________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૩ तद्विपरीतामात्मस्वभावभावनामासेवितु प्रभवति ? अथ स्वीयत्वज्ञान न स्वभिन्नत्वज्ञानविरोधी. ति चेत् ? न, परत्र स्वीयत्वज्ञाननिबन्धनदृढतररागवासनापरंपराया एव वीतरागस्वभावभावनाप्रतिकूलत्वात् , ममकारस्याहङ्कारसामग्रीभूतत्वाच्च । अपि चैव विषयेष्वेव प्रतिबद्धस्यास्य कथ स्वद्रव्यमात्रप्रतिबन्धो ? वस्तुतस्तु स्वीयत्वमपि स्वत्वपर्यवसन्नमेव, परम्परासंबन्धस्य निश्चयनयवादिनाऽनभ्युपगमादन्यथा येन केनचित् संबन्धेन सर्वस्य सर्वसंबन्धितयाऽसंबन्धव्यवहारस्य कथाशेषताप्रसङ्गात् । तस्माद्रागद्वेषवशादेव स्वपरविभागव्यवसितिर्लोकानां न तु परमार्थत इति स्थितम् ॥५५॥
[પર અંગેનું સ્વાયત્વજ્ઞાન પણ આત્મસ્વભાવભાવનાનું વિધી
સમાધાન:- પરદ્રવ્ય અંગે પણ “આ મારું છે આ મારું છે એવું થયા કરતું જ્ઞાન એવી દઢતર રામવાસનાની પરંપરા ઊભી કરી આપે છે કે જેથી“હું તે ઉપયોગ સ્વભાવવાળે છું, હું વીતરાગ છું” ઈત્યાદિ ભાવના જ ઊઠતી નથી. આમ સ્વાયત્વજ્ઞાન, સ્વભિન્નત્વજ્ઞાનનું વિરોધી ન હોવા છતાં પોતાના વીતરાગસ્વભાવની ભાવનાને પ્રતિકૂળ છે. તેથી મમકારભાવનાની હાજરીમાં આત્મસ્વભાવભાવના સંભવિત નથી. વળી જેના પર અત્યંત મમતા કરી હોય છે અને પછીથી અભેદપણે જ ભાસ થવા માંડે છે. જેમકે મૂઢ જીવને દેહમાં જ હું કાળું છું, ગેરો છું” વગેરે રૂપ પિતાપણાને ભાસ થવા માંડે છે. આનાથી જણાય છે કે જ્યારે મારાપણાની વાસના દઢ બની જાય છે ત્યારે એ અભેદપણુમાં પરિણમીને- જીવને પિતાના વિષયનું ગ્રહણ અભેદપણે કરાવે છે અને તેથી પરદ્રવ્યભૂતવસ્તુમાં પણ જીવ અહંકાર (હું-હું એ બેધ) કરવા માંડે છે. આમ મમકાર એ અહંકારની સામગ્રીભૂત હોવાથી તેની હાજરીમાં જીવ પિતાના સ્વભાવની ભાવના કરી શકે એ સંભવતું નથી. વળી મારું મારું કરીને વિષયમાં જ પ્રતિબદ્ધ=આસક્ત રહેતું હોય તેને સ્વદ્રવ્યમાત્રના પ્રતિબંધરૂપ અધ્યાત્મ પણ શી રીતે હોઈ શકે ?
વાસ્તવમાં જોઈએ તે સ્વીત્વ સ્વવથી અલગ છે જ નહીં કારણ કે આત્મા સિવાય આત્મા માટે બીજુ કાંઈ સ્વીટ છે જ નહીં એટલે સ્વત્વ જ તાદામ્યસંબંધથી સ્વાયત્વ સિદ્ધ થાય છે. આત્મા સિવાયના પદાર્થોને સ્વીય બનાવવા માટે તે તાદામ્યથી કઈ જુદો સંબંધ પરંપરાએ માનવે પડે અને નિશ્ચયનય મતે તે પરંપરાસંબંધ જ સ્વીકાર્ય નથી. પરંપરાસંબંધથી સંબદ્ધ વસ્તુ પણ જે સંબંધી બની જતી હોય તો તે બધી વસ્તુઓને બીજી બધી વસ્તુઓ સાથે એવો કઈને કઈ સંબંધ તે રહેતા જ હવાથી બધી વસ્તુઓ બધાને માટે સ્વય જ થઈ જશે, પર જેવું કાંઈ રહેશે નહિ. એમ થવામાં આપત્તિ એ આવશે કે “પારકાધન વગેરે વિશે શિષ્ટપુરુષે જે “આ મારું નથી, પારકું છે' ઇત્યાદિ વ્યવહાર કરે છે, તેને લોપ થઈ જશે. આવી આપત્તિ