________________
૫૦
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૨૮-૧૨૯
नाणावरणाईणं कम्माणं अट्ठ जे ठिआ दोसा ।
तेसु गएसु पणासं एए अवि गुणा जाया ॥१२९॥ (જ્ઞાનાવરગાહીનાં ગામ યે રિવતા હો તેવુ તે પ્રશાશ', તેવદા જુના નાતાઃ in૨૧)
तस्य हि भगवतो ज्ञानावरणक्षयादनन्तं ज्ञान, दर्शनावरणाक्षयादनन्त दर्शनं, वेदनीयक्षयात् क्षायिक सुख, मोहक्षयात्क्षायिकसम्यक्त्वचारित्रे, आयुःकर्मक्षयादक्षया स्थितिः, नामगोत्रयोः क्षयादनन्तानामेकत्रावगाहना, अन्तरायक्षयादनन्तवीर्य चेत्यष्टौ गुणाः प्रादुर्भवन्ति । अनन्तं केवलज्ञान ज्ञानावरणसंक्षयात् । अनन्तं दर्शनं चापि दर्शनावरणक्षयात् ॥१॥ क्षायिके शुद्धसम्यक्त्वचारित्रे मोहनिग्रहात् । अनन्ते सुखवीर्ये च वेद्यविघ्नक्षयात् क्रमात् ॥२॥ आयुषः क्षीणभावत्वात् सिद्धानामक्षया स्थितिः। नामगोत्रक्षयादेवामूर्त्तानन्तावगाहना ॥३॥ इति ___ अत्र मोहक्षयजन्य गुणद्वय, नामगोत्रक्षयजन्यस्त्वेक एव गुण इत्यत्र परिभाषैव शरण, अन्यथाऽवान्तरविशेषानाश्रित्यानन्तगुणसंभवाद्, अन्यथा न्यूनत्वसंभवाच्च । હતા તે નાશ પામે છતે શ્રેષ્ઠજ્ઞાન, શ્રેષ્ઠદર્શન, શ્રેષ્ઠસુખ, શ્રેષ્ઠસમ્યક્ત્વ, શ્રેષ્ઠચારિત્ર, નિત્યનિતિ, અનંત અવગાહના અને ક્ષાયિકવીર્ય એ આઠ ગુણો પ્રકટ થાય છે.
તે કેવળી ભગવાનને જ્ઞાનાવરણકર્મક્ષયથી અનંતજ્ઞાન, દર્શનાવરણકર્મક્ષયથી અનંતદર્શન, વેદનીય ક્ષયના કારણે ક્ષાયિક સુખ, મોહનીય કર્મક્ષયથી ક્ષાયિક સમ્યફ તેમજ ક્ષાયિક ચારિત્ર, આયુષ્યકર્મક્ષયથી અક્ષયસ્થિતિ, નામ-શેત્ર બે કર્મોનો ક્ષયથી અમૂર્ત એવા અનંત સિદ્ધોની એકત્ર અવ શાહના હાવા રૂપ અનંત અવગાહના, અને અંતરાયકર્મ ક્ષયથી અનંતવીર્ય એ આઠ ગુણે પ્રકટ થાય છે. કહ્યું છે કે “જ્ઞાનાવરણ સંક્ષયથી અનંત કેવલ જ્ઞાન, દર્શનાવરણક્ષયથી અનંત કેવલદર્શન, મેહના નિગ્રહથી ક્ષાયિક એવા શુદ્ધ સમ્યકત્વ–ચારિત્ર, વેદનીય અને વિદનકર્મના ક્ષયથી અનુક્રમે અનંતસુખ અને અનંતવીર્ય પ્રકટ થયા હોય છે તેમજ આયુષ્ય ક્ષીણ થયું હોવાથી સિદ્ધોની અક્ષયસ્થિતિ હોય છે અને નામ-ગોત્ર કર્મના ક્ષયથી અમૂ– અનંત અવગાહના પ્રકટ થઈ હોય છે.”
[ આવા આઠ ગુણામાં પરિભાષા જ શરણુ] અહીં મેહક્ષયજન્ય બે ગુણે કહ્યા છે જયારે નામ અને ગોત્ર એ બે કર્મના ક્ષયથી એક જ ગુણ કહ્યો છે તેમાં એવી પરિભાષા જ શરણ છે અર્થાત્ એવી પ્રરૂપણ કરવામાં તેવા પ્રકારની પરિભાષા (અર્થાત્ વિભાગ દેખાડનાર શાસ્ત્રકારોની ઈરછા) જ કારણભૂત છે. નહિતર તે જેમ મોહથી પ્રકટ થએલ બે અવાનર ગુણેની સ્વતંત્ર ગણત્રી કરી એમ બીજા કર્મોનો ક્ષયથી થએલ અવાન્તર ગુણોની ગણત્રી પણ કરી શકાતી હોવાથી અનંત ગુણે કહેવા પડે. તેમજ નામકર્મક્ષય અને ગોત્રકર્મક્ષયને ભેગાકરીને જેમ એકજ ગુણ માન્યા તેમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મના ક્ષયથી પણ ઉપયોગાત્મક એક જ ગુણ વિવક્ષિત કરી છે વગેરે ન્યૂન સંખ્યા કહેવી પણ સંભવી શકે છે.