________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવચાર
૧૮૯
तद् ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसस्तु कुतः शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ [ - ] રૂતિ |
किञ्च, ज्ञाने मुख्यत्व काल्पनिकं, चरणे तु कार्यापयोगि, न खलु मुख्यत्वेनोपचरितोऽपि दण्डश्चरमकपालसंयोगमनपेक्ष्य घटं जनयितुं प्रभुरिति दिग् ॥६४॥
अथ द्वितीयहेतुदूषणमुद्दिधीर्षुराहसव्वणयमयत्त पुण सव्वेसि संमओ जओ विसओ।
ण य णिच्छयस्स तेण सयलादेसत्तमेगस्स ॥६५॥ (सर्वनयमयत्व पुनः मर्वेषां सम्मतो यतो विषयः । न च निश्चयस्य तेन सफलादेशत्वमेकस्य ॥६५॥) હોય તો એની હાજરી હોવા છતાં કેઈ વિશેષ લાભ થતો ન હોવાથી એ અજ્ઞાનરૂપ જ છે. કહ્યું છે કે “જે હોવા છતાં રાગાદિ આંતરશત્રુઓ ફાલીકુલીને જ રહેતા હોય તે ખરેખર તે જ્ઞાન જ નથી કારણ કે જ્ઞાનાત્મક સૂર્યકિરણોની હાજરીમાં રાગાદિ અંધકાર શી રીતે ઊભો રહી શકે ?
વળી જ્ઞાનમાં મુખ્યત્વની ક૯૫ના કપનારૂપે જ રહે છે, જ્યારે ચારિત્રમાં તે કાર્યોપયોગી બને છે કારણ કે જેમ દંડને મુખ્ય તરીકે માની લેવા છતાં એ ચરમકપાલસંયોગને નિરપેક્ષ રહીને કંઈ ઘટને ઉત્પન્ન કરી શકતો નથી એમ જ્ઞાનને મુખ્ય માની લઈએ તો પણ કંઈ ચારિત્રની અપેક્ષા રાખ્યા વગર તે મોક્ષ અપાવી શકતું નથી. તેથી જ્ઞાન જ મુખ્ય છે એમ મનાય નહિ. ૬૪
[સર્વનયસમૂહાત્મક નિશ્ચયનું નયત્વ અખંડિત ચારિત્ર વિશેષિત છે એવું સ્થાપિત કરવા નિશ્ચયનચે આપેલ “કારણ કે એ સર્વનયસમૂહાત્મક નિશ્ચયને વિષય છે એવા બીજા હેતુને દૂષિત કરતાં વ્યવહારનયે જે દષણ આપેલ કે “નિશ્ચયનય જે સર્વનયસમૂહાત્મક હોય તે એ સકલાદેશ ૩૫ થવાથી પ્રમાણુ જ બની જશે, “નય” રહેશે નહિ” તેને દૂર કરવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે–
ગાથાથ-નિશ્ચયનયનો વિષય સર્વનને સંમત છે એટલા અંશે જ નિશ્ચયનય સર્વનયમય છે. એટલા માત્રથી જ કંઈ તે એકલો સકલાદેશરૂપ બની જતે નથી કે જેથી એમાંથી નય પણું જ નીકળી જવાની આપત્તિ આવે.
સિકલાદેશ=સર્વધર્મોનું યુગપત્ પ્રતિપાદક વચન]. પિતાનો વિષય “ભાવ” સર્વનોને માન્ય હો એજ નિશ્ચયનયનું સર્વનયમ કે સર્વનયમતત્વ છે. ભાકાર ભગવાને પણ આજ વાત કરી છે કે “સર્વનય ભાવને ઈચ્છે છે. પણ એટલા માત્રથી કંઈ નિશ્ચયવાક્ય સકલાદેશ બની જતું નથી. કારણ કે સકલ ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરતું નથી. “પ્રમાણુથી જાણેલ અનંતધર્માત્મક