________________
૩૬૦.
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૩૩-૧૪૧
त्ति । अय' च दर्शनमोहक्षय-क्षयोपशम-उपशमजन्यो भावविशेष एव, न तु तत्त्वार्थश्रद्धानं, अपर्याप्तावस्थायां तदभावादिति पञ्चाशकवृत्तौ व्यवस्थितम् । तथा च दर्शनमोहक्षयोपनीत क्षायिक सम्यक्त्वं सिद्धानामक्षतमेवेति चेत् ? हन्त तर्हि चारित्रमपि प्रेक्षा दिव्यापाराभिव्यङ्गथश्चारित्रमोहकर्मक्षय-क्षयोपशम-उपशमोपनीतः परिणामविशेष एवेति सिद्धेषु क्षायिकचारित्रं किं वाङ्मात्रनिवारणीयम् १ अत एव मरुदेवादीनां बाह्याचार विनापि निर्वाणहेतुचारित्रसत्ता संभविनी, क्वचिल्लिङ्ग विनापि लैङ्गिकदर्शनात् , धूम विनाप्ययोगोलके वहून्यनुभवात् , प्रशमसंवेगादिक विना कृष्णश्रेणिकादीनामपि क्षायिकसम्यक्त्वाभ्युपगमाच्च ।
अथ षड्जीवनिकाय एव चारित्रस्य विषय इति तत्परिपालनक्रियैव चारित्र', सम्यक्त्वस्य तु जीवाजीवादिपदार्था एव विषय इति न सा क्रियेति चेत् १ न, तत्त्वतश्चारित्रस्य शुद्धात्मविषयकत्वात् , अत एव निरभिस्संग चित्त...' इत्यादिना साम्यपरिणतिमेव तदाम्ना
[ સમ્યકત્વમાં આત્મ પરિણુમરૂપત્વ પણ આવશ્યક સિદ્ધાતી ]
શંકા –બાહ્યાચાર વિના પણ સમ્યક્ત્વ હોવાનું શાસ્ત્રોમાં કહ્યું હોવાથી બાહ્યાચાર જ સમ્યફવ છે એવું નથી કિન્તુ નિઃશંકિતાદિ આચારશમસંવેગાદિલિંગથી અભિવ્યક્ત થતા આત્મપરિણામરૂપ જ સમ્યક્ત્વ છે. કહ્યું છે કે “તે સમ્યકત્વ પ્રશસ્ત એવા સમ્યફવાહનીયકર્મના અનુવેદન–ઉપશમ અથવા ક્ષયથી ઊભો થએલો અને પ્રશમસંવેગાદિ લિંગવાળો શુભ આત્મ પરિણામ છે.” આ પરિણામ દર્શનમોહના ક્ષય-ક્ષપશમ કે ઉપશમથી થએલ ભાવવિશેષ જ છે નહિ કે તત્ત્વાર્થ શ્રદ્ધા, કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તત્ત્વાર્થ શ્રદ્ધાનો અભાવ હોવા છતાં સમ્યક્ત્વ માન્યું છે આવું શ્રી પંચાશક શાસ્ત્રની ટીકામાં કહ્યું છે. તેથી દર્શન મેહના ક્ષયથી થએલ ક્ષાયિક સમ્યકત્વ સિદ્ધોને હેવામાં કઈ બાધક નથી.
[ચારિત્રમાં પણ આત્મપરિણામરૂપત્વ આવશ્યક] સમાધાન –એ રીતે ચારિત્ર પણ પ્રેક્ષાદિવ્યાપારાત્મક બાહ્યાચારરૂપ જ નથી કિન્તુ તેનાથી અભિવ્યક્ત થતા અને ચારિત્રમોહનીય કર્મના ક્ષય-ક્ષપશમ કે ઉપશમથી થએલ એ આત્મપરિણામવિશેષ જ છે જે સિદ્ધોમાં પણ હાજર હોય છે. તેથી ત્યાં ક્ષાયિક ચારિત્રને શું તમારા બોલવા માત્રથી અભાવ થઈ જાય? આત્મપરિણામરૂપ હોવાથી જ મરૂદેવા માતા વગેરેને બાહ્યાચાર વિના પણ ક્ષહેતુભૂત ચારિત્ર સંભવિત છે કારણકે કયાંક લિંગવિના પણ લિંગી હોઈ શકે છે. જેમકે ધૂમાડાના અભાવમાં પણ તપેલા લોખંડના ગોળામાં અગ્નિ દેખાય છે. પ્રશમસંવેગાદિ રૂપ લિંગ વિના પણ કૃષ્ણશ્રેણિક વગેરેને ક્ષાચિક સમ્યકત્વ હોવાનું પણ માન્યું જ છે. એ જ રીતે સિદ્ધોને પણ બાહ્યાચારાત્મક લિંગ વિના પણ ક્ષાયિક ચારિત્રરૂપ લિંગી હોવામાં કઈ વાંધો નથી. 1. समभावो सामइ तणकंचणंसत्तुमित्तविसओ त्ति । णिरभिस्संग चित्त उचियपवित्तिप्पहाण च ॥
(વંરારા /) समभावो सामायिक तृणकंचनशत्रमित्रविषय इति । निरभिष्वंग चित्तमुचितप्रवृत्तिप्रधान च ।।