________________
અધ્યાત્મમત પરીક્ષા બ્લેક. ૫૭ त्यजेत्तान्यपि संप्राप्य परम पदमात्मना ॥ [ ]इति, तेषामयमाशयो यद् जीवघातादिनिवृत्तावपि जीवरक्षणादिप्रवृत्तिरेकदेशव्रतविकल्परूपा रागाऽविनाभाविनी निर्विकल्पकसमाधिविरोधिनीति कथ पुनरसौ न सौमनस्यप्रतिपन्थी ? समाधीच्छयाऽन्यथा वा समाघेरिव रक्षणेच्छयाऽन्यथा वा जावरक्षणादिप्रवृत्तेर्वीतरागत्वाऽविरोधित्वात् , त्रिगुप्तिसाम्राज्य पुनः केवलज्ञानसामग्रीभूतमवश्यमेष्टव्यमेव । तच्चेदम्પાલન-ત્રિગુપ્તિરૂપ સમાધિ-વ્યવહારવતોનો ત્યાગ વગેરે પ્રવૃત્ત થઈ ગયા હોવાથી સ્કૂલ દૃષ્ટિવાળા છો એ જાણી શકતા નથી–કહ્યું પણ છે કે “હે રાજન શ્રેણિક! પંચમુષ્ટિ વડે વાળને ખેંચીને કર્મબંધ સ્થિતિને કાપતાં ભારતે લગ્ન પછી તરત જ કેવલજ્ઞાન મેળવ્યું.”
[બહિરંગયતિલિંગ મોક્ષ પ્રત્યે વ્યભિચારી–ઉત્તરપક્ષ). ઉત્તરપક્ષ - તમારી વાત અયુક્ત છે કારણ કે અરીસાભુવનમાં વીંટી સરકી જવાથી અન્યત્વાદિ ભાવનામાં ચઢેલા ભરત ચક્રવર્તી ઉત્તરોત્તર ભાવનાત્મક ધ્યાનથી જ એટલી ઊંચી કક્ષાએ પહોંચી ગયા હતા કે તેમને કઈ ઈચ્છા રહી નહોતી. તેથી પરિહાર કરવાની ઈચ્છા પણ રહી ન હોવાથી જેઓને પરિહાર શક્ય હતું તેવા પણ રાજ્યાદિને પરિહાર તેઓએ કર્યો નહોતો. છતાં મન-વચન-કાયાની સમતારૂપ ત્રણ ગુપ્તિ સામ્રાજ્ય પ્રાપ્ત કરી લીધું હોવાથી કેવલજ્ઞાનને પ્રતિરોધ થયો નહિ. આમ બહિરંગલિંગ વિના પણ તેઓને કેવલોત્પત્તિ હેવાથી બહિરંગલિંગ તે વ્યભિચારી જ જાણવું.
વ્યવહાર વતેને ત્યાગ કરવાનું કહેનારાઓને આશય] વળી જેઓ કહે છે કે “અવતાને ત્યાગ કરીને તેમાં પ્રવૃત્ત થએલ મહાત્મા ત્રિગુપ્તિ સામ્રાજ્યરૂપ પરમપદને પ્રાપ્ત કરીને પોતે સ્વયં તે વ્યવહાર ત્રતાને પણ છોડે—તેઓને આ રીતે વ્રતેને છોડી દેવાનું કહેવાનો આશય એ છે કે “સાધુ જીવઘાતાદિથી નિવૃત્ત થયે હોવા છતાં જીવરક્ષણદિ પ્રવૃત્તિરૂપ ઈસમિતિ વગેરેના પાલનારૂપ વ્યવહારવ્રતનું પાલન જ કર્યા કરે છે એ એકદેશવ્રતવિકલ્પરૂપ તેની પ્રવૃત્તિ જાણવી. કારણ કે કીડી વગેરેના જીવોને બચાવવાની બીજી પ્રવૃતિ તેઓ પરના રાગ વિના સંભવિત ન હોવાથી એ પ્રવૃત્તિ કરવામાં રાગાદિ પ્રવર્તે છે તેથી નિર્વિકલ્પકસમાધિ આવી શકતી નથી. તેથી નિર્વિકલ્પકસમાધિ માટે તે વ્યવહાર તેને પણ અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ.”—કિંતુ તેઓને આ આશય સૌમનસ્ય પ્રતિપથી શી રીતે ન કહેવાય ? પ્રતિપંથી જ કહેવાય, અર્થાત્ મનને ખટકે એ છે, કારણ કે જેમાં સમાધિની ઈચ્છાથી કરાતી કે બીજી કોઈ પણ રીતે કરાતી સમાધિની પ્રવૃત્તિ વીતરાગતાની વિરોધી બનતી નથી. તેમ જીવરક્ષણેરછાથી કે બીજી કોઈ પણ રીતે કરાતી જીવરક્ષણ પ્રવૃત્તિ વીતરાગતા=નિર્વિકલ્પક સમાધિને વિરોધી હતી નથી,