________________
અધ્યાત્મમત પરીક્ષા છે. ૫૦૫ न हि स्वगतो धर्मः परस्य केनचित् प्रसन्नेनापि सता दातु शक्यते, न वा कुपितेन तेन परस्य धर्मोऽपहर्तुं शक्यते, प्रसादकोपविषयप्राणिनामकस्माद्धर्माधर्मदानेऽकृताऽधर्मागमकृताऽधर्मनाश-कृतधर्मनाशाऽकृतधर्मागमप्रसङ्गादन्यान्यधर्माऽधर्मच्छेदसन्धानाभ्यां सङ्करैकत्वादिप्रसङ्गाच्च । एवं स्वफलदानहरणपक्षेऽपि दोषा भावनीयाः। न ह्येकजीवपर्यायाः परपर्याया भवितुमर्हन्ति, तेषां ततोऽभिन्नत्वाद् ॥५०॥ ननु तथापि भक्तादिपुद्गलद्रव्यमेव देयमपहरणीय च भविष्यतीत्याशङ्कायामाह
भत्ताइपोग्गलाण वि ण दाणहरणाइ होइ जीवस्स ।
जइ. तं सं चिय हुज्जा तो दिज्जा वा अवहरिज्जा ॥५१॥ (भक्तादिपुद्गलानामपि न दानहरणादि भवति जीवस्य । यदि तत्स्वमेव भवेत् तदा दद्याद्वाऽपहरेत् ॥५१॥)
પુણ્ય કે સુખની આપ-લે થઈ શકતી નથી.) ગાથાર્થ –પિતાના પુણ્યાદિ કે સુખાદિ બીજાને આપી શકાતા નથી કે બીજા પાસેથી તેઓના તે લઈ શકાતા નથી કારણ કે એમ થવામાં કૃતનાશ-અકૃત આગમ વગેરે દોષો આવે છે.
બીજા પર ગમે એટલું પ્રસન્ન થવામાં પણ પિતાના પુણ્યાદિ એને આપી શકાતા નથી કારણ કે જે એ રીતે આપી શકાતા હોય તે તે એ બીજી વ્યક્તિએ પુણ્યાદિ કર્યા ન હોવા છતાં તેને તેની પ્રાપ્તિ થવાથી “અકૃતાગમ” નામને દેષ આવશે, પોતે ન કર્યા હોય એવા અષ્ટાદિ પણ પિતાને મળે એવું જગતમાં ક્યાંય દુષ્ટ નથી કે ઈષ્ટ નથી તેથી “અકૃતાગમ દોષરૂપ છે. એમ સ્વકૃત પુણ્ય પાપાદિ બીજાને મળી જવામાં પોતે કરેલ અદષ્ટને પિતાને કોઈપણ જાતના ફળ વિના જ નાશ થવા રૂપ “કૃતનાશ' દેષ પણ આવશે. એ જ રીતે બીજા પર ગમે એટલા ગુસ્સે થવા છતાં એના પુણ્યનું હરણ કરવું શક્ય નથી કારણ કે એમ કરવામાં જે પુણ્યાદિ પતે કર્યા નથી એ પણ પોતાને મળવા રૂપ અકૃતાગમ દોષ અને સામાને પોતે કરેલ પુણ્યાદિ પિતાને ફળ આપ્યા વિના જ નાશ પામી જતા હોવાથી કૃતનાશ દોષ આવે.
વળી એકના પુણ્યપાપાદિ ત્યાંથી છૂટીને બીજાને ચોંટવાથી અને બીજાના કર્મ પહેલાને ચૂંટવાથી સાંકય દેષ આવશે. અર્થાત્ પિતાના આત્મા પર રહેલ કર્મ સ્વકૃત જ છે એવું ન રહેતાં સ્વ અને પર ઉભયકૃત કર્મોનું મિશ્રણ થવાથી સાંકર્યું છેષ આવશે. એ જ રીતે સ્વનું કર્મ સ્વમાં અને પરમાં તેમજ પરનું કર્મ પણ સ્વમાં અને પરમાં રહેશે તેથી અધિકરણકૃત સ્વ-પરને વિભાગ ન રહેવાથી અવિભાગ રૂપે એકત્વ જ રહેશે જે અયુક્ત હોઈ દોષરૂપ છે વળી કેઈના પુરુષાર્થથી કેઈને મેક્ષ થ વગેરે દોષ પણ આવશે. આ રીતે પુણ્યાદિના ફળરૂપ સુખાદિનું જે બીજાને દાન કે હરણ કરી શકાતું હોય તે તેમાં અકૃતાગમ-કૃતનાશાદિ દોષે જાણવા