________________
કેવલિભક્તિવિચારાન્તગતત–વૃત્તિવિચાર
૨૭૧
'जच कयत्थस्स वि से अणुवगयपरोवगारिसाभव्व । परमहियदेसयत्त भासयसाभव्वमिव रविणो ॥ किंच कमलेसु राओ रविणो बोहेइ जेण सो ताई ॥
कुमुएसु य से दासो ज ण विबुझंति से ताई। 'ज बोहमउलणाई सूरकरामरिसओ समाणा उ ।
कमलकुमुआण तो त साभव्व तस्स तेसिं च ॥ ४जह वोलूगाईण पगासधम्माविसेसदोसेण ।
उइओ वि तमोरूवो एवमभव्वाण जिणसूरो ।। કરે છે. આગમમાં પણ કહ્યું છે કે “તે જિનનામકર્મ શી રીતે વેદાય છે? (એવા પ્રશ્નનો ઉત્તર-) ગ્લાનિરહિત ધર્મદેશનાદિ કરવા વડે.” તેથી જ ભાષ્યકારે પણ કહ્યું છે કે “કેવળી એકાંતે કૃતાર્થ હોતા નથી કારણ કે ઉદયમાં આવેલા જિનનામકર્મ ખપાવવાનું પ્રયોજન તેઓને ઊભું હોય છે. આ જિનનામકર્મ અવંધ્યફળવાળું હોય છે અર્થાત્ “સમવસરણું, અતિશયયુક્ત વાણી વગેરે ઋદ્ધિ” રૂપ પોતાનું ફળ અવશ્ય આપે જ એવું હોય છે. તેથી એ ઋદ્ધિઓને ભગવ્યા વિના એ ખપે એવું ન હોવાથી દેશનાદાન વગેરે જ તેને ખપાવવાના ઉપાયભૂત થવાના કારણે તેઓ દેશનાદિની પ્રવૃત્તિ કરે છે
પૂર્વપક્ષા–તેમ છતાં જેઓને જિનનામકર્મ નથી તેવા સામાન્ય કેવળીને તે જિનનામકર્મ ખપાવવાનું ન હોવાથી દેશના વગેરે માની શકાશે નહિ.
- ઉત્તરપક્ષ :-જિનનામકર્મ ન હોવા છતાં પૂર્વે જ્ઞાનદાન–અભ્યાસાદિથી બાંધેલ નિકાચિત પુણ્યપ્રકૃતિઓ તો તેઓને પણ હોય જ છે જેને ખપાવવા માટે તેઓને પણ દેશનાદિપ્રવૃત્તિ આવશ્યક બને છે.
આમ દેશનાદિ જિનનામાદિને ખપાવવાના ઉપાયભૂત હોવાથી તે તેઓને હોય છે એવું જે કહ્યું એનાથી જ “જિનનામકર્મ જીવવિપાકી હોવાની એની અસર છવપર જ હોય છે, કઠ તાલુઆદિના અભિઘાતાદિ દ્વારા દેશના અપાવવા રૂપે પુદ્ગલ પર પણ નહિ. અર્થાત્ જીવમાં જ તેવા તેવા પરિણામે ઊભા કરીને એ ખપી જાય છે, પણ કંઠતાલુઅભિઘાતાદિ રૂપ પુદ્ગલ પરિણામે કરવા દ્વારા દેશનાદિ પ્રવૃત્તિ કરાવતું નથી – એવું વચન પરાસ્ત જાણવું. કારણ કે જીવવિપાકી એવી કોમેહનીયાદિ પ્રકૃતિઓ પણ ભ્રભંગ-વિલીતરંગારિરૂપ પરિણામે શારીરિક પુદ્ગલમાં પણ ઉભા કરે જ છે. १. यच्च कृतार्थस्यापि तस्यानुपकृतपरोपकारिस्वाभाव्यम् । परमहितदेशकत्व' भासकस्वाभाव्यमिव रवः ॥ २. किं च कमलेषु रागोरवेर्बोधयति येन स तानि । कुमुदेषु वा तस्य द्वषो यन्न विबुध्यन्ते तस्य तानि ।। ३. यदबोधमुकुलने सूरकरामर्शतः समानात् । कमलकुमुदानां ततस्तत् स्वाभाव्य तस्य तेषां च ॥ ४. यथा वोलूकादीनां प्रकाशधर्माऽपि स स्वदोषेण । उदितोऽपि तमोरूप एवमभव्यानां जिनसूरः ॥