________________
૩૩૪
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૨૧
- अथ यो भगवतां भुक्त्यभावमतिशयमेव मन्यते तमुपहसितुमाह
जो पुण भुत्तिअभावो केवलिणो अइसउत्ति जंपेइ ।
सो वायामित्तेणं साहेउ सुहं खपुप्फंपि ॥१२१॥ (यः पुनर्भुक्त्यभावः केवलिनोऽतिशय इति जल्लति । स वाङ्मात्रेण साधयतु सुखं खपुष्पमपि ॥१२१॥) ... यः खलु केवलिनां कुतो न भुक्तिः ? इति प्रश्ने भुक्त्यभावातिशयादित्युत्तरयति स खलु चक्षुषी निभील्य प्रश्नमेवोत्तरयति । किश्चास्य देवानांप्रियस्य निजवागूलीलामात्रेणेवासिद्धसाधनकुतूहलकृतो गगनकुपुममध्यात्मलाभाय प्रष्टव्य स्यात् । अथ भुक्त्यभावातिशयोपदेशकागमाद्भु क्त्यभावः साध्यत इति तात्पर्यमिति चेत् ? न, भुक्तिप्रतिपादकस्यैवागमस्य व्यवस्थितत्वाद्,
પૂર્વપક્ષ -એ નિયમમાં “નિહર” શબ્દનો અર્થ એ છે કે રસીભૂત આહાર પુદ્ગલોને આહારપર્યાપ્તિ વગેરેથી નીરસ કરવા. આવો નિર્ધાર કેવળીઓને પણ હોય જ છે તેથી આ નિયમનું ઉલ્લંઘન નથી અને નીરસ થ વેલ તે પુદગલે જઠરાગ્નિથી ભસ્મીભૂત થઈ જતા હોવાથી જુગુપ્સનીય પુરીષાદિ પણ હોતા નથી.
ઉત્તરપક્ષ - તમારી આ વાત યુક્તિવિકલ છે કારણ કે તેવું નિરસીકરણ નિહરપદ વાચ્ય નથી. કદાચ નિહરપદવાણ્યું હોય તે પણ કવલાહાર તે પુરીષાદિરૂપ નિહરવિશેષને વ્યાપ્ત હોવાથી એ નિયમમાં તફૂપનિહરવિશેષ જ ઘટકીભૂત છે. અર્થાત કલાહાર હોય તે પુરીષાદિરૂપ નિહરવિશેષ હોય જ” એવો નિયમ હોવાથી પુરીષાદિક તે માનવા જ પડે છે. વળી શાસ્ત્રમાં અદશ્ય નિહરાદિ કહ્યા હોવાથી નિહરાદિ હતા જ નથી એવી કલ્પના કરવી ઉત્સવ છે તેથી ઉત્સવથી હણાયેલા તમારા કુતકનો નિરાસ કરવાના વધુ પ્રયાસથી સયું. ! ૧૨૦ - કવલાહાર ન હો” એ કેવળીઓને એક અતિશય છે એવું માનનારને ઉપહાસ કરતાં ગ્રન્થકારશ્રી કહે છે
[ ભેજનાભાવને અતિશય માનનારની ઉપહાસ્યતા] ગાથાથ:- કવલાહારનો અભાવ કેવળીઓને અતિશય છે” એવું જે કહે છે તે તેં એ અતિશયને યુક્તિ વિનાના વચનમાત્રથી જ સાધતા હોવાથી એ રીતે વચનમાત્રથી જ આકાશ પુષ્પની પણ ભલે સિદ્ધિ કરે !
કેવળીઓને ભોજન કેમ હોતું નથી ? એવા પ્રશ્નનો “કારણ કે તેઓને ભોજન ન કરવારૂપ અતિશય હોય છે. એ જે વાદી જવાબ આપે છે એ ખરેખર તે આંખ મીંચીને પ્રશ્નનું જ જવાબ તરીકે પુનરાવર્તન કરે છે. વળી અસિદ્ધ વસ્તુની પિતાના વચન માત્રથી સિદ્ધિ કરવાના કુતૂહલવાળા એને તે “તારા વચન માત્રથી જ આકાશપુપને પણ કેમ સિદ્ધ કરતા નથી ?” એવું પૂછવું જોઈએ. અર્થાત્ જેમ બોલવા માત્રથી કંઈ આકાશપુપ ઉત્પન્ન થઈ જતું નથી એમ કેવળીઓને ભેજનાભાવ અતિશય પણ તારા બેલવા માત્રથી ઉત્પન્ન થઈ જતું નથી.