________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૨૫
.. अन्ये तु-मिथ्यादर्शना दिभाव परिणतो बाह्यात्मा, सम्यग्दर्शनादिपरिणतस्त्वन्तरात्मा, केवल. ज्ञानादिपरिणतस्तु परमात्मा । तत्राद्यगुणस्थानत्रये बाह्यात्मा, ततः परं क्षीणमोहगुणस्थान यावदन्तरात्मा, ततः परं तु परमात्मेति । तथा व्यक्त्या बाह्यात्मा शक्त्या परमात्मान्तरात्मा च । व्यक्त्याऽन्तरात्मा तु शक्त्या परमात्मा, अनुभूतपूर्वनयेन च बाह्यात्मा । व्यक्त्या परमात्मा अनुभूतपूर्व नयेनैव बाह्यात्मान्तरात्मा चेति । तथा च संग्रहगाथे
'वत्तीए बज्झप्पा सत्तीए दोवि अंतरप्पा य। सत्तीए परमप्पा बज्झप्पा भूअपुव्वेण ।१। वत्तीए परमप्पा दोवि पुण णएण भूअपुव्वेण । मीसे खीणसजोगे सीमन्धरा ते तओ हुति ॥२।। त्ति ।
આ બાબતમાં આવી પણ પ્રરૂપણું છે.—વ્યક્તિ રૂપે બાહ્યાત્મા એવા મિથ્યાવી વગેરે જીવ શક્તિથી પરમાત્મા તેમજ અન્તરાત્મા છે (એટલે કે તેઓમાં અત્તરાત્મા તેમજ પરમાત્મા બનવાની શક્તિ રહેલ છે) વ્યક્તિ રૂપે અંતરાત્મા એવા સમ્યફી આદિ જી શક્તિથી પરમાત્મા છે તેમજ અનુભૂતપૂર્વનયથી બાહ્યાત્મા છે. એમ વ્યક્તિરૂપે પરમાત્મા એવા કેવળી આદિ આત્માઓ અનુભૂતપૂર્વનયથી બાાત્મા અને અન્તરાત્મા છે. આવું જ આ બે સંગ્રહગાથાઓમાં જણાવ્યું છે–વ્યક્તિથી બાહ્યાત્મ શક્તિથી અંતરાત્મા અને પરમાત્મા બને છે, વ્યક્તિથી અંતરાત્મા શક્તિથી પરમાતમાં છે અને ભૂતપૂર્વનયથી બાહાત્મા છે પેલા વ્યક્તિથી પરમાત્મા ભૂતપૂર્વનયથી બાહાત્મા અને અન્તરાત્મા બને છે વ્યક્તિથી આ ત્રણે જાતના આત્માઓ અનુક્રમે મિશગુણઠાણુરૂપ, ક્ષીણમેહગુણઠાણારૂપ અને સગી કેવળી ગુણઠાણારૂપ સીમાને ધારે છે અહીં મિશ્ર અને ક્ષીણમાહ એ ઉત્તરમર્યાદાઓ જાણવી અને સાગકેવળી તે પૂર્વ મર્યાદા જાણવી.
[શક્તિને તિર્યક-ઊર્વ સામાન્યરૂપ મનાય નહિ] જો કે અહીં પ્રશ્ન તે છે જ કે શક્તિ એટલે શું ? ભિન્ન ભિન્ન વ્યક્તિમાં રહેલ સમાનધર્માત્મક જાતિ રૂપ જે તિર્લફસામાન્ય તે અહીં શક્તિરૂપે લઈ શકાય તેમ નથી કારણ કે એમ માનીએ તે બાહ્યાત્મા એવા મિથ્યાત્વી આદિમાં શક્તિથી અંતરાત્મત્વ હોવા છતાં સમ્યગૃષ્ટિવાદિ સમાન ધર્મરૂપ સમ્યગૃષ્ટિતુલ્યત્વ ન હોવાથી તેમાં શક્તિથી પણ અંતરાત્મત્વ કહી શકાશે નહિ. ગમે તે સમાન ઘર્મરૂપ તુલ્યત્વ લઈને શક્તિથી અંતરાત્મત્વ ઘટાવવાનું હોય તે તે આત્મા ધર્મને લઈને પરમાત્માને પણ શક્તિથી અંતરાત્મા કહેવાને અતિપ્રસંગ આવે. શક્તિ એટલે ઊર્વતાસામાન્ય પણ માની શકાય તેમ નથી કારણ કે એક આત્માગત પૂર્વાપર પર્યાયમાં સાધારણ અર્થાત્ એક અન્વયી અનુગત દ્રવ્ય જ ઊર્ધ્વતા સામાન્યરૂપ હોવાથી, જે બાહ્યાભામાં અન્તરાત્માદિરૂપ પર્યાય પહેલાં કયારેય થયો નથી કે ભવિષ્યમાં થવાને પણ નથી તેનું આત્મદ્રવ્ય અન્તરાત્મ१. व्यक्त्या बाह्यात्मा शक्त्या द्वावपि अंतरात्मा च । शक्त्या परमात्मा बाह्यात्मा भूतपूर्वेण ।। २. व्यक्त्या परमात्मा द्वावपि पुनर्नयेन भूतपूर्वेण । मिश्रे क्षीण-सयोगे सीमन्धरास्ते त्रयो भवन्ति ।।