________________
૨૧૨
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૭૩-૭૪
जनकतया तयोरीर्यासमितिश्रुताभ्यासादिविरोधिताया दृष्टत्वात् क्षायिक चारित्रज्ञानप्रतिबन्धकत्वमप्यनुमीयत' इति चेत् ? न, अनभ्यासादेरिव तयोः क्षायिकज्ञानाद्यप्रतिपन्थित्वात् , क्षुदादेः स्वजनकबहिरिन्द्रियवृत्तिप्रतिपन्थितयैव ज्ञानप्रतिपन्थित्वात् , अन्यथा मिथ्यात्वोदय इव क्षुदाद्युदयेऽपि प्राप्तज्ञानोपक्षयप्रसङ्गात् , न चैवमस्ति प्रत्युत क्षुदाद्युदय सहमानानां शुभभाववतां महर्षिणां तत्प्रवृद्धिरेव श्रूयत इति ।
[ બુધાદિ ક્ષાયોપથમિકજ્ઞાનના પ્રતિપથી શી રીતે ?]
આ અઢારે અઢારદે કેવલજ્ઞાન પ્રત્યે પ્રતિબંધક છે એ જાણવું. અથવા કેવલજ્ઞાન પ્રત્યે અજ્ઞાનને, કેવલદર્શન પ્રત્યે નિદ્રાને, ક્ષાયિક સમ્યફત્વ પ્રત્યે મિથ્યાત્વને, ક્ષાયિક ચારિત્ર પ્રત્યે અવિરતિને, દાનાદિલબ્ધિઓ પ્રત્યે દાનાંતરાયાદિને પૃથક પૃથક પ્રતિબંધક જાણવા. પ્રભાચ કહેલ દોમાં આવું પ્રતિબંધકત્વ સંભવતું નથી, કારણ કે જેમ કામાદિ વિકાર પ્રાદુર્ભત થએ તે ચારિત્રને પ્રતિબંધ થઈ જાય છે તેમ ભૂખ-તરસ લાગવા માત્રથી કંઈ થઈ જતો નથી. નહિતર તો તેનાથી પ્રભાચંદ્રથી જ પ્રતિબંધક એવા તે બે ઉત્પન્ન થવા માત્રથી ચારિત્રને અતિક્રમ થઈ જવાની આપત્તિ આવે. વળી ભૂખ-તૃષા જ્ઞાનના પણ પ્રતિબંધક નથી.
શકા :-ભૂખ વગેરેથી શરીર અશક્ત બને છે અને તેથી ઈસમિતિ વગેરેનું બરાબર પાલન થતું નથી તેમજ શ્રુત વગેરેના અભ્યાસમાં ચિત્ત ચુંટતું નથી. એ વાત પ્રત્યક્ષ અનુભવાતી હોવાથી એ બેમાં ક્ષાપશમિક ચારિત્ર-જ્ઞાનનું પ્રતિબંધકત્વ છે એવું તે સિદ્ધ જ છે. એનાથી જ તેઓમાં ક્ષાયિચારિત્ર અને ક્ષાયિકજ્ઞાનનું પ્રતિબંધકવ છે એવું પણ અનુમાન થાય છે.
સમાધાન –જેમ અભ્યાસ (પઠન-પુનરાવર્તનાદિ)નો અભાવ ક્ષાપશમિક જ્ઞાનેને પ્રતિપંથી હોવા છતાં ક્ષાયિકજ્ઞાનને કંઈ પ્રતિપંથી નથી તેમ ભૂખ-તરસ, વગેરે પણ ક્ષાયોપથમિકજ્ઞાનપ્રતિબંધક હોવા માત્રથી તેએામાં ક્ષાયિકજ્ઞાનપ્રતિબંધકત્વનું અનુમાન થઈ શકતું નથી. કારણ કે જ્યાં ક્ષાયો પશમિક જ્ઞાનવિધિતા હોય ત્યાં ક્ષાયિકજ્ઞાન વિરોધિતા હોય જ એવી વ્યાપ્તિ અનભ્યાસાદિસ્થળમાં બાધિત છે. ભૂખ વગેરે શ્રુતજ્ઞાનના પ્રતિબંધક બને છે તે પણ સીધેસીધા સ્વભાવથી જ નહિ, પણ તે ક્ષાપશમિકશાનની જનક બહિરિન્દ્રિયની પ્રવૃત્તિને રુંધવા દ્વારા જ પ્રતિબંધક બને છે. નહિતર તે જ્ઞાનને સ્વભાવથી જ પ્રતિબંધ કરનાર મિથ્યાત્વને ઉદય થવા માત્રથી જેમ જ્ઞાન પ્રતિબંધિત થઈ જાય છે તેમ સુધાદિને પણ ઉદય થવા માત્રથી પ્રાપ્ત જ્ઞાનને નાશ થઈ જ જોઈએ. પણ તેમ થતું નથી, ઉલટું, સુદાદિને સમ્યફ રીતે સહન કરતાં મહાત્માઓને શુભભાવની વૃદ્ધિ થવાથી જ્ઞાનવૃદ્ધિ જ થએલી સંભળાય છે. વળી કેવલજ્ઞાન તે ઈન્દ્રિયજન્ય ન હોવાથી સુધાદિના અતિરેકથી ઈનિદ્રયપ્રવૃત્તિ રંધાતી હોય તે પણ એ દ્વારા પણ એ સુધાદિથી પ્રતિબધ્ય બનતું નથી.