________________
શ્રધ્યાત્મમત૫રીક્ષા વ્હા. ૫૮
नापि चतुर्थः, तद्रव्यलिङ्गस्य येन सह संबन्धग्रहस्तत्राऽसाधुत्वज्ञाने जाग्रति साधुत्वप्रकारकस्मरणाऽसंभवात् , साध्वन्तरे ऽगृहीतसंवन्धकस्य च तस्य तत्स्मारकत्वाऽयोगात् । अथ पार्श्वस्थादिलिङ्गदर्शने सद्यो (? सदृश) दर्शनोबोधितसंस्कारसधीचीनपूर्वानुभवबलादेव विशिष्टसाधुगुणम्मरणसंभव इति चेत् ? न, शीतलविहारिणि वेपमात्रेण सादृश्यप्रतिसंधानाऽसंभवात् , तद्भिन्नत्वे सति तवृत्तिभूयोधर्मवत्त्वेन सादृश्यव्यवहारात , अन्यथा सर्वस्य सर्वसदृशत्वापत्तेः । न च सदभावस्थापना साहश्वप्रतिसंधान विना स्थाप्यस्मरणाय प्रभवति, यद्यप्युत्सर्गतः स्थापनायां स्थाप्याभेदाध्यवसाय एव संभवी तथापि वासनाऽदाढ़ये क्वचित्तटस्थतयाऽपि तत्स्मरण शुभाध्यवसायमाधत्ते इत्येव स्मरणाधायकतयाऽपि स्थापनोपयोग इति ध्येयम् । न चात्र तत्संभवतीति किमतिप्रसक्तानुप्रसक्त्या ?
[કવ્યલિંગથી ભાવાનુમાનરૂપ ગુણસંકલ્પ અયુક્ત] (૩) તટસ્થરૂપે જ ભાવનું અનુમાન કરવું અર્થાત કોઈપણ જાતના આરોપ વિના જ દ્રવ્યલિંગને હેતુ તરીકે માની ભાવનું અનુમાન કરવું એ જ લિંગમાં મુનિગુણ સંક૯પ છે એ ત્રીજો વિકલ્પ પણ યુક્ત નથી કારણ કે દ્રવ્યલિંગને કંઈ ભાવલિંગ સાથે “જ્યાં જ્યાં દ્રથલિંગ હોય ત્યાં ત્યાં ભાવલિંગ હોય જ એવી વ્યાપ્તિ નથી કે જેથી એ ભાવલિંગનું અનુમાન કરાવે.
પ્રશ્ન :- અનતિશાળી જ્ઞાનીને ભાવલિંગ પ્રત્યા તે હોતું નથી તેથી દ્રવ્યલિંગથી એનું અનુમાન પણ જે થઈ શકતું ન હોય તે તો ભાવલિંગનું જ્ઞાન જ થઈ ન શકવાથી કેઈને પણ વંદનાદિ શી રીતે કરી શકાશે?
ઉત્તર :- માત્ર વ્યલિંગ સાથે વ્યાપ્તિ ન હોવા છતાં સુવિહિત દ્રવ્યલિંગ સાથે તે ભાવલિંગને વ્યાપ્તિ છે જ. તેથી એનાથી ભાવલિંગનું અનુમાન કરીને વંદનાદિ પ્રવૃત્તિ થઈ જ શકે છે. પાસઘાદિમાં તેવું અનુમાપકલિંગ ન હોવાથી ભાવલિંગના અનુમાન રૂપ મુનિગુણ સંક૯પ થઈ શકતો નથી તો વંદનાદિ શી રીતે કરાય? દ્રિવ્યલિંગ દર્શનથી ભાવલિંગ મરણરૂપ મુનિગુણ સંક૯પ અગ્ય]
(૪) દ્રવ્યલિંગ જોઈને ભાવલિંગનું મરણ થવું એ જ મુનિગુણસંકલ્પ છે એ ચો વિકલ્પ પણ અયુક્ત છે કારણ કે આ વ્યલિંગ જે પાસસ્થા વગેરેમાં સંબંધ હોવા રૂપે ગૃહીત થાય છે તે પારસથાદિ વિશે “આ અસાધુ છે” એવું અસાધુતાપ્રકારક જ્ઞાન જાગૃત હોવાથી તદ્ધિશેષ્યક સાધુતાપ્રકારક સ્મરણ સંભવી શકતું નથી. અન્યભાવસાધુ વિશેષ્યક સાધુતાપ્રકારક સ્મરણ પણ સંભવી શકતું નથી કારણ કે ઉપસ્થિત દ્રવ્યલિંગને તેની સાથે સંબંધ ગૃહીત નથી કે જેથી એ એનું સ્મરણ કરાવી શકે.