________________
૨૨૬
અધ્યાત્મમત પરીક્ષા લે, ૮૦
नन्वशनीयोदन्ये अपि वृषस्येव तृष्णाव्यक्तिरूपता मोहोदयजन्ये, ते एव च क्षुत्तष्णा पदाभिधेये इति कथं न तयोस्तजन्यत्वमिति चेत् ? न, पौर्वापर्यभावेन बुभुक्षापिपासाभ्यां क्षुत्तष्णयोभिन्नत्वात् । तथा हि-पूर्व तथाविधाऽसातवेदनीयोदयवशात् क्षुत्तष्णाभ्यां बाध्यते जन्तुः, ततस्तन्निवृत्त्युपाययोरशनपानयोस्तथात्वं प्रमिणोति तृप्त्यादिसाधनतयेष्टसाधनत्व वा, ततो बुभुक्षति पिपासति वा, ततश्च तत्र प्रवर्त्तत इति । तत्र च तदुपायमैत्रीप्रवृत्तिहेतुकतृष्णाया मोहजन्यत्वेऽपि क्षुत्तष्णयोस्तजन्यत्वे न किञ्चित्प्रमाणं पश्यामः । .. अथ मोहनिरोधेनैव तपस्विनां तन्निरोधदर्शनात्तयोस्तज्जन्यत्वमवसीयत इति चेत् ? न, तेषां सर्वथा तन्निरोधाऽसिद्धेः, प्रतिपक्षभावनया बुभुक्षापिपासानिरोधेनैव तदभिभवाद्, अन्यथा शरीरकार्यादि तत्कार्य विलोपप्रसङ्गात् । अथ समानेऽप्यसातवेदनीयोदये मूढामूढानां दुःखप्रकर्षाકેવળીઓને તે મેહનીયકર્મ સર્વથા ક્ષીણ હોવાથી સુધા-તૃષ્ણ શી રીતે સંભવે? વાદીની આવી શંકાને ઉત્તરાર્ધથી જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે કે-તૃષ્ણાથી સંસારી જીવોને દુઃખ ઉત્પન્ન થાય છે, તૃષ્ણા પોતે જ કંઈ દુઃખ રૂપ નથી. તેથી ભૂખાદિનું દુઃખ અને તૃષ્ણ જુદા જુદા જ છે, એક નથી. તેથી કેવળીઓને તૃષ્ણા ન હોવા છતાં સુધાદિ દુઃખ હવામાં વાંધો નથી. - પૂર્વપક્ષ :-અશનીયા=ખાવાની ઈચ્છા અને ઉદન્યાપીવાની ઈચ્છા પણ ભોગેચ્છાની જેમ તૃષ્ણની અભિવ્યક્તિ રૂપ હોવાથી મેહોદયજન્ય છે અને તે ઈચ્છાઓ જ સુધા–તૃષ્ણ શબ્દોથી અભિધેય હોવાથી સુધા–તૃષ્ણ પણ મહજન્ય જ કેમ ન કહેવાય ?
(મહદયજન્ય બુમુક્ષા છે, ક્ષુધા નહિ-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ –સુધા-તૃષ્ણા અને અશનીયા = બુમુક્ષા ઉદન્યા = પિપાસા પૂર્વાપર હોવાથી=આગળ પાછળ થતાં હોવાથી ભિન્ન ભિન્ન છે. તેવા પ્રકારના અશાતા નીયકર્મના ઉદયથી જીવ પહેલા ભૂખ-તરસથી પીડિત=દુઃખી થાય છે. એનાથી પીડાએલો જીવ તે પીડાની નિવૃત્તિના ઉપાયભૂત અશન-પાનમાં તેની નિવૃત્તિના ઉપાયત્વનું અનુસંધાન કરે છે અથવા તે તૃપ્તિ વગેરે રૂપ ઈષ્ટના સાધન તરીકે અશન પાનને તે જુએ છે, અને તેથી તેને અશનપાન વિષયક ઈચ્છા ઊભી થાય છે જેનાથી પછી તે ભોજનાદિમાં પ્રવૃત્તિ કરે છે. અશનાદિમાં ઉપાયત્વના વારંવારના અનુસંધાનથી મૈત્રી પ્રવર્તે છે (અર્થાત્ એ અશનાદિ અંગે આકર્ષણ ઊભું થાય છે.) આ મૈત્રી તેમજ તે અંગેની પ્રવૃત્તિથી એ ભેજનાદિ વિશે તૃષ્ણ ઊભી થાય છે. આમ આ તૃષ્ણની સામગ્રીમાં તે મૈત્રી આદિ ભળેલા હોવાથી એ મોહજન્ય હોવા છતાં તેનાથી ભિન્ન એવા ભૂખ-તરસને પણ મોહજન્ય માનવામાં કઈ પ્રમાણ દેખાતું નથી.
પૂર્વપક્ષ :-તપસ્વીઓમાં મોહના નિરોધથી જ ભૂખ તરસનો નિરોધ થયેલો દેખાય છે એ જ તે બે મેહજન્ય હવામાં પ્રમાણ છે.