SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. આ પ્રમાણે પ્રસક્તાનુપ્રસક્ત કેટલીક વાતો કહી, હવે પ્રસ્તુત કહે છે. ઉપર ભવનવાસીના ભવનની વક્તવ્યતા કહી, હવે વ્યંતરના સ્થાનેની વક્તવ્યતા કહે છે – तिरि उववाईयाणं, रम्मा भोमनगरा असंखेज्जा । तत्तो संखेजगुणा, जोइसियाणं विमाणाओ ॥ ५५ ॥ ટીકાર્થ–તિર્યકમાં ઉપપાત-જન્મ હોવાથી તિર્યોકે પપાત એવી સંજ્ઞાવાળા વ્યંતરે કહીએ. તેમના જે નગરો ભૂમિની અંદર છે તે અસંખ્યાત છે. અતિ મનોહર-રમણિક છે. તેમાં રહેનારા કેટલાક ઉપચિત કરેલ છે પૂર્વ જન્મમાં પુણ્યને સમૂહ જેણે એવા વ્યંતર દેવે શ્રેષ્ઠ એવી તરૂણ વ્યંતરીઓના ગીતવાદિત્રના સુંદર શબ્દો વડે આકર્ષિત થયેલા ચિત્તવાળા નિત્ય પ્રમુદિત રહેતા સતા જતા કાળને પણ જાણતા નથી.’ કહ્યું છે કે – तहिं देवा वंतरिया, वरतरुणीगीयवाइयरवेणं । निचं सुहिया पमुइया, गयं पि कालं न याणंति ॥१॥ (અર્થ ઉપર આવી ગયો છે.) તે વ્યંતર સંબંધી અસંખ્ય નગરો કરતાં સંખ્યાત ગુણું તિષ્ક દેના વિમાનો છે. એ વાત અહીં તેને અધિકાર નહીં છતાં પ્રસ્તાવ તેનો હોવાથી કહેલ છે. ૫૫. હવે વ્યન્તરના નગરેનું પરિમાણ કહે છે– जंबुद्दीवसमा खल्लु, उक्कोसेणं हवंति ते नगरा। खुड्डा खित्तसमा खल्लु, विदेहसमगा उ मज्झिमगा॥५६॥ ટીકાWતે ભૂમિમાં રહેતા વ્યંતરના નગર ખલુ ઈતિ નિશ્ચયે મેટા છે તે જંબદ્વીપ જેવડા લાખ યેાજનના જાણવા. સર્વ લઘુ–નાનામાં નાના નગરે ક્ષેત્ર સમા એટલે ભરતક્ષેત્ર જેવડા જાણવા અને મધ્યમ પ્રમાણવાળ મહાવિદેહક્ષેત્ર જેવડા જાણવા. ૫૬. હવે તે ભૂમિમાં રહેલા નગરે ક્યાં છે તે કહે છે— हिट्ठोवरि जोयणसय-रहिए रयणाए जोयणसहस्से । पढमे वंतरियाणं, भोमाइं हुंति नगराइं ॥ ५७ ॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy