________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૪૮ 'त पुन्न पाव वा ठियमत्तणि बज्झपच्चयावेक्ख।
વઢંતરજાળો રે ૪ ર ળો માં છે [૨૨૨૮] રિ ૪૮. થાય છે એ વાત જગપ્રસિદ્ધ છે તેથી જણાય છે કે સુખદુઃખાદિ ઈબ્રાનિષ્ટ સ્પર્શોદિવાળી વસ્તુરૂપ પર ચીજથી જ થાય છે. તે તમે કેમ સુખદુઃખાદિ પરકૃત નથી એમ કહો છો?
ઉત્તર-પૂર્વે શુભાશુભ પરિણામેથી ઉત્પન્ન થએલ અને સુખદુઃખના હેતુભૂત એવા પુણ્ય પાપને જ્યારે વિપાક થાય છે ત્યારે તેવી તેવી ઈષ્ટનિષ્ટ સ્પર્શદિવાળી વસ્તુઓ યેન કેન પ્રકારેણ હાજર રહેતી હોય છે. તેથી એવા કાળે તેઓનું સંનિધાન અવર્જનીય ન ટાળી શકાય એવું હોય છે. તેથી જે સુખદુખાનુભવ જીવને થાય છે એ તે સ્વપરિણતિરૂપ પુણ્ય પાપના કારણે જ હોવા છતાં બાહ્ય નિમિત્તે અવર્જનીયસંનિધિરૂપે રહ્યા હોવાથી એઘદ્રષ્ટિથી “આ સુખાદિ આ બાહ્ય ચીજોના પ્રભાવે થયા છે. એવું લાગતું હોવાના કારણે ઉપચારમાત્રથી હેતુ કહેવાય છે. હકીકતમાં તે હેતુભૂત હેતા નથી. જરા વિચાર તો કરે કે જીવપરિણામત્મક સુખદુઃખાદિને પર એવી પથારી વગેરે ચીજો શી રીતે ઉત્પન્ન કરી શકે?
શકાઃ આ રીતે બાહ્ય નિમિત્ત હેતુભૂત નથી એમ માનશે તે સુપાત્રદાનપરધનારી વગેરે રૂ૫ બાહ્ય નિમિત્તે સ્વાગત સુખ–દુઃખાદિના હેતુભૂત થતા ન હવાથી નિષ્ફળ થવાની આપત્તિ આવશે.
સમાધાન - હકીકતમાં તે એ બાહ્ય નિમિત્તે સુખાદિના હેતુ ભૂત નથી જ, એમાં શંકા શું છે?
શંકા :- તે પછી સુપાત્રદાનમાં પ્રવૃત્તિ કરનારને સુખ નહીં મળે અને ચોરી વગેરે કરનારને દુખ નહીં મળે એનું શું?
સમાધાન :- સુપાત્રદાન કાળે આત્મગત અનુગ્રહ પરિણામની હાજરી હોવાથી એ પરિણામથી જન્ય પુણ્ય દ્વારા સુખ અવશ્ય મળશે. તેમજ ચોરી વગેરે કરતી વેળા આત્મગત ઉપઘાતક પરિણામ હાજર હોવાથી એ પરિણામજન્ય પાપના પ્રભાવે ચોરી કરનારને દુઃખ મળશે જ. માટે સુપાત્રદાન કે ચોરીના કૃત્યને નિષ્ફળ માનવામાં કઈ દેષ નથી.
વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે “શકે - જે જેનાથી કરાયું હોય તે તેનું જ ફળ કહેવાય છે. તેથી જે બધી વસ્તુઓ સ્વકૃત જ હોય તે દાન અને ચેરી વગેરે રૂપ પરથી તે જીવને કંઈ કરાતું ન હોવાથી એ નિષ્ફળ થવાની આપત્તિ આવશે. - સમાધાન –દાનાદિ પરાનુગ્રહપરિણામ વિશેષરૂ૫ “સ્વ” થી જ પુણ્ય આવે છે અને ચારી વગેરે પરોપઘાત પરિણામ વિશેષાત્મક “સ્વ” થી જ પાપ ઉત્પન્ન કરી આપે છે. 1. तत्पुण्य पापं वा स्थितमात्मनि बाह्यप्रत्ययापेक्षम् । कालान्तरपाकाद् ददाति फल न परतो लभ्यम् ॥