________________
૧૩૨
અધ્યાત્મમતપરીક્ષા À શ્લા. ૫૫
अथैव परस्मिन्नपि स्वत्वाभिमानिनामपायमाविष्कुरुते - जो परदव्वंमि पुणो करेह मूढो ममत्तसंकष्पं ।
सो s आसहावं गिद्धो विसएसु उवलहइ ॥ ५५ ॥
( यः परद्रव्ये पुनः करोति मूढो ममत्वसङ्कल्यम् । स कथमात्मस्वभाव गृद्धो विषयेषुपलभते ।।५५ || ) यः खलु परद्रव्ये मोहमूलकप्रवृत्त्युपजनितवासना बलविलुप्तविविक्तस्वभावभावनतया मृगतृष्णायामिवाम्भोभरसंभावनां भावयति निरन्तर ममकारभावनां, स कथ जाग्रति प्रतिपक्षे
ગાથા :- જે કાઈ મૂઢજીવ પરદ્રવ્ય વિશે આ મારું છે” એવા સંકલ્પ કરે છૅ, વિષયામાં ગૃદ્ધ તે જીવ આત્મસ્વભાવને શી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ ૫૨કીય એવા પણ ધનાદિને જેએ પાતાના માને છે તેઓ પોતાના શુદ્ધ આત્મસ્વભાવને ન પામવારૂપ નુકસાનને જ વહારે છે.
[પરદ્રવ્ય અંગે સ્વત્વની બુદ્ધિ રાખનારને નુકશાન]
“આ ધન-ગૃહાર્દિ મારા નથી કારણ કે જો ખરેખર મારા હાય તા તા તેઓના ચારેય વિયેાગ થવા ન જોઇએ જેમકે ખરેખર મારા એવ! જ્ઞાનદર્શનાદિ સ્વભાવના મને કયારેય વિચાગ થતા નથી. ધન-ગૃહાદિના તા અવશ્ય વિયેાગ થવાના છે તેથી એ મારા નથી, વળી ધનવગેરેરૂપ પુદ્ગલદ્રવ્ય પૂરણુ-ગલન સ્વભાવવાળું છે જ્યારે હું ઉપયાગ સ્વભાવવાળા છું તેથી પુદ્દગલાને મારા કરતાં ભિન્ન સ્વભાવવાળા છે.” આવી બધી આત્મભાવનાએ ધનાદિ વિશેની માહમૂલક પ્રવૃત્તિથી ઉત્પન્ન થતી અને પુષ્ટ થતી વાસનાથી વિલુપ્ત થઈ જાય છે. જેમ આવા ભયંકર રણમાં જળ શી રીતે હાઇ શકે ?” આવા વિવેક વિલુપ્ત થયા હાવાથી હરણીયું ઝાંઝવાના જળમાં પણ જળની સંભાવના કરે છે તેમ વિવિક્તસ્વભાવની ભાવના વિલુપ્ત થઈ હાવાથી મૂઢ જીવ પેાતાનાથી નિયમા વિયુક્ત થનારા એવા પણ પરદ્રવ્ય વિશે પેાતાપણાની બુદ્ધિ કરે છે. આવી પરદ્રવ્ય અંગેની મમકાર ભાવના હું તેા ઉપયાગ સ્વભાવવાળા છું, આ પુદ્ગલાદિ મારાથી ભિન્ન છે' ઇત્યાદિ આત્મસ્વભાવભાવનાની પ્રતિપક્ષભૂત હોવાથી તેની હાજરીમાં આત્મસ્વભાવભાવનાને તે મૂઢ જીવ શી રીતે ભાવી શકે ? અર્થાત્ ભાવી શકતા નથી.
શકા :– તપ્રકારકજ્ઞાન માત્ર તદ્દભાવપ્રકારકજ્ઞાનનું વિરાધી છે, તે સિવાયના જ્ઞાનનુ` નહિ તેથી જેમ આ રાજાના સેવક છે” એવુ જ્ઞાન આ રાજાના સેવક નથી' એવા જ્ઞાનના જ વિરાધ કરે છે, આ પાતે રાજા નથી, રાજાથી જુદો છે' એવા જ્ઞાનના નહિ, ઉલ્ટું' એવા જ્ઞાનને તા પુષ્ટ જ કરે છે તેમ ધન વગેરે અંગેનુ મારાપણાનું જ્ઞાન ‘જગમાં મારું કઈ નથી' ઇત્યાદિરૂપ નિ મભાવનાના વાધ કરશે, પણ આ પુદ્દગલાદિ મારાથી ભિન્ન છે' ઇત્યાદિરૂપ અન્યત્વભાવનાત્મક જ્ઞાનના તે નહિ જ. તેથી ‘હું પુદ્દગલાદિથી ભિન્નસ્વરૂપવાળા છુ” ઇત્યાદ્રિરૂપ સ્વસ્વરૂપ ભાવના પ્રવર્ત્તવામાં ફાઈ પ્રતિબંધક ન હેાવાથી એ ભાવના તા ભાવી જ શકાશે.