________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
oછે.
अथ चारित्रस्य जीवलक्षणत्वात् कथं तत्परित्यागे सिद्धानां जीवलक्षणं समुज्जीवेदित्याशङ्कायामाह
जं च जियलक्खणं तं उबइठें तत्थ लक्खणं लिंगं ।
तेण विणा सो जुज्जइ धूमेण विणा हुयामुव्व ॥१५२।। (यच्च जीवलक्षण तदुपदिष्ट' तत्र लक्षण लिङ्गम् । तेन विना स युज्यते धूमेन विना हुताश इव ॥१५२॥) 'नाणं च दसणं चेव चरित्तं च तवो तहा। वीरिअॅ उवओगो अ एयं जीवस्स लक्खणं ॥ [श्री नवतत्त्वप्रकरण ५ ] इत्यनेन चारित्रस्य जीवलक्षणत्वप्रतिपादनात् कथं तत्परित्यागे सिद्धानां जीव
[અવિરતિ અચારિત્રથી પૃથગ્ર]. સમાધાન :-એ વાત બરાબર નથી કારણ કે અવિરતિ તે ચારિત્રમોહનીય. કર્મોદયજન્ય હોવાથી અચારિત્રથી પૃથગ છે.
શંકા :-અચારિત્ર જ ચારિત્રમેહનીયકર્મોદયજન્ય હોવાથી એ જ અવિરતિ છે.
સમાધાન –અચારિત્ર ચારિત્રના અભાવરૂપ હોવાથી અજન્ય હોવાના કારણે તેને જ અવિરતિરૂપ માની શકાય નહિ.
શકા -અચારિત્ર “જન્ય' ભલે ન હોય, તો પણ તે અવિરતિરૂપે વસ્તીને અવિરતિ, પ્રત્યયિક કર્મ બંધ કરાવશે જ.
સમાધાન એ વાત પણ અયુક્ત છે, કારણ કે અવિરતિ કર્મોદયજન્ય કહી હોવાથી અજન્ય એવું અચારિત્ર અવિરતિનું કાર્ય કરી શકે નહિ. વસ્તુતઃ તો હિંસાદિપરિણામરૂપ અવિરતિ અને તેના ત્યાગપરિણામરૂપ વિરતિની વિલક્ષણતા સ્વસંવેદનથી જ સ્પષ્ટ રીતે જણાતી હોવાથી (અર્થાત્ અવિરતિ વિરતિના અભાવરૂપે નહિ કિ-તુ અતિરિક્ત પરિણામરૂપે જ જણાતી હોવાથી) વિરતિના અભાવરૂપ અચારિત્રને અવિરતિ માની શકાય નહિ. તેથી જ “અવિરતિ અતિરિક્ત પરિણામ=સ્વતન્ચ પરિણામરૂપ હોય તે તેને અભાવ જ ચારિત્ર છે અને તે સિદ્ધોને પણ હોય જ છે એ વાત પરાસ્ત જાણવી કારણ કે વિરતિ પરિણામરૂપ ચારિત્ર અને અવિરતિ પરિણામ સ્વતંત્ર પરિણામો જ છે. નહિતર તે અવિરતિપરિણામને સ્વતંત્ર માનવાની જેમ ચારિત્રને પણ સ્વતંત્ર પરિણામરૂપ માની શકાતો હોવાથી બેમાંથી કેને સ્વતંત્રપરિણામરૂપ માની તેના અભાવને ઈતર માને એમાં વિનિગમના વિરહ થવાની આપત્તિ આવે. ૧૫૧ , ' .
ચારિત્ર જીવના લક્ષણભૂત હોવાથી ચારિત્રનો ત્યાગ થઈ જવાનું માનવામાં સિદ્ધોમાં જીવનું લક્ષણ શી રીતે ઘટશે? એવી શંકાને નજર સામે રાખીને સૈદ્ધાતિક કહે છે –
[ ચારિત્ર જીવનું લિંગ છે ]. ગાથા –ચારિત્રને જીવલક્ષણ તરીકે જે જણાવ્યું છે તેમાં લક્ષણશબ્દ લિંગ અર્થમાં જાણો અને તેથી જેમ ધૂમ વિના પણ અગોલકાદિમાં અગ્નિ હોય છે તેમ ચારિત્રાત્મક લિંગ વિના પણ સિદ્ધોમાં જીવત્વરૂપ લિંગી હોય છે. १. ज्ञान च दर्शन चैव चारित्र च तपस्तथा । वीर्यमुपयोग श्वेतद् जीवस्य लक्षणम् ॥