________________
૨૩૦
અધ્યાત્મમપતરીક્ષા લે. ૮૨
प्रशस्तेति वाच्य', तस्या द्वैविध्याऽव्यवस्थानान , आहारसंज्ञात्वावच्छेदेनोक्तकारणजन्यत्वानुपपतेश्च । किं चेयमाहारसंज्ञाहारमात्रं प्रति हेतुः कवलाहारमात्र प्रति वा ? नाद्यः, तां विनापि लोमाहारादिश्रवणात , न द्वितीयः, लोमहारस्येव कवलाहारस्यापि तां विनैव संभवात्तस्यास्तद हेतुत्वात् ।।८२।। एतेने परास्तमित्याह
एयं विणा ण भुत्ती मेहुणसण्णं विणा जह अबंभं ।
इय वयणंपि परेसिं एएण पराकयं णेय ॥८३।। (एतां विना न भुक्तिमै थुनसंज्ञां विना यथाऽब्रह्म । इति वचनमपि परेषां एतेन पराकृत ज्ञेयम् ।।८३।।) ન જોઈ એ તેથી આહાર સંજ્ઞાવિના પણ આહારાદિ સાધુઓને સંભવી શકે છે
શંકા :-જેમ ધનાદિ અંગેનો અપ્રશસ્ત રાગ જ અતિચારરૂપ છે, અરિહંતાદિ વિશે પ્રશસ્તરાગ નહિ, તેમ શરીરની મૂછ વગેરેના કારણે થતાં આહારાદિમાં અંતર્ગત અપ્રશસ્ત આહાર સંજ્ઞા જ અતિચારરૂપ છે, સંયમયાત્રાદિ માટે થતાં આહારમાં અંતર્ગત એવી પ્રશસ્ત આહા૨સંજ્ઞા નહિ.
[આહાર સંજ્ઞામાં પ્રશસ્તતા અસંભવિત]. સમાધાન -રાગાદિની જેમ “આહાર સંજ્ઞા પણ બે પ્રકારની છે એવી કોઈ વ્યવસ્થા શાસ્ત્રોમાં કરેલી દેખાતી નથી. એથી આહાર સંજ્ઞાના તેવા બે ભેદ ન હોવાથી બધી આહાર સંજ્ઞાઓ અપ્રશસ્ત અને અતિચારરૂપ જ હોય છે. વળી “અવમકેષ્ઠતાદિરૂપ જે કારણે છે તેનાથી આહાર સંજ્ઞાવાવ છેદેન આહારસંશા ઉત્પન થાય છે એ વાત પણ પ્રશસ્ત આહારસંજ્ઞા માનવામાં અસંગત થશે. અર્થાત્ “જે કઈ આહારસંશા હોય એ અવમકેષ્ઠતાદિ કારણથી જ ઉત્પન થાય છે એવું આગમવચન એ અવમકોષ્ઠતાદિ વિના પણ આહાર સંજ્ઞાની ઉત્પત્તિ માનવામાં અસંગત થવાની આપત્તિ આવશે,
વળી તમે આહાર સંજ્ઞાને આહારપ્રત્યે જે હેતુ કહો છો તે પણ સર્વ પ્રકારના આહાર પ્રત્યે કે માત્ર કવલાહાર પ્રત્યે? સર્વ પ્રકારના આહાર પ્રત્યે તેમ મનાય નહિ કારણ કે આહારસંસારહિત કેવલી આદિને લેમાહાર તો તમે પણ માન્યો છે. એમ માત્ર કવલાહાર પ્રત્યે પણ તેને હેતુ મનાય નહિ, કારણ કે જેમ તેના વિના માહાર સંભવિત છે તેમ કવલાહાર પણ શા માટે ન સંભવે? કહેવાનો ભાવ એ છે કે દેવએકેન્દ્રિય વગેરેને લેમાહાર આહારસંશા પૂર્વક હેવા છતાં જેમ કેવલીને આહાર સંજ્ઞા વિના જ હોય છે તેમ અવિરત મનુષ્યાદિને કવલાહાર આહાર સંજ્ઞા પૂર્વક હોવા છતાં કેવલી વગેરેને એ વગર પણ હોઈ શકે છે. ૮રા
આહારસંશા વિના પણ મહર્ષિઓને કવલાહાર સંભવિત છે એવા પ્રતિપાદનથી પ્રતિવાદીનું આ વચન વિશેષ પણ પરાસ્ત જાણવું. એવું ગ્રંથકારશ્રી જણાવે છે–
ગાથાર્થ :-મૈથુન સંજ્ઞા વિના જેમ અબ્રહ્મસેવન સંભવિત નથી તેમ આહાર સંજ્ઞા 1. पडिसिद्धाण' करणे किच्चाणमकरणे य पडिक्कमग । असद्दहणे अतहा विवरीयपरूवगाए अ॥४८॥