SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ - * - દેવાધિકાર.] ચંદ્ર સૂર્યની સંખ્યા સંબંધી મતાંતર. વાથી ૧૮૯ ચંદ્ર ને ૧૮૯ સૂર્યએ પ્રમાણે ગણતાં સર્વ સંખ્યાએ પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં ૧૩૩૭ ચંદ્ર ને ૧૩૩૭ સૂર્યો થાય છે. ૭૪ આ હકીક્ત જ ગાથાવડે કહે છે – चंदाण सवसंखा, सत्तत्तीसाइं तेरस सयाइं । पुस्करदीविअरद्धे, सूराण वि तत्तिआ जाण ॥ ७५ ॥ અર્થ –“પુષ્કરદ્વીપના ઈતર અર્થમાં ચંદ્ર સર્વ સંખ્યાએ તેરસે સાડત્રીશ જાણવા અને સૂર્યો પણ તેટલા જ જાણવા.” ટીકાર્થ––ગાથા સુગમ છે. પણ એટલું વિશેષ સમજવું કે–પુષ્કરવરદ્વિપના ઇતરાધે એટલે મનુષ્યક્ષેત્રની બહારના અર્થમાં એમ જાણવું. તેનાથી અનંતર પુષ્કરવર સમુદ્રમાં પહેલી પંકિતમાં ર૯૦ ચંદ્ર ને ૨૯૦ સૂર્યો સમજવા. તે આ રીતે–પુષ્કરવરદ્વીપના બીજા ઉત્તરાર્ધમાં પહેલી પંકિતમાં જે સૂર્યચંદ્રનું પરિમાણ (૧૪૫ નું) કહ્યું છે તેથી પુષ્કરવરોદ સમુદ્રમાં પહેલી પંક્તિમાં બમણું જાણવું. આ પ્રમાણે ત્યાર પછીના દ્વીપ ને સમુદ્રોમાં જાણવું. એટલે પાશ્ચાત્ય દ્વીપ કે સમુદ્રની પહેલી પંક્તિમાં જેટલું ચંદ્ર સૂર્યનું પરિમાણ હોય તે કરતાં ત્યારપછીના દ્વીપ કે સમુદ્રની પહેલી પંકિતમાં બમણું જાણવું. ત્યારપછી બધે બીજી પંકિતમાં છની વૃદ્ધિ, ત્રીજી પંકિતમાં સાતની વૃદ્ધિ, ત્યારપછી બે પંકિતમાં છ છ ની વૃદ્ધિ ને એકમાં ૭ ની વૃદ્ધિ, ત્યારપછી પાછી બેમાં છ છની વૃદ્ધિ—એમ ત્યાં સુધી સમજવું કે તે દ્વીપ કે સમુદ્રની છેલ્લી પંકિત આવે. આ મત દિગંબરને સંમત એવા કર્મપ્રકૃતિપ્રાભૂતમાં બતાવેલ હોવાથી દિગંબરને સમજ. ૭૫. હવે કરણની વિભાવનામાં જે પ્રસિદ્ધ મતાન્તર છે તેને પ્રતિપાદન કરનારી પ્રક્ષેપ ગાથા કહે છે – આ બીજે મતાન્તર સમાજ) चोआलसयं पढमि-ल्लुआए पंतीए चंदसूराणं । तेण परं पंतीओ, चउरुत्तरिआ य वुड्डीए ॥ ७६ ॥ અર્થ—“પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં પ્રથમ પંકિતમાં ચંદ્ર ને સૂર્ય મળીને ૧૪૪ હોય છે. તેની પછી દરેક પંકિતમાં ચાર ચારની વૃદ્ધિ કરવી.”
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy