________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
૧૦૫ હેતુભૂત છે. એમાં રહેલ એ અતિશયવિશેષ બીજના સ્વભાવરૂપ જ છે. “પતાની જે કાર્યજનન પરિણતિ” એ જ સ્વભાવ શબ્દનો અર્થ હોવાથી બીજને એ સ્વભાવ જ હેતુ કહેવાય છે.
પ્રશ્ન :- જે ચરમક્ષણભાવી બીજ છે એ જ પ્રથમક્ષણભાવી હેવાથી તાદશ અતિશયાત્મક સ્વભાવ પ્રથમક્ષણમાં પણ છે જ. તેથી જે એ સ્વભાવમાત્ર જ અંકુર પ્રત્યે હેતુભૂત હોય તે પછી એ આદ્ય બીજક્ષણ જ શા માટે અંકુરાદ કરતી નથી?
સમાધાન :- પ્રથમક્ષણ, દ્વિતીયક્ષણ વગેરેમાં અનુગત હોય એવી દ્રવ્યાત્મક કઈ વસ્તુ નથી કે જેમાં પહેલેથી જ કુર્ઘદ્રપ–ાત્મક સ્વભાવ હોવાના કારણે શરૂઆતમાં જ કાર્યોત્પાદ થઈ જવાની આપત્તિ આવે. કિન્તુ એક જ સંતાનરૂપે વ્યવસ્થિત (ગોઠવાયેલી) પરિણતિ પરંપરા જ વસ્તુ છે અર્થાત્ તેવી પરંપરાઓ જ પ્રત્યેક વસ્તુઓ છે, તે પરંપરામાં સંકળાએલ હોય એવું કોઈ એક સ્વતંત્ર દ્રવ્યરૂપ વસ્તુ નથી. બીજપ્રથમક્ષણમાં બીજદ્વિતીયક્ષણજનનપરિણતિ છે, બીજદ્વિતીયક્ષણમાં બીજતૃતીય ક્ષણજનન પરિણતિ છે...એમ યાવત્ બીજઉપાત્યક્ષણમાં બીજચમક્ષણજનનપરિકૃતિ છે. આ બધી ક્ષણમાં અંકુરજનન પરિણતિરૂપ કુર્વિદ્વવત્વ ન હોવાથી તેઓમાંની કઈ અંકુરોત્પાદ કરતી નથી. ચરમક્ષણ બીજમાંઅંકુરજનનપરિણતિ=કુદ્રપવ હોવાથી એ અંકુરોત્પાદ કરે છે. આમ ચમક્ષણથી ભિન્ન એવી પૂર્વેક્ષણમાં અંકુરજનન પરિણતિરૂપ સ્વભાવ જ ન હોવાથી તેઓ શી રીતે અંકુરોત્પાદ કરી શકે? બાકી એ બધી બીજક્ષણમાં અનુગત એવું કઈ બીજદ્રવ્ય જે હોય તે તે અંતે એ બીજદ્રવ્ય અંકુરો૫ાદ કરતું હોવાથી અંકુરજનન પરિણતિરૂપ સ્વભાવવાળું અવશ્ય માનવું જ પડે છે અને તેથી પ્રથાદિ ક્ષણેમાં પણ તેને તે જ સ્વભાવ હોવાથી ત્યારે પણ એ શા માટે અંકુરો પાદ ન કરી દે?
પૂર્વપક્ષ - બીજદ્રવ્યમાં તે પહેલેથી અંકુરજનનસ્વભાવ હાજર જ હોય છે પણ સહકારી લાભ થયો ન હોવાથી એ પહેલા અંકુરોત્પાદાત્મક કાર્ય કરતું નથી અને જ્યારે એ લાભ થાય છે ત્યારે કાર્ય કરે છે તેથી બીજરૂપ અનુગતદ્રવ્યાત્મક વસ્તુ માનવામાં કઈ અનુ૫૫ત્તિ નથી.
ઉત્તરપક્ષ – “સહકારી સંનિહિતબીજ કાર્ય કરે છે” એવો સહકારીવટિત કાર્યકારણભાવ માનવા કરતાં “તાદશાતિશયયુક્ત બીજચમક્ષણ અંકુરિત્પાદ કરે છે? એ વિલક્ષણબી જવઘટિત કાર્યકારણ ભાવ માનવામાં લાઘવ હોવાથી વિલક્ષણબીજવરૂપે માત્ર બીજચમક્ષણમાં જ કારણતા માનવી યુક્ત છે નહિ કે સહકારી સંનિહિતત્વરૂપે બીજદ્રવ્યમાં. કારણ કે સહકારી સંનિહિતત્વમાં પૃથ્વી-જળ-પવનાદિ બધા સહકારીઓને સમાવેશ કરવો પડતે હેવાથી ગૌરવ છે. ૧૪