________________
૩૮૨
અધ્યાત્મમત પરીક્ષા , ૧૦પ
'समत्तचरित्ताई साइसंतो अ उवसमिओ अ । दाणाइलद्धिपणग चरण पि य खाइओ भावा ।। त्ति-[वि०भा० २०७८] भगवद्भाष्यकारवचोविरोधप्रसङ्गात् । किं च सिद्धानां लब्धिवीर्यसत्त्वे “२सिद्धा ण लद्विवीरिएण' सवीरिया करणवीरिएण अर्धारिया"त्ति · सूत्रकल्पन स्यात् , यथा तत्थ ॥ जे ते सेलेसीपडिवन्नया ते ण लद्धिवीरिएण' सीरिया करणवीरिएण વરિલા” ત્તિ |
શંકા –પણ શલેશી અવસ્થામાં કઈપણ જાતનું વીર્ય સામાન્ય જ ન હોવાથી વિર્ય વિશેષરૂપ ચારિત્ર શી રીતે મનાય ?
સમાધાન –શૈલેશી અવસ્થાને પામેલા જીવને કરણવીર્ય ન હોવા છતાં લધિ વીર્ય તો હોય જ છે. તેથી વીર્યવિશેષ રૂપે ચારિત્ર હોવામાં કઈ બાધ નથી. કહ્યું છે કે “તેમાંથી જેઓ શૈલેશી અવસ્થાને પામેલા હોય છે તેઓ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય હોય છે, કરણવીર્યની અપેક્ષા અવીર્ય” આ રીતે વીર્યવાળા હોવાથી જ તેઓને સર્વસંવર હે યુક્ત છે. કહ્યું છે કે “અયાગી કેવળીઓમાં જ સર્વસંવર હો માન્ય છે શેલેશી અવસ્થાના ચરમસમયે સકલ કર્મ પ્રકૃતિએને ક્ષય થએ છતે જ કર્મ અને નોકર્મનો સંપૂર્ણતઃ સંવર થાય છે. આ નૈૠયિક ધર્મ જ અધર્મક્ષયનો હેતુ કહેવાય છે.
શંકા -આ સર્વસંવર સિદ્ધોમાં પણ સંભવિત છે, તે તેઓને શા માટે ચારિત્ર ન હોય?
[સિદ્ધિગમન સમયે ચારિત્રનાશ] સમાધાન :-સિદ્ધિગમન સમયે વીર્યને ક્ષય થઈ ગયો હોવાથી તેઓને વીર્ય વિશેષરૂપ ચારિત્ર હેતું નથી. શ્રી પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કે “અસંસાર=મક્ષને પ્રાપ્ત થએલા જીવો સિદ્ધ હોય છે અને સિદ્ધો અવયં હોય છે.” આ સૂત્રમાં, “સિદ્ધોને કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય કહ્યા છે” એવી આ સૂત્રની વ્યાખ્યા મતાન્તરના અભિપ્રાયથી જાણવી. નહિતર તે “તેના સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-સુખ અને સિદ્ધત્વને છોડીને બીજા દયિકાદિ ભાવો તેમજ ભવ્યત્વ એકીસાથે નિવૃત્ત થાય છે” એવા, તેમજ “સાદિસાન્ત ઓ પશમિક ભાવોમાં સમ્યફ અને ચારિત્ર આવે છે જ્યારે સાદિસાન્ત ક્ષાયિકભાવમાં દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર આવે છે” એવા ભાષ્યકારના વચનનો વિરોધ થશે. વળી સિદ્ધોને લબ્ધિવીય હોવામાં તે, શશી અવસ્થામાં કરણવીર્ય ન હોવા છતાં લબ્ધિવીર્ય હોવાથી તેવા જીવોને આશ્રીને જેમ કહ્યું છે કે “શૈલેશી અવસ્થાને પામેલા છ લબ્ધિવીયને આશ્રીને સવાર્ય છે અને કરણવીને આશ્રીને અવીર્ય છે” તેમ, સિદ્ધોને આશ્રીને પણ એમ જ કહેત કે “સિદ્ધો લબ્ધિવીર્યને १. सम्यक्त्वचारित्र सादिः सान्तश्चौपशमिकोऽयम् । दानादिलब्धिाञ्चक चारित्रमपि च क्षायिको भावः ।। २. सिद्धा लब्धिवीर्येण सवीर्याः करणवीयण अवीर्याः ॥ ३. तत्र येते शैलेशीप्रतिपन्नका ते लब्धिवीण सवीर्याः करणवीण अवीर्याः ।