________________
કેવલિ ભુક્તિ વિચાર
૨૨૩
: स्यादेतत्-भोजनजनकतावच्छेदिका मोहजन्यतावच्छेदिका च क्षुधादिनिष्ठा काचिज्जातिर्वाच्या, सैव क्षायिकसुखप्रतिबन्धकतावच्छेदिका, इति तज्जातीयक्षुदाद्यभावेऽपि केवलिनां वेदनीयजन्यक्षुदादिसामान्यसत्त्वात्तत्रैवपरीषहनयोग्यतया परीषहशब्दव्यपदेश इति । इदमेवाभिप्रेत्य 'छायारूपा एव तेषां परीषहाः' इत्यपि कश्चित् । હાજર હોવાથી ૧૧ પરીષહેને ઉપચાર થાય છે. ઉપશાન્ત મોહ છદ્મસ્થવીતરાગને મેહસત્તારૂપ સામાન્ય કારણ હાજર હોવા છતાં મહોદયરૂપ અસાધારણ કારણ હાજર ન હોવાથી બાવીશે પરીષહોનો ઉપચાર શી રીતે થાય ?
ઉત્તરપક્ષ –જ્યાં જ્યાં અસાધારણ કારણ હોય ત્યાં ત્યાં પરમાર્થ કાર્ય જ થઈ જાય” આવી વ્યાપ્તિ હોવાથી જો કેવળીને પરીષહનું અસાધારણ કારણ હાજર માને છે તે પરમાર્થથી જ પરીષહાત્મક કાર્યને સ્વીકારીને, ઉપચાર કરવાની જરૂર જ શી છે?
[‘લક્ષણું સંબંધને વિચારો વળી જેઓ કહે છે કે-“કેવળીઓને વેદનીયકર્મના ઉદયથી અત્યંતમંદતમ પરિણામાં થાય છે. આ મંદતમ પરિણામમાં જ પરિષહત્વાદિરૂપ સામાન્ય ધર્મ અને સુધાત્વાદિરૂપ વિશેષ ધર્મનો ઉપચાર કરીને “વા નિને' સૂત્રની વ્યાખ્યા કરવી.” તેઓ પણ ભ્રમણામાં જ પડેલા છે. કારણ કે જે પદાર્થની જે ધર્મવિશિષ્ટ રૂપે ઉપસ્થિતિ “શક્તિ' નામના સંબંધથી થતી હોય તે પદાર્થની તે ધર્મ વિશિષ્ટ રૂપે જ ઉપસ્થિતિ લક્ષણ સંબંધથી થઈ શકતી નથી. જેમકે ગંગાપ્રવાહની ગંગાત્વ ધર્મને આગળ કરીને ઉપસ્થિતિ “શક્તિ” સંબંધથી થાય છે તે લક્ષણથી થઈ શકતી નથી. લક્ષણથી તે ગંગાતીર વગેરેની ઉપસ્થિતિ થઈ શકે. ગંગાતીર વગેરેની જે ઉપસ્થિતિ થાય છે તે પણ ગંગાતીરત્વ ધર્મને આગળ કરીને, ગંગાપ્રવાહન્દુ ધર્મને આગળ કરીને નહિ. આ જ રીતે પરિષહ શબ્દથી પરીષહત્વ વિશિષ્ટ હવારૂપે તે કેઈપણ પદાર્થની ઉપસ્થિતિ શક્તિ સંબંધથી જ થઈ શકે અને તે તે પરીષહની જ હોઈ શકે, તાદશ પરિણામોની નહિ. વેદનીય જન્ય મંદ પરિણામોની “પરીષહ’ શબ્દથી જે ઉપસ્થિતિ કરવી હોય તે લક્ષણા સંબંધથી જ થાય અને તે પણ ઉપસ્થિતિ તાદશ મંદ પરિણામત્વ ધર્મરૂપે જ થઈ શકે, પરીષહત્વ ધર્મરૂપે નહિ. તેથી “સૂરસ્થ પરિષહ શબ્દથી લક્ષણું સંબંધ વડે પણ પરીષહત્વ વિશિષ્ટ તરીકે તાદશ પરિણામેની ઉપસ્થિતિ થઈ શકતી ન હોવાથી “તે પરિણામોમાં પરીષહત્વને ઉપચાર કરી ‘પરીષહ’ શબ્દથી પરીષહત્વ વિશિષ્ટ તરીકે તાદશ પરિણામોની ઉપસ્થિતિ કરી તાદશ અગ્યાર પરિણામે કેવળીઓને હેય છે” આવું વ્યાખ્યાન કરવું યુક્ત નથી. આ રીતે ઉપસ્થિતિ થતી ન હોવા છતાં જે વેદનીયજન્ય પરિણામોમાં પરીષહત્વને ઉપચાર કરી શકાતો હોય તે તો કર્માન્તર જન્ય આકુળતામાં પણ તે ઉપચાર કરવાની આપત્તિ આવશે.