________________
૧૫૦
અધ્યાત્મમત પરીક્ષા . ૫૮.
अय भावः- द्रव्यलिङ्ग' हि तद्वति स्वत एव गुणवत्त्वप्रतिसन्धापकतया स्वसमानाधिकरणगुणवत्त्वप्रतिसन्धापकतया वा नमस्कर्त्तव्यतायामुपयोगि सत्तद्विषयकमुत्साहमाधायाध्यात्मशुद्धयै प्रभविष्णु, न तु प्रतिमादिवत् तटस्थतयैव स्वसदृशभावस्मारकतया, तथा च द्रव्यलिङ्ग
सावद्यस्वाश्रयविषयकोत्साहाधायकतया धर्मप्रतिपंथि, न तु प्रतिमा, तत्र गुणत्वाज्ञानाद् । एतेन __प्रतिमां नमस्कुर्वतामदेवे देवसंज्ञेति वदतो लुम्पकस्य शिरसि दत्तः प्रहारः।
જ ન હોવાથી એની અનુદના દ્વારા પાપ લાગવાનું અસંભવિત હોવાના કારણે એના વંદનાદિ કલ્યાણકારી બને છે. વંદનક નિયુક્તિમાં જ કહ્યું છે કે –“શ્રી તીર્થકરોમાં પૂજાહવારિરૂપ તીર્થકરગુણ હાજર હતા અને આ તેઓની જ પ્રતિમા છે ઈત્યાદિપ શુભભાવ થવો એ જ નમસ્કર્તાને અધ્યાત્મ બને છે. અથવા તેઓમાં રહેલા ગુણને બિંબદર્શન દ્વારા માનસપટ પર લાવી અમે નમીએ છીએ. આવા શુભચિત્તથી તેમજ પ્રતિમામાં અહંદગુણોને અધ્યારોપ કરીને પ્રતિમાને નમસ્કાર કરવાથી નમસ્કર્તાને અધ્યાત્મશુદ્ધિ થાય છે. વળી પ્રતિમામાં કઈ સાવદ્ય ક્રિયા ન હોવાથી એની અનુમોદના દ્વારા પાપ લાગવાનો સંભવ નથી. જ્યારે ઈતરોમાં=પાસસ્થાદિમાં સાવઘક્રિયા હોવાથી તેઓને નમસ્કાર કરવામાં અવશ્ય એની અનુમંદનાનું પાપ લાગે છે.”
[દ્રવ્યલિંગની અધ્યાત્મ શોધકતા ગુણવત્તાના પ્રતિસધાન દ્વારા)
અહીં આ તાત્પર્ય છે—દ્રવ્યલિંગ પોતાના આશ્રયમાંઋલિંગીમાં ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવવા દ્વારા જ નમસ્કર્તાને સ્વાશ્રયનું નમસ્કાર્યરૂપે જ્ઞાન કરાવે છે અને તેથી નમસ્કર્તા નમસ્કાર કરે છે. આમ આ રીતે નમસ્કારમાં ઉપયોગી બનતું થયું દ્રવ્યલિંગ નમસ્કર્તામાં નમસ્કારવિષયક ઉત્સાહ જગાડી અધ્યાત્મશુદ્ધિ કરવામાં સમર્થ બને છે. વળી એ ગુણવત્તાનું પ્રતિસંધાન પણ બે રીતે કરાવે છે. સાવ અપરિચિત નવા મુગ્ધ નમસ્કર્તાને વેશ જોઈને જ એમ થઈ જાય છે કે “આ મારા કરતાં ગુણાધિક છે આવો નમસ્કર્તા આવા વેશને જ ગુણ તરીકે સ્વીકારી જે કઈ આવા વેશવાળા હેય તેઓનું ગુણ તરીકે જ્ઞાન કરે છે. અર્થાત્ લિંગ સ્વાવછેદેન ગુણવત્તાનું ભાન કરાવે છે. જ્યારે પરિચિત નમસ્કર્તા તો વેશ હવા માત્રને ગુણરૂપ માનતો નથી કિન્તુ પૂર્વે બીજા કેઈ મહાત્મામાં લિંગ અને ગુણેનું સામાનાધિકરણ્ય સાહચર્ય જોયું હોવાથી એનું અનુસંધાન કરી “આ વ્યક્તિમાં આ વેશ છે તે એને અનુરૂપ જ્ઞાનાદિ બીજા ગુણે પણ હશે” એવી લિંગસમાનાધિકરણ બીજા ગુણોની કલ્પના કરે છે. આવી કલ્પના દ્વારા લિંગ સ્વાશ્રયમાં ગુણવત્તાનું પ્રતિસંધાન કરાવે છે. અર્થાત્ તેવા નમસ્કર્તાને લિંગ, સ્વસામાનાધિકારણેન ગુણવત્તાનું ભાન કરાવે છે. વળી ગુણવત્તાના આ પ્રતિસંધાનમાં ગુણ તરીકે લિંગીના જ્ઞાનાદિ આચાર જ ગૃહીત થાય છે. તેથી નમસ્કર્તા લિંગ દ્વારા તેનામાં શુભ આચારોની સંભાવના કરી એની અનુમોદના રૂપે એને નમસ્કાર કરે છે. આમ નમસ્કાર કરવાથી લિંગીના આચારોનું અનુમાન થાય છે.