________________
ઉ૦
અધ્યાત્મમત પરીક્ષા હૈ. ૧ી
न खलूत्सर्गमार्गपालनाऽक्षमस्थानाचारादिभ्यतो मृदुमार्गपालनरूपोऽपवादः केवलिनां संभवति, भयमोहनीयसत्ताया अप्यभावात् । न च कारणिकत्वलक्षणमापवादिकत्वं प्रमादिफत्वव्याप्तमस्ति । स्यादेतद्वैयावृत्त्यवेदनादीनों कारणानां प्रवर्ततां निवर्त्ततामित्याद्याकारकेच्छाविषयतयैवाहारप्रवृत्तिहेतुत्वात् कथं न कारणिकाहारग्रहणे केवलिनां सरागत्वप्रसङ्गः १ ज न क्षुद्वैदनायाः स्वरूपत एव तत्र हेतुत्वान्नोक्तदोष इति वाच्यम् , दुःखनिवृत्त्युपायप्रवृत्तौ दुःखस्य स्वतोऽनुपयोगित्वात् विद्यमानस्येवाविद्यमानस्यापि दुःखस्य निवृत्त्यर्थितथैव प्रवृत्तेश्च । मैवम् , दुःखनिवृत्त्यर्थिप्रवृत्तौ दुःखनिवृत्तीच्छाया हेतुत्वेऽपि विद्यमानदुःखनाशोपाये वीतरागप्रवृत्ती विद्यमानदुःखस्य विनैवेच्छामनौचित्यवर्जकत्वेनोपयोगात् । वस्तुतः सर्वत्र क्षुदेवाहारप्रवृत्तिहेतुबुभुक्षा तु क्वाचित्की, सत्यामपि तस्यां मन्दाग्नेर्वि ना क्षुधं तदभावात् । एतेन 'बुभुक्षैव तद्धतुः, न तु क्षुत् , मानाभावात्' इति परास्तम् ॥१८९।। [આહાર કારમાં પણ ઈચ્છા દ્વારા જ આહાર પ્રવૃત્તિ જનતા-પૂર્વપક્ષી
પૂર્વપક્ષ – વૈયાવૃજ્યાદિ કારણેએ આહાર લેવાનું વિધાન છે. એ કારણે ઉપસ્થિત થવા માત્રથી આહારમાં પ્રવૃત્તિ કરાવતા નથી પણ “મારાથી વૈયાવચ્ચ થાઓ” અથવા “મારી સુદના દૂર થાઓ” એવી ઈચ્છા કરાવવા દ્વારા પ્રવૃત્તિ કરાવે છે. તેથી તેવું તેવું કારણ ઉપસ્થિત હોય ત્યારે ય આહાર ગ્રહણ કરવામાં કેવળીઓને સરગી બનવાની આપત્તિ આવશે “ભૂખની વેદના સ્વરૂપથી આહારગ્રહણ પ્રવૃત્તિમાં હેતુભૂત છે, પણ એવી ઈરછા દ્વારા નહિ” એવું પણ કહેવું નકામું છે કારણ કે દુઃખની નિવૃત્તિના ઉપાયમાં પ્રવૃત્તિ થવામાં દુઃખ સ્વતઃ અનુપયોગી છે અર્થાત્ દુખ પોતે કઈ ભાગ ભજવતું નથી. કારણ કે અવિદ્યમાન એવા ભવિષ્યકાલીન દુઃખની નિવૃત્તિની ઇચ્છાથી પણ પ્રવૃત્તિ થાય જ છે. ભવિષ્યમાં વૃદ્ધાવસ્થાદિના દુઃખ ન આવી પડે એવી ઈચ્છાથી તે માટે કપેલા ઉપાયભૂત ધનસંગ્રહમાં લોકો પ્રવૃત્તિ કરે જ છે. તેથી દુઃખ સ્વતઃ પ્રવૃત્તિ કરાવતું નથી પણ દુઃખ નિવૃત્તિની ઇચ્છા જ નિવૃત્તિના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. [દુઃખનાશની કેવળીની પ્રવૃત્તિમાં દુઃખ જ હેતુ, ઈછા નહિ-ઉત્તરપક્ષ]
ઉત્તરપક્ષ – દુઃખને દૂર કરવાના અથી એની પ્રવૃત્તિમાં દુઃખ દૂર કરવાની ઈરછા હેતુભૂત હોવા છતાં વિદ્યમાન દુઃખના નાશના ઉપાયમાં વીતરાગ જે પ્રવૃત્તિ કરે છે તેમાં તે ઈચ્છા વિના પણ વિદ્યમાન દુઃખ જ હેતુભૂત બને છે. કેવળીએ સહજ રીતે જ કઈ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી. અર્થાત્ અનૌચિત્યનું વર્જન એ તેઓના સ્વભાવભૂત હોય છે. દુઃખની હાજરીમાં શારીરિક અશક્તિ આદિના કારણે લથડિયાં ખાવા વગેરે રૂપ અનૌચિત્ય સંભવિત હોવાથી અનૌચિત્ય વર્જવાના - ભાવવાળા કેવળીએ, તેને અવકાશ જ ન રહે એ રીતે દુઃખ હોવા માત્રથી જ