SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [દેવાધિકાર. ટીકાથ–મનુષ્યક્ષેત્રની આગળ પચાસ હજાર જન જઈએ ત્યારે ચંદ્ર-સૂર્યની પહેલી ફરતી પંકિત આવે. તેમાં ૭ર ચંદ્ર ને ૭૨ સૂર્ય હાય. કહ્યું છે કે તે માનુષેત્તર પર્વતથી પ૦૦૦૦ એજન જઈએ ત્યારે પહેલી પંક્તિમાં ૭૨ ચંદ્ર ને ૭૨ સૂર્ય હાય.” તે પહેલી પંક્તિમાં ચંદ્ર ને સૂર્યનું પરસ્પર અંતર એક લાખ, એક હજાર ને સત્તર જન તથા રજન હોય. આ પરિમાણુ શી રીતે આવ્યું તે સમજાવે છે– પહેલી પંક્તિ માનુષત્તર પર્વતથી ૫૦૦૦૦ પેજને છે. ત્યાં એક બાજુ ૫૦૦૦૦ તેમ બીજી બાજુ પણ ૫૦૦૦૦ વધવાથી એક લાખ એજનને વિષ્કભ વધે. લાખ જનની પરિધિ ૩૧૬રર૭ જન થાય. (શેષ વધારાની વિવક્ષા કરી નથી) આ પરિધિને મનુષ્યક્ષેત્રની પરિધિમાં નાખીએ. મનુષ્યક્ષેત્રની પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજનની છે તેથી બે અંક ભેગા કરતાં ૧૪૫૪૬૪૭૬ જન થાય. તેને ચંદ્રસૂર્યની સંખ્યા ૧૪૪ ની છે તે વડે ભાંગીએ એટલે એક લાખ, એક હજાર ને સત્તર આવે. શેષ ૨૮ વધે તેથી તેને અને ભાગહાય રાશી ૧૪૪ છે તેને ચારવડે ભાંગીએ-અપવર્તન કરીએ એટલે સાત છત્રીશીઆ ભાગ આવે. એટલું પ્રથમ પંકિતમાં ચંદ્ર ને સૂર્યને અંતર હોય અને તેથી બમણું ચંદ્રચંદ્રને તેમ જ સૂર્યસૂર્યને અંતર હોય. તે જ વાત ગાથાવડે કહે છે – बावत्तरि चंदाणं, बावत्तरि सूरियाण पंतीए। पढमाए अंतरं पुण, चंदा चंदस्स लरकदुगं ॥ ७७ ॥ વ્યાખ્યા સુગમ હોવાથી કરી નથી. વિશેષ એ છે કે–ચંદ્રચંદ્રનું ને સૂર્ય સૂર્યનું અંતર બે લાખ યેાજન ઉપર ૨૦૩૪ જનનું જાણવું. આ પ્રમાણે સર્વ પંક્તિમાં પરિધિના પરિમાણની ભાવના કરીને વિવક્ષિત પંક્તિગત સૂર્ય ને ચંદ્રની સંખ્યા વડે ભાગાકાર કરે. એ પ્રમાણે કરતાં જે આંક આવે તેટલું ચંદ્રસૂર્યને અથવા સૂર્યચંદ્રને પરસ્પર આંતરૂં જાણવું. અને જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ જન વિસ્તારમાં હોય તેટલી ચંદ્રસૂર્યની પંકિત જાણવી. ૭૭. તે જ વાત ગાથાવડે કહે છે-- जो जाइं सयसहस्साइं, वित्थरो सागरो अ दीवो वा। તાવાય ત, પંતગો સૂરા ૭૮ | જે દીપ ને સમુદ્રને જેટલા લાખ યોજનને વિસ્તાર હોય તેટલી ત્યાં ચંદ્ર ને સૂર્યની પંક્તિઓ જાણવી.”૭૮.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy