________________
કેલિભક્તિવિચાર
૩૩૩
एतेन 'तप्तायोगोलके जलमिव तज्जाठरानलेऽशितमपि भस्मीभवति' इति पामरोपन्यस्तो दृष्टान्तः परास्तः । किञ्चैतादृशाऽप्रामाणिकातिशयकल्पन आहार विनापि शरीरस्थितिप्रयोजक एवातिशयः कुतो न कल्प्यते १-'मोहे सत्याहारावश्यंभावः' इत्येन नियममुल्लय न तत्कल्प्यते-इति चेत् १ 'कवलाहारे सति निर्हाराऽवश्यंभावः' इस्येन नियममुल्लध्यापरमपि कथ कल्पनीय ? 'रसीभूताहारपुद्गलानामाहारपर्याप्त्यादिना नीरसीकरणमेव निर्हार इत्युक्तकल्प. नायां नोक्तनियमातिक्रमः' इति तु रिक्त वचः, तस्य निर्हारपदाऽवाच्यत्वात् , कवलाहारस्य निहर्हारविशेषेण व्याप्तत्वाद्वेति किमुत्सूत्रोपहतकुतर्कनिरासप्रयासेन ? ॥१२॥
ઉત્તરપક્ષ – એ વાત અયુક્ત છે કારણ કે પર્યાતિસહકૃત જઠરાનલ જ રસીભૂત આહારને વિવિઘ પરિણતિવિશેષરૂપે પરિણુમાવવામાં નિયામક છે, માત્ર પર્યાપ્ત નહિ. એ પરિણામે કરવામાં જે જઠરાનલ સક્રિય ન હોય તે તે ત્યાં હાજર રહેલે તેને ઉદ્દભૂતસ્પર્શ આહારને ભસ્મ જ શા માટે ન કરી નાખે? “આહારપર્યાપ્તિથી થતે રસપરિણામ જઠરાનલથી થતા આહારના દાહમાં પ્રતિબંધક હોવાથી આહાર બળી જતો નથી” એવું પણ ગૌરવરૂપ હોવાથી માની શકાતું નથી.
[નીહારાભાવનો અતિશય માનવામાં આપત્તિ]. આથી જ-જેમ લેખંડના તપેલા ગોળા પર પડેલું પાણીનું બિન્દુ ઊડી જાય છે તેમ તેઓના જઠરાનલમાં ખાધેલું અન્ન ભસ્મીભૂત થઈ જાય છે–એવું પામરે કહેલું દૃષ્ટાન્ત પણ પરાસ્ત જાણવું કારણ કે એવું હેવામાં આહાર ઘાતઆધિરૂપે પરિણત જ ન થવાથી શરીરકૃશતાદિ થવાની આપત્તિ આવે. વળી આ અપ્રામાણિક અતિશય પણ કલ્પી શકાતું હોય તે તે આહાર વિના પણ તેઓનું શરીર ટકાવી રાખે એ જ કે અતિશય શા માટે ન કપ ?
પૂર્વપક્ષ-શ્રીતીર્થકરાદિને છસ્થાવસ્થામાં પણ જુગુરૂનીય નીહારાદિ હતા નથી. તેથી એ ઉપપન્ન કરવા છદ્મસ્થાવસ્થામાં પણ આહાર વિના જ શરીરસ્થિતિ હવાને અતિશય માનવો પડે, જે માનવામાં “મેહની હાજરીમાં અવશ્ય આહાર હેય જ' એવા નિયમનું ઉલ્લંઘન થઈ જાય. એ નિયમનું ઉલ્લંઘન થવાના ભયે છઘસ્થાવસ્થામાં આહાર વિના જ શરીરસ્થિતિ હોવાને અતિશય માની શકાય તેમ જે ન હોય તે પછી “આહાર હોવા છતાં નીહાર હેત નથી એવો અતિશય જ માનવે પડે, અને તે પછી કેવળી અવસ્થામાં પણ એ જ અતિશયથી જુગુપ્સનીય નીહારને અભાવ ઉપપન હોવાથી આહારવિના શરીરસ્થિતિ હોવાને અતિશય માની શકાતું નથી.
[કલાહારની હાજરીમાં નીહાર આવશ્યક] ઉત્તરપક્ષ- કવલાહાર હવામાં નીહાર પણ અવશ્ય હોય જ એવા નિયમનું ઉલ્લંઘન કરીને “કેવળીઓને નિહર હોતે નથી” એવો અતિશય પણ શી રીતે કલ્પી શકાય ?