________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
ननु तथाप्यस्तूपयोगरूपमेव क्षायिक चारित्र, तथापि तस्य योगसापेक्षत्वेन योगनिरोधादेव तद्विलयसंभवात् सिद्धानां न तत्संभावना । न चोपयोगविलये नैरात्म्यापत्तिः, खण्डोपयोगविलयेप्यखण्डोपयोगाऽविलयात् इति चेत् १ न, क्षायिकत्वेन तस्य नाशाऽयोगात् , अन्यथा चारित्रमोहक्षयस्य निष्फलत्वप्रसङ्गात् । 'चारित्रस्य परमविशुद्धिरेव चारित्रमोहक्षयफलमिति चेत् १ तथापि क्षायिकस्य संतोऽविनाशित्वव्याप्तिरेव बलवती, न चापेक्षकनाशादपेक्ष्यनाशोऽपि, अन्यथा शरीरनाशात् ज्ञानादिनाशप्रसङ्गात् , किन्त्वसाधारणापेक्षकनाशादपेक्ष्यनाशः, न च योगश्चारित्रस्याऽसाधारणमपेक्षक किन्तु मोहक्षयः, तस्य च पुनः क्षयाऽयोगात् सिद्धमक्षतं भगवच्चारित्रमिति सर्वमवदातम् ।
[ ક્ષાયિક ચારિત્રનો નાશ અશક્ય] સમાધાન :- આ વાત પણ અયુક્ત છે કારણ કે ક્ષાયિક એવા તે ચારિત્રને નાશ થઈ શકતો નથી. ક્ષાયિકભાવનો પણ જે નાશ થઈ શકતું હોય તો તે ચારિત્રમોહક્ષયજન્ય કેઈ ગુણ સિદ્ધોને ન રહેવાથી એ ક્ષય નિષ્ફળ થવાની આપત્તિ આવે.
શંકા - ચારિત્રની થએલ પરમવિશુદ્ધિ જ ચારિત્રમેહક્ષયના ફળરૂપ હેવાથી એ નિષ્ફળ રહેવાની આપત્તિ નથી.
સમાધાન – એ રીતે નિષ્ફળતાની આપત્તિનું વારણ થઈ જતું હોવા છતાં જે ક્ષાયિકભાવ હોય તે અવિનાશી હોય એવી બળવતી વ્યાપ્તિના કારણે જ સિદ્ધાવસ્થામાં પણ ક્ષાયિક ચારિત્ર માનવું પડે છે. બાકી ક્ષાયિશ્ચારિત્રની ઉત્પત્તિ યોગસાપેક્ષ હેવા માત્રથી કંઈ અપેક્ષક (જેની અપેક્ષા રખાય એવા યોગના નાશથી અપેક્ષ્ય (અપેક્ષા રાખનાર) એવા તેને નાશ માની શકાતું નથી. નહિતર તે કેવલત્પત્તિ પણ શરીરસાપેક્ષ હોવાથી અને સિદ્ધોને શરીરને નાશ થયો હોવાથી કેવલજ્ઞાનને પણ નાશ માનવાની આપત્તિ આવે. નિયમ તો એટલો જ છે કે અસાધારણ અપેક્ષકનો નાશ થાય તે અપેક્ષ્યને નાશ થાય. અર્થાત્ અપેશ્યને જેની અસાધારણ અપેક્ષા હોય તેને નાશ થાય તે અપેક્ષ્યને પણ નાશ થઈ જાય, જેમકે તંતુઓના સંયોગને નાશ થઈ જાય તે પટને પણ નાશ થઈ જાય. ચારિત્ર પ્રત્યે અસાધારણ અપેક્ષક યોગ નથી કિન્તુ મેહક્ષય જ છે અને તેને તે પુનઃ ક્ષય થતું નથી, તેથી ચારિત્રનાશ થતો ન હોવાથી સિદ્ધોને અક્ષયચારિત્ર હોવું સિદ્ધ થાય છે.
શકા – ચારિત્રને ઉપયોગરૂપ માનવામાં જ્ઞાનાત્મક જ માનવું ફલિત થતું હોવાથી સિદ્ધોને ચારિત્રાત્મક પૃથગુણ હોવાનું તે સિદ્ધ થશે જ નહિ. “શુદ્ધાશુદ્ધ વ્યવસ્થાથી જ ચારિત્રરૂપ ઉપગ જ્ઞાનાત્મક ઉપયોગથી ભિન્ન હોવો સિદ્ધ છે એવું પણ કહેવું નહિ, કારણ કે શુદ્ધાશુદ્ધવ્યવસ્થા પણ જ્ઞાનમાં જ પર્યવસિત થાય છે.
[શુદ્ધોપચેગરૂપ ચારિત્ર પણ જ્ઞાનથી ભિન્ન] સમાધાન – જ્ઞાન અને ચારિત્ર અને ઉપયોગરૂપ હોવા છતાં કાર્યકારણભાવના