________________
ર૮૬
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૦૧
. ... नन्वेवमिदानीन्तनप्रायश्चित्तानामपूर्वकरणमकुर्वतां कथं निकाचितकर्मक्षपकत्वं ? इति चेत् ? इदानीन्तनचारित्रस्य मोक्षजनकत्वमिव साक्षान्न कथंचित्, परंपरया तु तद्वदेव संभवीति संभावय । प्रवृत्तिस्तु तत्र कर्मबन्धकर्मानुबन्धापनयनार्थितयैवेति नानुपपत्तिः। एतेन "तद्भवयोग्यनिकाचितकर्मणो भोगादेव क्षये किमर्थं तत्र प्रवृत्तिः ?' इत्यपास्त, निकाचितानामपि बहुकालस्थितिनां ज्ञानावरणीयादीनां क्षयाय तत्रप्रवृत्तेः । પણ તેવા શુભ અધ્યવસાયે મુખ્યત્વે તીવ્રતપથી જ ઉત્પન્ન થતા હોવાથી તે દ્વારા થતાં કર્મક્ષય પ્રત્યે પણ તેની જે હેતુના આગમમાં કહી છે તે અસંગત જરાય નથી એ જાણવું.
શંકા :-પ્રાયશ્ચિત્તાદિ, અપૂર્વકરણ દ્વારા જ નિકાચિત કર્મોને ક્ષય કરે છે એવું જે કહેશે તે આ પંચમકાળમાં સાધુ વગેરેથી કરાતા પ્રાયશ્ચિત્ત અપૂર્વકરણજનક બનતાં ન હોવાથી નિકાચિતકર્મોનો ક્ષય શી રીતે કરશે ? [ સાંપ્રતકાલીન પ્રાયશ્ચિત્તાદિ પણ પરપરાએ નિકાચિત કર્મક્ષપક]
સમાધાન :--જેમ સાંપ્રતકાલીન ચારિત્ર કઈ રીતે સાક્ષાત્ મોક્ષજનક બનતું ન હોવા છતાં પરંપરાએ તે બને જ છે તે રીતે પ્રાયશ્ચિત્ત પણ પરંપરાએ નિકાચિતકર્મક્ષપક બની શકે જ છે એમ જાણવું.
શંકા છતાં આને અર્થ તે એ જ થાય છે કે જ્યાં સુધી અપૂર્વકરણાદિ ન પ્રવર્તે ત્યાં સુધી તે કરેલા પ્રાયશ્ચિત્તાદિ પણ નિકાચિતકર્મને ક્ષય કરતાં નથી. તેથી અપૂર્વકરણપ્રાપ્તિ પૂર્વે જ જેને વિપાકકાળ આવી જવાનું હોય તેવા નિકાચિત કર્મોને તે પ્રાયશ્ચિત્તાદિ કરવા છતાં ભોગવવા જ પડે છે. તેથી પિતે બાંધેલા કર્મો તેવા (અપૂર્વકરણ પ્રાપ્તિ પૂર્વે જેને વિપાક કાળ આવી જાય એવા) નથી જ એ નિશ્ચય ન હોવાના કારણે પ્રાયશ્ચિત્ત કરવા છતાં સ્વકૃતકર્મને ભોગ આશંકિત જ રહેતું હોવાથી પ્રાયશ્ચિત્તાદિમાં સાંપ્રતકાલીન સુજ્ઞ પ્રવૃત્તિ કરશે ?
[ સાંપ્રતકાલીન પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિ સુસંગત ] સમાધાન પ્રાયશ્ચિત્તાદિ, થએલા કર્મબંધને દૂર કરે છે અને પડેલા અશુભનુબંધને તેડે છે. તેથી કર્મબંધ-કર્મ અનુબંધ ને દૂર કરવાની ઈચ્છાથી પણ પ્રાયશ્ચિત્તાદિની પ્રવૃત્તિ થતી હોવામાં કે અનુપપત્તિ નથી. (તાત્પર્ય એ છે કે થઈ ગએલ દુષ્કૃતથી બંધાએલ કર્મો પોતે ભોગવવા ન પડે એવી ઈછા તે જીવને પ્રવર્તે જ છે. તેથી એ ભોગવવા ન પડે એ માટેના ઉપાયને જીવ શેતે હોય છે. એ ભગવટામાંથી પિતાને બચાવ કરી શકે એ જે કઈ સ્વાધીન ઉપાય હોય તો એ પ્રાયશ્ચિત્ત જ છે એમ તેણે ખાતરી થવાથી એ પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરે છે. ] એ કારણથી જ “તે ભવમાં જ ભોગવવાને યોગ્ય એવા નિકાચિત કર્મોનો ભોગથી જ ક્ષય થવાને હોવાથી પ્રાયશ્ચિત્તાદિમાં પ્રવૃત્તિ અનુપ પન્ન થશે એવી શંકા પણ નિરસ્ત થઈ જાય છે, ઉપરાંત,