________________
કેવલભક્તિવિચાર
,
___ अत एव न तृतीयोऽपि, कादाचित्कस्य सहभावस्याऽकिश्चित्करत्वात् , अन्यथा कदाचितत्तत्सहभूताः पुण्यप्रकृतयोऽपि केवलिनां कार्याऽक्षमतया विपरीताः प्रसजेयुः । चतुर्थपक्षोपक्षेपोऽपि तदुपक्षेपदीक्षाविचक्षणानां न दाक्ष्यसाक्षी, आत्मगुणत्वजात्याष्टकर्मक्षयजन्यानामष्टानामपि गुणानां साजात्यात् तद्घातिनामष्टानामप्यविशेषेण घातित्वप्रसङ्गात् । ज्ञानदर्शनचारित्रवीर्यान्यतरत्वेन साजात्यविवक्षणे तु तस्यः तज्जातीयापनायकत्वस्याऽसिद्धत्वात् , सुखघटितान्यतरत्वस्य च यादृच्छिकत्वात् । नापि पञ्चमः, सर्वासामपि प्रकृतीनां सजातीयप्रकृत्यन्तरकार्याधीनप्रकर्ष शालिकार्यकत्वलक्षणस्य तस्थाऽविशेषादितरस्य च दुर्वचत्वात् । . હોવાથી તેમાં પણ ઘાતીતુલ્યત્વ આવવાના કારણે તેઓને પણ મેહના અભાવમાં સ્વકાર્ય કરવામાં અસમર્થ માનવાની આપત્તિ આવતી હોવાથી બીજો વિકલ્પ પણ ઘટી શક્ત નથી. કહ્યું જ છે કે “સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિઓની સાથે ભેગવાતી અઘાતી કર્મપ્રકૃતિઓ પણ ઘાતીના રસને વિપાક દેખાડે છે. પરંતુ સ્વરસને વિપાક દેખાડવામાં કંઈ તેઓને સર્વદા ઘાતકર્મોની અપેક્ષા હોતી નથી. અર્થાત્ ઘાતીની ગેરહાજરીમાં તેઓ ઘાતીરસ વિપક દેખાડી શકતી નથી પણ સ્વરસવિપાક તે દેખાડી શકે જ છે તેથી મેહના અભાવમાં પણ વેદનીય કર્મ સુધાદિ લગાડે એમાં કઈ વાંધો નથી.
(૩) તેથી જ તૃતીય વિકલ્પ પણ અયુક્ત છે કારણ કે ક્યારેક ઘાતકર્મોની સાથે ભળીને અમુક કાર્ય કરવા રૂપ કાદાચિત્ક સહભાવ અકિંચિકર છે અર્થાત્ મિથ્યાત્વાદિ અવસ્થામાં સુધાદિ પ્રવર્તાવવામાં વેદનીયને હાદિ ઘાતકર્મને જે સહભાવ હોય છે એ કઈ વેદનીયકમને એવું બનાવી શકતું નથી કે જેથી તે મહાદિની ગેરહાજરીમાં સ્વીકાર્ય પણ કરી ન શકે. નહિતર તે પુણ્ય પ્રકૃતિઓ પણ કયારેક ઘાતી કર્મને સહભૂત થઈ કાર્ય કરતી હોવાથી ઘાતકર્મરહિત અવસ્થાવાળા કેવળીઓને પણ સ્વકાર્ય દેખાડી શકશે નહિ.
(૪) ચેથા પક્ષને ઉપન્યાસ પણ પ્રતિવાદીની દક્ષતાને સૂચવતું નથી કારણ કે ઘાતી કર્મથી દૂર કરાતા ગુણની સજાતીયતા જે આત્મગુણત્વ ધર્મને આગળ કરીને લેવાની હોય તે તે એવી સજાતીયતા વેદનીયથી અપનેય ગુણની જેમ નામાદિથી અપનેય ગુણમાં પણ છે જ કારણ કે નામાદિ પણ અરૂપીપણું ઈત્યાદિરૂપ જે ગુણને ઘાત કરે છે તેમાં આત્મગુણત્વ રહેલ જ છે. તેથી આત્મગુણત્વ રૂપે સજાતીય એવા તે આઠે ય ગુણેની ઘાતક આઠ ય કર્મ પ્રકૃતિએને સમાન રીતે ઘાતી માનવાની આપત્તિ આવશે. જે એ સજાતીયતા જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાન્યતર ધર્મને આગળ કરીને લેવાની હોય તે તે એવા ધર્મવાળા ગુણને (જ્ઞાનાદિને) નામાદિની જેમ વેદનીય કર્મ પણ દૂર કરતું ન હોવાના કારણે વેદનીય પણ ઘાતીતુલ્ય બનશે નહિ.