________________
૩૪૨
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૨૫
स्यादेतत्-सम्यग्दर्शनादिमत्त्व तावन्नान्तरात्मपदप्रवृत्तिनिमित्त, परमात्मन्यपि सत्त्वात् , किन्तु क्षायोपशमिकसम्यग्दर्शनादिमत्त्व, तदत्यन्ताभावस्त्वभव्येऽध्यबाधित एव, तत्पर्यायाणां तस्य कदाचिदप्राप्तेरिति । मैव, सरागसम्यग्दर्शनादरेवान्तरात्मपदप्रवृत्तिनिमित्तत्वाद्, अन्यथा क्षायिकसम्यग्दृशस्तत्त्वाभावप्रसङ्गात् , तच्च तत्राप्यबाधितमेव । अथ तत्र सम्यग्दर्शनादिसत्त्व एघ किं प्रमाणम् ? इति चेत् ? आत्मनो गुणस्वभावत्वान्यथानुपपत्तिरेव । तत्रैव किं मानम् ? इति चेत् ? अत्राचष्ट स्पष्टमिदमष्टसहस्रीकारो यद् “मिथ्यादर्शनापकर्षकप्रकर्षकत्वेन તેઓમાં શક્તિથી અન્તરામત્વની અનુપત્તિ ઊભી જ રહે છે. આ જ રીતે વ્યક્તિ” નું પણ નિર્વચન દુશકય છે.
[નિશ્ચયથી પ્રતીમાન સ્વરૂપ જ શક્તિ] છતાં એ પ્રશ્નનું આ રીતે સમાધાન પણ છે કે નિશ્ચયનયથી પ્રતીમાન સ્વરૂપ જ શક્તિ છે. નિશ્ચયનય હમેશા તે તે વસ્તુના નિરુપાધિક શુદ્ધ સ્વરૂપને જ લક્ષમાં લે છે. પછી ભલે એ શુદ્ધસ્વરૂપ પ્રકટ થયું હોય કે ન થયું હોય ! થવાનું હોય કે ન થવાનું હોય ! વળી એ સ્વરૂપ તેમાં રહેલ વંસનું અપ્રતિયોગી હોવા સાથે તેમાં રહેલ અત્યન્તાભાવનું અપ્રતિયોગી હોય છે. તેથી અન્તરાત્મામાં બાહ્યાત્મશક્તિ આવવાની આપત્તિ આવતી નથી. કારણ કે મિથ્યાત્વાદિ પર્યાને ત્યાં અત્યન્ત અભાવ ન હોવાથી તે પર્યા અત્યન્તાભાવના અપ્રતિયોગી હોવા છતાં મિથ્યાત્વાદિ પર્યાને દવંસ તે થયો જ હોવાથી તે પર્ય વંસપ્રતિયોગી જ છે, અપ્રતિયોગી નથી. તેથી એ પર્યાયે શક્તિરૂપ ન બનવાથી અતરાત્માને શક્તિથી બહિરાત્મ માનવાની આપત્તિ આવતી નથી. એમ અભવ્યાદિમાં અન્તરાત્માદિ શક્તિના અભાવની આપત્તિ પણ આવતી નથી કારણ કે અન્તરાત્મપદપ્રવૃત્તિનિમિત્તભૂત જે સમ્યકૃત્વ અને પરમાત્મપદ પ્રવૃત્તિનિમિત્તભૂત જે કેવલજ્ઞાનાદિ, તે ધર્મોને તેઓમાં અત્યન્તાભાવ હોતો નથી. પણ આવરણ કયારે ય ખસતું ન હોવાથી એ પ્રકટ થતા નથી. અમે અન્યત્ર કહ્યું છે કે “આમાં પોતે નિરંજન હોવા છતાં વ્યવહાર કુશળે તેનું અંજન પણ કહે છે. જેમકે પ્રકાશ સ્વભાવવાળો સૂર્ય પણ વાદળોની પંક્તિથી અંજાઈ (ઢંકાઈ) જઈ પૃથ્વી પર પ્રકાશ કરતું નથી.
[અભવ્યાદિ શક્તિથી અંતરાત્મા નથી] પૂર્વપક્ષ - અંતરામપદની પ્રવૃત્તિના નિમિત્તરૂપે સમ્યગ્ગદર્શનાદિ સામાન્યને ન માનતાં ક્ષાપશમિક સમ્યગ્દર્શનાદિને માનવા જોઈએ, કારણ કે નહિતર તે સમ્યગદર્શનાદિ પરમાત્મામાં પણ રહ્યા હોવાથી તેઓને વિશે પણ “અંતરાત્મા’ પદને પ્રગ થવાની આપત્તિ આવે. અને ક્ષાપશમિક સમ્યગદર્શનાદિનો અત્યન્તાભાવ તે અભવ્યમાં પણ અબાધિત જ છે કારણ કે અભવ્યને તે પર્યાયે ક્યારે ય પ્રાપ્ત થતા નથી
અભવ્યાદિને પણ કેવલજ્ઞાન-સમ્યક્ત્વ આદિનો અત્યન્તાભાવ નથી, માત્ર આવરણ ક્યારે ય ખસતું ન હોવાના કારણે એ ક્યારેય પ્રકટ થતા નથી.” ઈત્યાદિ