________________
અધ્યાત્મમતપરીક્ષા લે, ૧૨૪–૧૨૫
..ज्ञानस्यैकान्तंशुद्धावात्मकान्ततस्तदा शुद्धचेद् यद्यात्मा ज्ञानमेव भवेत् , न चैवमस्ति, किन्तु 'ज्ञानमात्मैव, आत्मा तु ज्ञानद्वारा ज्ञानमन्यद्वाराऽन्यदपि' इति सकलगुणसमुदायरूपस्यात्मनः सकलतच्छुद्धावेवैकान्ततः शुद्धिः, आत्मनः शुद्धौ तु ज्ञानादेः शुद्धिरावश्यकी, तस्यैकान्ततस्तदभिन्नत्वात् । इदमत्रावधेयं यद्-ज्ञानादिगुणानां परस्पर ज्ञानात्मनोश्चाऽतद्भावरूपं भेदमाश्रित्याऽपृथग्भावरूपोऽभेदो यदा प्रतिपाद्यते तदाऽऽमा ज्ञानमेवेति न प्रयोगः, यदा तु निखिलोऽऽत्मगुणानां ज्ञानेन सहाभेदवृत्तिराश्रीयते तदा स्यादेव तथा प्रयोगः, पर ज्ञानस्यैव नकान्ततः शुद्धत्वव्यवहार इति न तदाश्रयस्य तत्प्रसङ्गः। ॥१२४।। नन्वेवमात्मन एकान्ततः संशुद्धयभावे केवलिनः परमात्मत्व न स्थादित्याशङ्कायामाह
एवं परमप्पत्तं नाणाइदुवारग मुणेअव्वं ।
सव्वह परमप्पत्तं सिद्धाण चेव संसिद्धं ॥१२॥ __ (एव परमात्मत्व ज्ञानादिद्वारक मुणितव्यम् । सर्वथा परपात्नत्व सिद्धानामेव संसिद्धम् ।।१२५॥) મનાય નહિ કારણ કે “જ્ઞાન આત્મા જ છે એવો નિયમ હોવા છતાં “આત્મા જ્ઞાન જ છે' એ નિયમ નથી. તેથી આત્મા અમુક અપેક્ષાએ જ્ઞાનભિન્ન પણ સંભવિત હોવાથી એ અંશે અશુદ્ધ પણ હોઈ શકે છે. - જ્ઞાનની સર્વથા શુદ્ધિ હેવામાં આત્માની પણ સર્વથા શુદ્ધિ ત્યારે જ સિદ્ધ થાય જે આત્મા માત્ર જ્ઞાનરૂપ જ હોય, પણ એવું તે છે નહિ. વ્યવસ્થા તો એવી જ છે કે “જ્ઞાન, માત્ર આત્મારૂપ જ છે જ્યારે આત્મા જ્ઞાન દ્વારા જ્ઞાનાત્મક અને અન્યત્ર દશદિ દ્વારા અન્યાત્મક =દર્શનાદ્યાત્મક પણ હોય છે. તેથી સર્વગુણસમુદાયરૂ૫ આત્મા, પિતાના સર્વગુણની સર્વથા શુદ્ધિ (સંપૂર્ણતા) થએ તે જ સર્વથા શુદ્ધ થાય છે. તેથી જ્ઞાનની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ હોય જ એ એકાન્ત નથી. જ્યારે આત્માની શુદ્ધિમાં જ્ઞાનની શુદ્ધિ અવશ્ય હોય જ છે કારણ કે જ્ઞાન આત્માથી સર્વથા અભિન્ન છે પણ આત્મા જ્ઞાનથી સર્વથા અભિન્ન નથી. અહીં આ તાત્પર્ય છે કે-જ્યારે જ્ઞાનાદિ ગુણેને પરસ્પર અને સ્વાશ્રય આત્મા સાથે અતદ્દભાવરૂપ ભેદ (અતાદામ્યરૂપ ભેદ)નો આશ્રય કરીએ ત્યારે પણ જ્ઞાનાદિ ગુણે આશ્રયથી પૃથગૂ મળતાં ન હોવાથી અપૃથભાવરૂપ અભેદ કહી શકાય તેમ છે, પણ ત્યારે “આત્મા, જ્ઞાનરૂપ જ છે' એવો પ્રયોગ થતો નથી. પરંતુ જ્યારે એક જ આશ્રયવાળા હોવાના કારણે આત્માના સઘળા ગુણેની જ્ઞાન સાથેની અભેદવૃત્તિને આશ્રય કરાય ત્યારે એવો પ્રયોગ થઈ શકે છે. પણ તે વખતે એ વાત ધ્યાનમાં રાખવાની કે કેવલી અવસ્થામાં અઘાતિકર્મક્ષયજન્ય ગુણે શુદ્ધ ન હોવાથી તદભિન્ન જ્ઞાનને પણ એકાન્ત શુદ્ધ હવાને વ્યવહાર થતો નથી તેથી તેના આશ્રયભૂત આત્માને પણ તે વ્યવહાર કરવાની આપત્તિ આવતી નથી. ૧૨૪
આ રીતે જે આત્મા એકાન્ત શુદ્ધ થયો ન હોય તે તે કેવળીઓને પરમાત્મા કહી શકાશે નહિ એવી શંકાને મનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે