________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૦૩
त्पत्तिस्वभावत्वे आत्माश्रय' इति चेत् ? न, 'इदानीं मध्याह्नः' इत्यादि व्यवहारात् समयस्य स्ववृत्तेः प्रामाणिकत्वादिति'- स्वभाववादिनो बौद्धस्य मत;-"त,सत् , निरवधित्वेऽनियतावधित्वे वा कादाचित्कत्वव्याघातात् , नियतप्राच्यावधीभूतस्यैव हेतुत्वाद्, उपकारान्तरानाधानमात्रेण स्वभाववादस्येष्टत्वात् , नियमरूपापेक्षामात्रेणैव हेतुवादप्रवृत्तेः” इति हेतुवादिनो नैयायिकादेर्मतम् ।
શકા - કોળનિયમન પણ સ્વભાવ જ કરે છે એવું કહેવામાં તમારો આશય એ છે કે “ઘડાનો એવો સ્વભાવ જ છે કે “અમુક દિવસે જ એ ઉત્પન્ન થાય અને તેથી એ દિવસે જ એ ઉત્પન્ન થાય છે” આની સામે અમે પૂછીએ છીએ કે જે દિવસે ઉત્પન્ન થવાનો ઘડાને સ્વભાવ છે એ દિવસ જ કેમ પહેલાં ઉત્પન્ન થઈ જતું નથી?
સમાધાન :- એ દિવસને પણ એ સ્વભાવ જ છે કે એ દિવસ એ જ દિવસે ઉત્પન્ન થાય.
શંકા :- આવું માનવામાં તો સ્વભાવની પરંપરા ચાલશે. અર્થાત્ તમે કહ્યું એના પર પાછો પ્રશ્ન થશે કે એ દિવસનો પણ “એ એજ દિવસે ઉતપન્ન થાય, પૂર્વે નહિ” એ જ સ્વભાવ કેમ છે ? બીજો કોઈ કેમ નહિ ? એનો પાછો જવાબ આપવો પડશે કે “એ સ્વભાવને પણ એવો સ્વભાવ જ છે કે એવા આકારવાળા જ રહેવું, અન્ય આકારવાળા નહિ.” આમ સ્વભાવની પરંપરા ચાલશે.
સમાધાન :- કાળનિયમન કારણ સામગ્રીથી થાય છે એવું માનવામાં પણ આવી પરંપરા તે ઊભી જ છે. જેમકે-ઘડો અમુક વખતે જ કેમ ઉત્પન્ન થયો ? એને સંભવિત ઉત્તર–એની ઉત્પાદક સામગ્રી એ જ વખતે ઉપસ્થિત થઈ. એના પર પ્રશ્ન-એ સામગ્રી એ જ વખતે કેમ ઉપસ્થિત થઈ? એનો જવાબ એ સામગ્રીને ઉપસ્થિત કરનાર સામગ્રી એ જ વખતે હાજર થઈ. એના પર પ્રશ્ન-એ ઉપસ્થિત કરનાર સામગ્રી કેમ એ જ વખતે હાજર થઈ ? આવા આવા પ્રશ્નોની પરંપરામાં અન્ય અન્ય કારણ સામગ્રીની પરંપરા માનવી જ પડતી હોવાથી સ્વભાવપરંપરા માનવામાં કોઈ દોષ નથી.
શંકા - ઘટ જે દિવસે ઉત્પન્ન થયો એ દિવસનો “એ દિવસ, એ દિવસે જ ઉત્પન્ન થાય એવો સ્વભાવ માનવામાં આત્માશ્રય દોષ આવશે. અર્થાત્ પોતે જ પોતાનો આશ્રય હોવાની આપત્તિ આવશે.
સમાધાન – “હમણું મધ્યાહ્ન છે' ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યવહારમાં “હમણાં” શબ્દથી ઉલિખિત જે કાળ છે એ કંઈ મધ્યાહ્નથી ભિન્ન હોતું નથી. તેથી જણાય છે કે “કાળ પિોતે પોતાનામાં રહે એમાં કોઈ દોષ નથી, એનું પિતાનામાં રહેવાપણું પ્રામાણિક જ છે' તેથી પોતે પિતાનો આશ્રય હોવો એ આપત્તિ રૂપ નથી.
નિષ્કર્ષ - કઈ પણ વસ્તુ સ્વભાવથી ઉત્પન્ન થાય છે એવું માનવામાં કઈ દોષ નથી.