________________
૩૨૪
અધ્યાત્મમતપરીક્ષા શ્લો. ૧૧૭
. न खलु कवलाहारमात्रेण भगवतां रसनेन्द्रियजन्यज्ञानोत्पत्तिप्रसङ्गः, विषयसत्त्वेऽपि
मतिज्ञानावरणक्षयोपशमरूपतत्कारणीभूतलब्धीन्द्रियाभावात् , अन्यथा सभाभूमौ सुरविकीर्णबहल कुसुमपरिमलादपि घ्राणेन्द्रियोद्धवमतिज्ञानप्रसङ्गात् । उक्त' च-नाद्यः पक्षः, तावन्मात्रेण रसनेन्द्रियज्ञानाऽसंभवात् , अन्यथाऽमरनिकरनिरन्तरनिर्मुक्तकुसुमपरिमलादिसंबन्धात् घ्राणेन्द्रियज्ञानमपि भवेद्' इति । स्यादेतत्-कवलाहारो हि न स्वरूपतः सुख दुःख वा जनयति, अपि तु रसनेन्द्रियजन्यमधुरतिकादिरसोद्बोधद्वारा, अत एव पित्तद्रव्येण तिक्तरसोद्बोधाच्छकराभक्षणादपि दुःखोद्भवः, इति भगवतां तज्जन्यसुखस्वीकारे तज्जनकमधुरादिरसरासनप्रसङ्ग इति चेत् ? न, भगवतां कवलाहाररसास्वादजन्यसुखदुःखानुत्पत्तावपि ततः क्षुदादिदुःखनिवृत्तेस्तज्जन्यसुखोत्पत्तेर्वा संभवात् , तिक्ताद्यौषधादेरिव धातुसाम्यद्वारव तस्य तद्धेतुत्वात् । अत एव रसास्वाद वर्जयित्वैव भुञ्जतामप्रमत्तयतीनां न तत्फलानुपपत्तिः।।
[ કવલાહાર માત્રથી મતિજ્ઞાનોત્પત્તિ થઈ જતી નથી] કવલાહાર કરવા માત્રથી કંઈ કેવળીને રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનસ્પત્તિને પ્રસંગ નથી, કારણ કે વિષયાત્મક કારણ હાજર હોવા છતાં મતિજ્ઞાનાવરણક્ષયોપશમાત્મક ઈતરકારણરૂપ લબ્ધીન્દ્રિયને અભાવ છે. આવી લબ્ધીન્દ્રિયની ગેરહાજરીમાં પણ જે મતિજ્ઞાનાત્મક કાર્ય થઈ જતું હોય તે તે સમવસરણમાં દેએ વરસાવેલા પુષ્પની સુગંધરૂપ વિષયથી પણ ધ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાન થવાને પ્રસંગ ઊભે થશે. રત્નાકર અવતારિકામાં કહ્યું જ છે કે “પહેલે વિકલ્પ યુક્ત નથી કારણ કે વિષયસંપર્કમાત્રથી રસનેન્દ્રિયજ્ઞાન સંભવિત નથી. નહિતર તે દેના સમૂહથી નિરંતર વરસાવાયેલ કુસુમેની સુગંધાદિના સંબંધથી ઘાણુજન્યજ્ઞાન પણ થવું જોઈએ.” - પૂર્વપક્ષ :-કલાહાર સ્વરૂપતઃ સુખ કે દુઃખને આપતો નથી, કિન્તુ રસનેન્દ્રિયથી - થએલ મધુરતિક્તાદિ રસના ઉદ્દધ દ્વારા જ આપે છે. તેથી જ પિત્તદ્રવ્યના કારણે તિક્તરસને ઉદ્દધ થતું હોવાથી સાકર વગેરે ખાવામાં આવે તે પણ દુઃખને અનુભવ થાય છે. તેથી કેવળીએાને કવલાહારજન્ય સુખ હોય છે એવું માનવામાં એ સુખનું જનક એવું મધુરારિરસનું શાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાન (મધુરાદિરાધ જન્ય) માનવું જ પડશે.
ઉત્તરપક્ષ - કવલાહારના રસને આસ્વાદ કરવામાં સુખ-દુઃખ થાય છે તે મતિજ્ઞાનરૂપ હોય છે. એ સુખ-દુઃખ કેવળી એને ન હોવા છતાં ભૂખ વગેરે રૂ૫ દુઃખ નિવૃત્ત થતું હોવાથી સુખાનુભવ તે હોય જ છે. અથવા રસાસ્વાદ વિના કવલાહારથી પણ સુખાનુભવ થાય જ છે જેમ ઔષધાદિ સ્વાદનું સુખ આપતા ન હોવા છતાં ધાતુઓને સમ કરી સુખાનુભવ કરાવે છે એ જ રીતે કવલાહાર પણ ધાતુસમત્વનું આપાદન કરીને સુખાનુભવ કરાવે જ છે. તેથી જ રસાસ્વાદ કર્યા વિના જ ભજનાદિ કરતાં અપ્રમત્તયતિએને પણ તે આહારજન્ય સુખ રૂપ ફળ અનુપન રહેતું નથી.