________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૬૮
यथा ह्यानन्तर्येण फलसाधकत्वाद्भाव आदरणीयस्तथा पारम्पर्येण फलसाधकत्त्वाद्रव्यमपि तथा, अन्यथा चक्रभ्रमण एव बद्धोत्साहाः कुलालाः कलशार्थ' मृत्पिण्डदण्डचीवरखण्डादीनपि नाद्रियेरन् । 'प्राच्यवशायामेव तदादरण नाग्रिमदशायामिति' चेत् ? तदेव विषयभेदनियम कालभेद' कः प्रतिक्षिपति, द्रव्यानादरवासनाया एव देवानांप्रियस्य पराकरणीयत्वात् । न च तत्कालानादरणीयत्वादनादरणीयत्व' नाम, अतिप्रसङ्गात् । अथ भावार्थितयैव द्रव्यस्यादरण, न तु द्रव्यार्थितया भावस्येत्यस्ति विशेष इति चेत् ? किमत्र क्रियतां ! कार्यार्थितयैव कारणस्याऽऽदरणात् । ___अथ परमभावदर्शिनो निश्चयनयमाद्रियमाणा भावमेवाद्रियन्तेऽपरमभावगतास्तु व्यवहारमाद्रियमाणा द्रव्यमपि । तदुक्त समयसारे
[દ્રવ્ય પણ આદરણીય] અનન્તરફળસાધક હેવાથી જેમ ભાવ આદરણીય છે એમ દ્રવ્ય પણ પરંપરાએ. ફળસાધક હોવાથી આદરણીય જ છે, ઉપેક્ય નથી. નહિતર તે ચક્રભ્રમણ પછી જ ઘટોત્પત્તિ થતી હોવાથી કુંભારોએ ચક્રભ્રમણને જ આદરણીય માનવું પડશે મૃપિંડ, દંડાદિ તે પરંપરાએ ઉપયેગી બનતા હોવાથી તેઓને આદર કરવાનું રહેશે નહિ,
શંકા :-ચક્રભ્રમણાત્મક કાર્યને પૂર્વ કાળમાં જ દંડાદિ આવશ્યક હોવાથી ત્યારે તે એને આદર કરવાને જ હોવાથી તેઓ સાવ અનાદરણીય છે એવું અમે પણ કહેતાં જ નથી. પણ ઘટાદિ રૂપ મુખ્ય કાર્ય વખતે તે તેઓ આવશ્યક ન હોવાથી અનાદરણીય જ છે.
સમાધાન -આ રીતે વિષયભેદનિયામક તરીકે કાળભેદન કોણ ઈન્કાર કરે છે? અર્થાત્ પૂર્વકાળે દ્રવ્ય આદરણીય છે અને ઉત્તરકાળે ભાવઆદરણીય છે એવું તે તે વિષયનું નિયમન કાળ કરે છે એ અમને પણ સંમત જ છે, પણ દ્રવ્ય સર્વથા અનાદરણીય જ છે એવી જે વાસના મૂરખને બેઠેલી છે તેને જ અમે તે પ્રતિકાર કરીએ છીએ. અમુકકાળે અનાદરણીય હવા માત્રથી કંઈ તે તે વસ્તુ સર્વથા અનાદરણીય બની જતી નથી. નહિતર તે પૂર્વકાળમાં ભાવ પણ અનાદરણુય હોવાથી એ પણ અનાદરણીય જ બની જવાના કારણે ઉત્તરકાળે પણ અનાદરણીય માનવાને અતિપ્રસંગ આવે.
શંક :–છતાં દ્રવ્યને આદર તે ભાવ માટે જ કરાય છે જ્યારે ભાવને આદર કંઈ દ્રવ્ય માટે કરાતો નથી. તેથી ભાવમાં આટલી વિશેષતા છે જ.
સમાધાન : એમાં આપણે શું કરી શકીએ? હમેશા કાર્ય માટે જ કારણની અપેક્ષા હોય છે, કારણ માટે કાર્યની નહિ. પણ એટલા માત્રથી કંઈ કારણ સર્વથા અનાદરણુય બની જતું નથી.