________________
૧૩૮
અધ્યાત્મમતપરીક્ષા પ્લે. પ૭
पुण्यपापपरिणामावप्यशुद्धरूपतया वस्तुत एकरूपावेव, तत्फलयोरपि सुखदुःखयोरत्यन्तमभिन्नत्वात् , न हि पुण्यफलमपि चक्रवर्त्यादिसुख परमार्थतः सुखं, अङ्गनासम्भोगादिविषयौत्सुक्यजनितारतिरूपदुःखप्रतीकारमात्रत्वात्तस्य । न च विपर्ययोऽपि सुवचः, प्रत्यक्षबांधात् તદુરં–
'पुण्णफल दुक्ख चिय कम्मोदयओ फलं व पावस्स । नणु पावफलेवि सम, पच्चक्खविरोहिया चेव ॥ (वि० भा० २००४) 'जत्तो च्चिय पच्चक्ख सोम्म ! सुहणत्थि दुक्खमेवेदं । तप्पडियारविभिण्ण तो पुण्णफलति दुक्ख ति ॥ (वि० भा० २००५) विसयसुह दुक्ख चिय दुक्खपडियारओ तिगिच्छव्व ।
त सुहमुवयाराओ, ण य उवयारो विणा तत्त ॥ (वि० भा० २००६) પુદગલે ગદ્વારા આત્મામાં પ્રવેશે છે. વળી આ રીતે પ્રવેશેલા પુદગલમાંથી પણ, અમુકમાં જીવના જ્ઞાનાવારકભાવકર્મના વિપાક વખતે જ વિપાક પામવો એ સ્વભાવ, અમુકમાં દર્શનાવારક ભાવકર્મવિપાક વખતે જ વિપાક પામ એવો સ્વભાવ, વગેરે રૂપ ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે. આવું સ્વભાવ વૈચિત્ર્ય પણ તેમાં સ્વતઃ સ્વકર્તક જ આવી જાય છે, એ વિચિત્ર્ય જીવે કર્યું છે એવું હોતું નથી–માત્ર રાગદ્વેષાત્મક જ્ઞાનાવરણીયાદિ ભાવકર્મના વિપાકકાળે અવર્જનીય સંનિધિરૂપે સાથે જ વિપાક પામતા હોવાથી ઉપચારથી તેઓ પણ જ્ઞાનાવરણીયાદિકર્મ રૂપે કહેવાય છે. બાકી જીવે જેમ તેઓને જ્ઞાનાવારકત્વાદિપરિણામ કર્યો હતે નથી તેમ તેઓ પણ સ્વવિપાકકાળે 'જીવના અજ્ઞાનાદિ પરિણામ કરી શક્તા નથી કારણ કે તેઓ પણ નિશ્ચયથી પર પરિ
ણામ કરવામાં અસમર્થ છે. જીવના અજ્ઞાનાદિ પરિણામ તે તેના પોતાના જ રાગછેષાદિ પરિણામરૂપ ભાવકના વિપાકથી થાય છે.
આમ જીવના પુણ્ય (=શુભ)-પાપ (=અશુભ) પરિણામેથી જ આત્મા બંધાય છે તેમજ તે તે કર્મના વિપાક વખતે સુખદુઃખાદિ ફળ પામે છે. બાહ્ય સામગ્રીથી સુખદુ:ખાદિ ફળ મળે છે એવું નથી.
[પુણ્ય પરિણામ પણ પરમાર્થથી અશુદ્ધ છે] આ વળી પરમાર્થથી તે સ્વદ્રવ્ય અંગેના ઉપયોગથી પ્રવતેલો પરિણામ શુદ્ધ હોય છે. તેથી પર દ્રવ્ય અંગેના ઉપયોગથી પ્રવર્તે પાપ પરિણામ જેમ અશુદ્ધ હોય છે તેમ પુણ્ય પરિણામ પણ પરદ્રવ્યપ્રવર્તિત હોવાથી પરમાર્થથી તે અશુદ્ધ જ હોય છે. તેથી વસ્તુતઃ પુણ્ય-પાપ અને પરિણામે એક સરખા જ છે, બે ભેટવાળા નથી. १. पुण्यफलं दुःखमेव कर्मोदयतः फलमिव पापस्य । ननु पापफलेऽपि सम प्रत्यक्षविरोधिता चैव ॥ २.. यत एव प्रत्यक्ष सौम्य ! सुखं नास्ति दुःखमेवेदम् । तत्प्रतीकारविभक्तं ततः पुण्यफलमिति दुःखमिति ॥ ॐविषयसुखं दुःखमेव दुःखप्रतीकारतश्चिकित्सेव । तत्सुखमुपचारान्नोपचारो विना तथ्यम् ॥