________________
કેવલિભક્તિાવચાર
રરૂપ दुःखप्रतिपक्षभूतः परिणामो हि सुख, दुःख च यद्यत्पापप्रकृतिजन्यं तत्तदुपक्षये तत्तद्गुणान्तर्भ विष्णु सुखमुत्पद्यते । निःशेषसुख पुनरन्याबाधाख्यं सकलकर्मक्षये वेदनीयक्षये वा । तथा च मोहोपक्षयादाविर्भूतं क्षायिकचारित्रमेव विकल्पविरहान्निराकुलत्वैकमूर्ति नित्य सुखमाख्यायतां, न वयमत्र विप्रतिपद्यामहे । न तु तन्मुख्यवृत्त्या क्षायिकं सुखं परिभाषितुं सामंत, क्षायिकसम्यक्त्वादावपि तथापरिभाषाप्रसङ्गात् , अप्रमाणिकपरिभाषाया अनादरणीयत्वाच्च । परिभाष्यतां वा तथा, तथापि न तेन क्षुत्तष्णादिविरोधो, न हि नामान्यकर्मोपक्षयादन्यकर्मजन्यभावप्रतिरोधोऽन्यथा मोहाभावाज्जिनानां मनुष्यगत्यादेरप्यनुदयप्रसङ्गात् ।।८७|| વિભૂતિ થાય છે જેના કારણે તે તે ગુણમાં અંતભૂત એવું સુખ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ જે સુખ અવ્યાબાધ સુખ કહેવાય છે તે સંપૂર્ણ સુખ તે સકલકર્મો ક્ષય કે વેદનીયકર્મક્ષય થવાથી જ ઉત્પન્ન થાય છે. તેથી મોહક્ષયથી આવિર્ભત થયા છો ચારિત્ર, કે જે કોઈપણ જાતના વિકલ્પથી મુક્ત હોવાના કારણે સંપૂર્ણ નિરાકુલમય હોય છે, તેને જ તમે નિત્યસુખ કહો એમાં અમારે કઈ વિવાદ નથી કારણ કે માનસિકાદિ જાતજાતના વિકલ્પો થવાના કારણે ઊભું થતું દુઃખ હવે ક્યારેય થવાનું ન હોવાથી એ સુખ નિત્ય છે. છતાં એને મુખ્યવૃત્તિએ=નિરુપચરિત રીતે ક્ષાયિક સુખ કહેવું યુક્ત નથી. અર્થાત્ સકલમેહક્ષયથી ઉત્પન્ન થયેલ ગુણ જ ક્ષાયિક સુખ છે એવી ક્ષાયિક સુખની પરિભાષા=શાસ્ત્રીય વ્યાખ્યા કરવી યુક્ત નથી. કારણ કે આ રીતે પરિભાષા કરવામાં તે “સલ દર્શન મેહનીયના ક્ષયથી આવિર્ભીત થયેલું ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક સુખ છે' એવી પણ પરિભાષા કરવાની આપત્તિ આવશે. કારણ કે ઉપાદેયાદિના અવિવેકના કારણે થતું દુઃખ હવે ક્યારેય ઉત્પન્ન થવાનું ન હોવાથી ક્ષાયિકસમ્યકત્વગુણરૂપ સુખ પણ નિત્ય છે. વળી ક્ષાયિક ચારિત્રાત્મક નિત્ય સુખ જ ક્ષાયિકસુખ છે એવી પરિભાષા તે કેઈ આગમમાં દેખાતી ન હોવાથી તેમજ તકસિદ્ધ પણ ન હેવાથી અપ્રામાણિક છે. અને તેથી અનાદરણીય છે. અથવા તુષેતુ દુર્જનઃ એ ન્યાયે તેવી પરિભાષા કરે તે પણ એટલા માત્રથી કંઈ તેવા પરિભાષિત સુખોથી સુધાદિને વિરોધ થઈ જતું નથી. બિલાડી જેવું કાર્ય કરતી કોઈ વસ્તુમાં બિલાડીપણાની પરિભાષા કરવા માત્રથી જ કંઈ તે ઉંદરની વિરોધી બની જતી નથી. વળી સુધાદિ તો વેદનીય કર્મજન્ય હોવાથી એનો માહનીયકર્મક્ષયથી પ્રતિબંધ સંભવ નથી. નહિતર તે નામકર્મજન્ય મનુષ્યગત્યાદિને પણ તેનાથી પ્રતિબંધ સિદ્ધ થવાથી તેને પણ અનુદય માનવાની આપત્તિ આવશે. ૮૭
[વેદનીયની મેહસાપેક્ષતાનું નિરાકરણ પ્રતિવાદીઓ “બીજી રીતે પણ વેદનીયકર્મ મેહસાપેક્ષ છે એવું જે કહે છે તેનું નિરાકરણ કરવા ગ્રંથકાર કહે છે