ્યાપ્તિમાં કઈ પ્રમાણ ન હોવાથી તમારી વાત અયુક્ત છે. વળી સ્ત્રી જાતિમાં પરમમહદ્ધિકવ્યક્તિકસ્વાભાવરૂપ વ્યાપ્ય અસિદધ પણું છે કારણ કે કેઈક સ્ત્રીઓને પરમપુણ્યપ્રકર્ષથી તીર્થત્ત્વ પણ હોઈ શકે છે. તેથી વ્યાપ્તિ કદાચ સાચી હોય તે પણ મુક્તિપદગ્યત્વાભાવ સિદ્ધ થતું નથી.
શંકા – અનંતાનુબંધી કષાયદયના નિમિત્તે સ્ત્રી પણું બંધાય છે જ્યારે તીથ. કાર નામકર્મને બંધ તે પ્રકૃષ્ટસમ્યગદર્શન નિમિત્તે થાય છે. તેથી સ્ત્રીપણું અને તીર્થકરપણાને વિરોધ હોવાથી તે બે એકત્ર શી રીતે હોઈ શકે?