________________
ઉપા. યશોવિજયકૃત
[આત્માનો અધિકાર કષાયવિજયની પ્રવૃત્તિ] પ્રકન – જીવ અધિકાર ચલાવે છે એમ કહ્યું તેમાં અધિકાર એટલે શું ?
ઉત્તર :- ક્રોધ-માન-માયા અને લેભ પર વિજય મેળવવા માટેના ઉપાયરૂપ અનુક્રમે ક્ષમા-મૃદુતા–સરળતા અને નિસ્પૃહતા વિશે પ્રવૃત્તિ કરવી એ જ જીવને અધિકાર છે. જ્યાં સુધી કમને અધિકાર ચાલતું હોય છે ત્યાં સુધી જીવ વાસ્તવિક રીતે ક્ષમાદિને ધારી શકતા નથી, કર્મો (જ) જીવસ્વભાવને દબાવી રાખે છે, અર્થાત્ પક્ષપાતપૂર્વક કોધાદિ કરાવી જાય છે. પણ (ચરમાવર્તાદિમાં વર્તતો) જ્યારે જીવ ક્રેધાદિ પર વિજય મેળવવા પુરૂષાર્થ કરે છે ત્યારે તે કર્મની ઉપરવટ થવાને પ્રયત્ન કરે છે. અર્થાત, ધમેહનીયાદિ કર્મો તેને ધાદિ કરાવવા જાય તે પણ પિતે ક્ષમાદિ રાખવા પ્રયત્ન કરે છે. કર્મોની ઉપરવટ થઈને ક્ષમાદિ રાખવાની તેની આ પ્રવૃત્તિ જ તેને અધિકાર કહેવાય છે. અર્થાત્ હવે જીવસ્વભાવ જાગૃત થયે. ટૂંકમાં, ક્ષમાદિથી ધાદિને નિષ્ફળ કરવાના પ્રયત્ન એ જ જીવે પોતે ચલાવેલ અધિકાર છે.
શંકા-ક્ષમા આદિ, ધ વગેરેના અભાવરૂપ છે. તેથી “ક્ષમા, કેધ પર વિજય મેળવવાને ઉપાય છે. એને અર્થ એ થયો કે ક્રોધને અભાવ કરો તો કૈધ પર વિજય મળે તેથી અહીં અન્યાશ્રય દેષ આવશે. અર્થાત્ જ્યાં સુધી ધન અભાવ થશે નહિ ત્યાં સુધી ક્રોધ પર વિજય મળશે નહિ અને જ્યાં સુધી ક્રોધ પર વિજય મળશે નહિ ત્યાં સુધી કે ધન અભાવ થશે નહિ.
સમાધાન :- ક્ષમા વગેરે ધાદિના અભાવરૂપ છે એવું નથી; પણ ક્રોધાદિના પ્રતિપક્ષભૂત જીવપરિણામાત્મક છે. તેથી અન્યાશ્રય દેષ આવતું નથી.
[ઈન્દ્રિયવિજયથી કષાયજય] વળી કષાયજય અને ઈન્દ્રિયજય વચ્ચે કાર્યકારણ ભાવ છે, કેમકે ઈન્દ્રિય કષાયની ઉદ્દીપક છે તેથી જ્યાં સુધી ઈન્દ્રિયે છતાતી નથી ત્યાં સુધી કષાયવિજય થઈ શક્તિ નથી.
પ્ર. :- જીવ જ્યારે પિતાને અધિકાર જમાવે છે ત્યારે જ ઈન્દ્રિયોને પણ જીતી શકે છે, તેથી કષાયજય અને ઈન્દ્રિયજય સમકાલભાવી છે. તે જેમ સમાનકાલે ફૂટનારા ગાયના ડાબા અને જમણું શીંગડા વચ્ચે કાર્યકારણ ભાવ નથી તેમ કષાયજય અને ઈન્દ્રિયજય વચ્ચે તે શી રીતે હોઈ શકે ?
ઉ. - જેમ પ્રદીપ પ્રગટાવવામાં આવે છે એ જ સમયે પ્રકાશ પણ થઈ જાય છે, અર્થાત્ પ્રકાશ અને પ્રદીપ સમકાલભાવી છે અને છતાં તે બે વચ્ચે કાર્યકારણુભાવ છે તેમ સમકાલીન હોવા છતાં કષાયજય અને ઈન્દ્રિયજય વચ્ચે પણ કાર્યકારણભાવ છે. તેથી સ્વભાવસિદ્ધ ક્રિયારૂપ અધ્યાત્મને પ્રકટ કરવા માટે પોતાને અધિકાર જરૂરી છે, અને તે માટે કષાયજય અને ઈન્દ્રિય જય જરૂરી છે.