SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અધ્યાત્મમતપરીક્ષા શ્લ ૫૭ अथात्रापि प्रवृत्तिपरिणामरूपा गुप्ति निवृत्तिपरिणामविरोधिनीति चेत् ? हन्त तर्हि निवृत्तिपरिणामोऽपि मनोयोगप्रवृत्तिपरिणाम एवेति स्वपि स्वय' विरुन्ध्यात् । परप्रवृत्तिः स्वप्रवृतिविरोधिनी चेत् १ न, शुक्लव्यानसंपृक्तान्तर्जल्पविकल्पस्यापि तथात्वाऽऽपत्तेः । ‘बाह्यप्रवृत्तिस्तथेति चेत् ? न, प्रवृत्तरबाह्यत्वात् , बाह्यविष यत्वस्य च निर्वक्तुमशक्यत्वात् , 'एकदेशनिवृत्तिः सर्व निवृत्तिविरोधिनीति' चेत् ? न, कात्स्न्येन योगनिवृत्तस्तदानीमभावात् , विकल्पनिवृत्तेश्चान्तः परिणाममात्रसाध्यत्वात् । ગુપ્તિ છે. કાસગંયુક્ત મુનિ ઉપસર્ગાદિ આવવા છતાં કાયાની જે સ્થિરતા રાખે છે તે કાયગુપ્તિ છે તેમજ શયન આસનાદિ મૂકવા લેવા વગેરેમાં અને વિહારાદિ કરવામાં ચેષ્ટા નિયમન કરવું તે બીજી કાયગુપ્તિ છે. શંકા – આ તમે કહેલા ગુપ્તિ સામ્રાજ્યમાં પ્રવૃત્તિ પણ ગુપ્તિરૂપે સંમીલિત છે. પણ પ્રવૃત્તિ તે નિવૃત્તિપરિણામવિરોધિની હોવાથી તદ્દઘટિત ગુપ્તિ સામ્રાજ્ય નિર્વિ ક૯૫ક સમાધિ શી રીતે પ્રાપ્ત કરાવશે? [ પ્રવૃત્તિ પરિણામ આધ્યાત્મવિધી જ હેય એ નિયમ નથી] સમાધાન - પ્રવૃત્તિ પરિણામ નિવૃત્તિપરિણામને વિરોધી જ હોય એવો નિયમ નથી. નહિતર તે “મારે હિંસાદિથી નિવૃત્ત થવું છે.” ઈત્યાદિરૂપ નિવૃત્તિ પરિણામ પણ મનગની પ્રવૃત્તિરૂપ પરિણામ હોવાથી એ પ્રવૃત્તિપરિણામ નિવૃત્તિપરિણામાત્મક પિતાને જ વિરોધી બનવાની આપત્તિ આવશે. * શંકા :- છતાં શયનાસનાદિ રૂપ પર અંગેની પ્રવૃત્તિ સ્વદ્રવ્યમાત્ર અંગેની પ્રવૃત્તિને વિરોધ કરનારી હોવાથી તમે કહેલ ત્રિગુપ્તિ સામ્રાજ્ય પરમઅધ્યાત્મનું સાધક નહિ જ બને. સમાધાન - ૫૨ અંગેની પ્રવૃત્તિ માત્રને આ રીતે અધ્યાત્મવિધિની મનાય નહિ કારણ કે એમ માનવામાં શુક્લધ્યાન પ્રવૃત્તમહાત્માને પરમ અધ્યાત્મ સિદ્ધ થઈ શકશે નહિ કારણ કે તે શુકલધ્યાનમાં અંતર્જ પાત્મક વિક૯૫ હોય છે જેને માટે ભાષા વર્ગણાના પુદ્ગલરૂપ પરદ્રવ્ય અંગેની ગ્રહણવિસર્જનાદિ પ્રવૃત્તિમાં તે મહાત્માઓ પણ પ્રવૃત્ત હોય છે. શકા – આ પ્રવૃત્તિ તે આંતરિક થઈ. અમે તે બાહ્યપ્રવૃત્તિઓને વિધિની કહીએ છીએ. - સમાધાન – બાહ્યપ્રવૃત્તિ શબ્દમાં “બાહ્ય” અને “પ્રવૃત્તિ” એ બે પદે વચ્ચે કયો સમાસ તમને અભિપ્રેત છે? કર્મધારય તે મનાશે નહિ કારણ કે પ્રવૃત્તિ આત્મપ્રયત્નાત્મક હોવાથી ક્યારે ય બહાર હોતી નથી. સપ્તમતરુષ પણ મનાશે નહિ કારણ કે એને અર્થ એ થાય કે બાહ્યમાં પ્રવૃત્તિ એટલે કે બાહ્ય વિષયક પ્રવૃત્તિ, પણ અમુક પ્રકારની પ્રવૃત્તિ હોય તે બાહ્ય વિષયક કહેવાય એવું નિર્વચન કરવું અશકય
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy