________________
વ્યલિંગ વન્દવિચાર
૧૫૧
| [પ્રતિમાની અધ્યાત્મશોધતા સ્વસમાન ગુણાના મરણ દ્વારા)
પ્રતિમા–બિંબ કંઈ આ રીતે બિંબવાન (શ્રી અરિહંતાદિની ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવવા દ્વારા અધ્યાત્મશુદ્ધિ કરાવે છે એવું નથી કિન્ત પોતાના જેવા નિર્વિકારતા, નિર્ભયતા, પ્રસન્નતા, વીતરાગતા વગેરે ભાવે શ્રી તીર્થકરમાં હતા એવું સ્મરણ કરાવવા દ્વારા જ અધ્યાત્મશુદ્ધિમાં નિમિત્ત બને છે. અર્થાત્ જેમ લિંગ પોતે સ્વયં ગુણ તરીકે ઓળખાઈને કે ગુણ સહચારી તરીકે ઓળખાઈને પૂર્વે ગુણવાન તરીકે અજ્ઞાત એવા લિંગીનું ગુણવાન તરીકે પ્રતિસંધાન કરાવે છે અને અધ્યાત્મ શોધક બને છે તે રીતે બિંબ પોતે કંઈ ગુણ કે ગુણ સહચારી તરીકે ઓળખાઈને બિંબીનું ગુણવાન તરીકે પ્રતિસંધાન કરાવતું નથી. પણ પૂર્વે શ્રી અરિહંતના વીતરાગતાદિ જે ગુણેને નિશ્ચય થઈ ગયું છે તે ગુણેનું પોતે તટસ્થરૂપે જ રહીને (અર્થાત્ પિતાની હાજરીથી બિંબવાનમાં ગુણવત્તા કે દોષવત્તાને નિશ્ચય કરાવવારૂપે નહિ) માત્ર સ્મરણ કરાવવા દ્વારા જ બિંબવાનને ગુણવાન તરીકે માનસપટ પર ઉપસ્થિત કરી આપે છે. દિષ જ્ઞાનની હાજરીમાં લિગથી ગુણવત્તાનું પ્રતિસંધાન અશક્ય
વળી લિંગ, લિંગી વિના એકલું કયાંય રહેતું ન હોવાથી લિંગને નમસ્કાર કરવામાં ભેગે ભેગો લિંગીને પણ નમસ્કાર થઈ જ જાય છે માત્ર લિંગને નમસ્કાર થઈ શકતા નથી. અને તેથી લિંગના આચારોનું અનુદન પણ થઈ જ જાય છે.
તેમ છતાં લિંગીના આચારો જ્ઞાત ન હોય ત્યારે તે લિંગદર્શનથી શુભાચારોની જ ક૯૫ના દ્વારા ગુણવત્તાનું પ્રતિસંધાન થાય છે અને તેની અનુમોદનારૂપ હોવાથી તેમજ ગુણવત્તાનું પ્રતિસંધાન થવા છતાં વંદનાદિ ન કરવામાં લાગતા ઉપેક્ષા દોષના પરિ. હારરૂપ હોવાથી તેને કરાતાં નમસ્કારાદિ અધ્યામશોધક બને છે. પણ જ્યારે લિંગીના સાવદ્ય આચારોને નિશ્ચય થઈ ગયો હોય ત્યારે એ નિશ્ચય બાધક તરીકે વત્તી લિંગીમાં ગુણવત્તાનું પ્રતિસંધાન થવા દેતો નથી. તેથી નમસ્કાર વખતે ગુણો તે મનમાં ઉપસ્થિત થતા જ નથી કિન્તુ એના દોષ જ નજર સામે ડોકાયા કરે છે અને છતાં જે નમસ્કર્તા નમસ્કાર કરે તે તેનાથી એને એ સાવદ્ય આચારો નમસ્કર્તાને માન્ય છે એવું ફલિત થઈ જતું હોવાથી એની અનુમોદના થઈ જ જાય છે તેમ જ દુષ્કૃત અનુમંદનાજન્ય પાપ પણ લાગે જ છે. પ્રતિમાને વંદનાદિ કરવામાં તે પૂર્વનિર્ણત ગુણે જ નજર સામે તરવર્યા કરતા હોવાથી આવો દોષ લાગવાને સંભવ રહેતો નથી.
આમ પ્રતિમા તે બિંબવાનના ગુણેનું સ્મરણ માત્ર કરાવે છે, પિતાનામાં કંઈ ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવતી નથી એવું પ્રતિપાદન કર્યું, એનાથી જ કેવલજ્ઞાનાદિ ગુણ રહિત હોવાથી દેવ નહિ એવી પણ પ્રતિમાને નમસ્કાર કરનારાઓ અદેવને દેવ