________________
અધ્યાત્મમત પરીક્ષા . ૧૪૯
___ यदपि 'स्वभावे समवस्थान चारित्रं तच्च सिद्धानां युक्तमिति केषांचिन्मत तदयुक्त यतः स्वभावभतस्य चारित्रस्य सिद्धौ वत्र समवस्थानमात्मनः सिद्धयेत, तत्सिद्धौ च तत्सिद्धिरित्यन्योन्याश्रयात् । अन्यथा ज्ञानदर्शनचारित्रस्वभावे समवस्थितस्याऽविरतसम्यग्दृष्टेश्चारित्रप्रसङ्गात् । अथ सर्वसावद्यत्यागपरिणामाभिव्यङ्गयः स्वभावविशेषश्चारित्रमिति चेत् ? तीसौ स्वभावविशेषः स्थिरभावो वेति नाम्न्येव नो विवादो नत्वर्थे, केवल स स्वभावः सिद्धिगतावनुवर्तते न तु स्थिरभाव इत्यवशिष्यते, तत्र चास्माक सिद्धान्तोऽवलम्बन न तु भवतामिति निरालम्बने वस्तुनि कः कदाग्रहः १ यच्चात्ममात्रापेक्षिणी क्रिया चारित्रमिति मत, तदपि न, आत्मातिरिक्तहेत्वनपेक्षक्रियाया आत्मान्तर्भावितहेतुसमाजाधीनक्रियाया वा तदर्थत्वेऽविरतस्य क्षायिकसम्यग्दृष्टेश्चारित्रप्रसङ्गात् , अन्यादृशविवक्षायोमुक्तपर्यवसानादिति दिग् ॥१४९।। કંડલમાં હોતું નથી. અર્થાત્ યેગમાં રહેલ અનિરાશવત્વ તેના પરિણામભૂત ચારિત્રમાં ન હેય તે કેઈ દોષ નથી.
[ચારિત્રને સ્વભાવસમવસ્થાન રૂપ માનવામાં અન્યાશ્રય],
ચારિત્ર એ સ્વભાવમાં સમવસ્થાનરૂપ છે અને તે સિદ્ધોને પણ હોવું યુક્ત જ છે એવો કેટલાકને મત છે તે પણ અન્યાશ્રયદેષ આવતો હોવાથી અયુક્ત જાણો, કારણ કે ત્યાં સ્વભાવભૂત ચારિત્ર હોય છે એવું સિદ્ધ થાય તે એમાં સમવસ્થાન હોવું સિદ્ધ થાય અને એ સમવસ્થાન સિદ્ધ થાય તે ચારિત્ર જેવું સિદ્ધ થાય. ચારિત્રાત્મક સ્વભાવવિશેષની હાજરીની સિદ્ધિ વિના પણ સ્વભાવમાં સમવસ્થાન હોવું માનવામાં તો જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વભાવમાં સમવસ્થિત અવિરતસમ્યગ્દષ્ટિને પણ ચારિત્ર માનવાની આપત્તિ આવશે.
શંકા –સર્વસાવદ્યત્યાગપરિણામથી અભિવ્યક્ત થતે સ્વભાવવિશેષ જ ચારિત્ર છે જે સિદ્ધાવસ્થામાં પણ હોઈ શકે છે.
સમાધાન –તમે એ પરિણામને “સ્વભાવવિશેષ' કહો છો અમે “સ્થિરભાવ” કહીએ છીએ. તેથી નામમાત્રમાં જ વિવાદ રહે છે, અર્થમાં નહિ. અર્થાત્ ચારિત્ર પદાર્થ તે બંનેના અભિપ્રાયથી એક જ છે. કેવલ એટલી વિશેષતા છે કે તમારા કહેવા મુજબ એ સ્વભાવવિશેષ હાઈ સિદ્ધાવસ્થામાં પણ જીવની સાથે જાય છે જ્યારે ચરિત્ર તરીકે અમને સંમત એ સ્થિરભાવ સિદ્ધાવસ્થામાં સાથે જતા નથી. આટલા અંશના વિવાદમાં પણ અમારે તે સિદ્ધાન્તનું આલંબન પીઠબળ છે, તમારે તે નથી, અર્થાત્ તમારા અભિપ્રાયનું સમર્થન કરનાર આગમવચને મળતા નથી, તેથી તમારા નિરાલંબન અભિપ્રાયમાં શું કદાગ્રહ રાખવે?
વળી આત્મમાત્ર સાપેક્ષ ક્રિયા ચારિત્ર છે એવો મત પણ યુક્ત નથી, કારણ કે અહી આત્મમાત્ર સાપેક્ષ ક્રિયા એટલે આત્મભિન્ન કેઈ હેતુની જેને અપેક્ષા નથી એવી ક્રિયા કે જે હેતુએ આત્મામાં જ અંતભૂત થઈ જતા હોય એવા હેતુઓના સમૂહને આધીન એવી ક્રિયા, એ બેમાંથી એક પણ હોય તે તો અવિરતક્ષાયિકસમ્યગૃષ્ટિને