________________
દેવાધિકાર]
૪૫
વ્યંતરની આઠ નિકાયના પ્રભેદ. ટીકાર્થ-રત્નપ્રભા પૃથિવીના પ્રથમના હજાર એજનના રત્નકાંડમાં ઉપર ને હેડલ સો સો જન મૂકીને વચલા ૮૦૦ જન પ્રમાણ રત્નકાંડના મધ્ય ભાગમાં ભૂમિ અંતરવર્તિ વ્યન્તરોના નગર છે. (મનુષ્યક્ષેત્રની બહાર દ્વીપમાં ને સમુદ્રમાં જે વ્યંતરની નગરીઓ છે તે જીવાભિગમાદિ સૂત્રોથી જાણવી) ૫૭.
હવે ચન્તરોની આઠ નિકાયના નામે કહે છે– पिसायभूआ जरका य, रकसा किंनरा य किंपुरिसा । महोरगा य गंधवा, अविहा वाणमंतरिया ॥ ५८॥
ટીકાર્થ–વનના અંતરે તે વનાન્તરે તેમાં થાય તે વાનમન્તરા વ્યન્તરા કહીએ. તે આઠ પ્રકારના છે. પિશાચ ૧, ભૂત ૨, યક્ષ ૩, રાક્ષસ ૪, કિનર ૫, કિં૫રૂષ ૬, મહારગ ૭ અને ગંધર્વ ૮. ૫૮. - હવે તે આઠે નિકાયના દેવનું વિશેષ વર્ણન અને તેના પેટભેદ કહે છે –
૧ પિશાચ-સ્વભાવથી જ બહોળતાએ રૂપવંત, સિમ્ય દર્શનવાળા, હાથમાં ને ડેકમાં મણિરત્નમય ભૂષણવાળા હોય છે. તે ૧૫ પ્રકારના છેકુષ્માંડ ૧, પાટક ૨, જેષ ૩, આનિક ૪, કાલ ૫, મહાકાલ ૬, ચેક્ષ ૭, અચોક્ષ ૮, તાલપિશાચ ૯, મુખરપિશાચ ૧૦, અધસ્તારક ૧૧, દેહ ૧૨, મહાદેહ ૧૩, તુણીક ૧૪, વનપિશાચ ૧૫. ઈતિ.
૨ ભૂત–સારા રૂપવાળા, સૌમ્ય અને નાના પ્રકારનું વિલેપન કરનારા હોય છે. તેના નવ પ્રકાર છે-સુરૂપ ૧, પ્રતિરૂપ ૨, અતિરૂપ ૩, ભૂતત્તમ ૪, ઋન્ટિક ૫, મહાઔન્દિક ૬, મહાવેગ ૭, પ્રતિષ્કન્ન ૮, આકાશગ ૯. ઈતિ. - ૩ યક્ષ-ગંભીર, પ્રિયદર્શનવાળા, વિશેષ માનેન્માન પ્રમાણવાળા, હાથ પગના તળિયા, નખ, તાળુ, જીભ ને હોઠ જેના રક્ત છે એવા, ભાસ્વર મુકુટને ધારણ કરનારા, નાના પ્રકારના રત્નોના આભૂષણવાળા હોય છે. તેના ૧૩ પ્રકાર છે–પૂર્ણભદ્ર ૧, માણિભદ્ર ૨, તભદ્ર ૩, હરિભદ્ર ૪, સુમનેભદ્ર પ, વ્યતિપાતકભદ્ર ૬, સુભદ્ર ૭, સર્વતોભદ્ર ૮, મનુષ્ય પક્ષ ૯, ધનાધિપતિ ૧૦, ધનાહાર ૧૧, રૂપયક્ષ ૧૨, ચશ્નોત્તમ ૧૩. ઈતિ.
૪ રાક્ષસ–ભયંકર, ભયંકર દર્શનવાળા, વિકરાળ રાતા ને લાંબા હેઠવાળા, તપનીય આભૂષણોવાળા અને નાના પ્રકારના વિલેપન કરનારા હોય છે.