________________
ગુજરાતી ભાવાનુવાદ
૪૫ થતી તેણે નાયકને વિશ્વાસ પમાડ્યો. સીએથી કણ કણ નથી છેતરાતું? પ્રસૂતિને દિવસ નજીક આવતાં એક દિવસ નાયક દૂર હતું ત્યારે તે તાપસેના આશ્રમ પાસે ગઈ. તેને પોતાના મસ્તકે ઘાસને પૂડે મૂકીને ચરણમાં પડતી જોઈને તાપસેએ જાણ્યું કે આ શરણની માગણી કરે છે. આથી તાપસેએ તેને કહ્યુંઃ હે વત્સ ! તું અહીં ભયરહિત રહે. જન્મ થતાં જ પુત્રને ત્યાં મૂકીને પોતે ટેળામાં જતી રહી. વચ્ચે વચ્ચે ગુપ્ત રીતે બાળકને ધવડાવે છે. તાપસ વડે સ્વાભાવિક પ્રેમથી ઘાસ અને સલ્લકવનસ્પતિના પાંદડાઓથી પોષાતે તે ક્રમશઃ આશ્રમના વૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યું. તે બાળકની જેમ ક્રીડા કરતે હતું અને ઘાસ વગેરે ખાતું હતું. તેણે સ્વયં મસ્તકે કેશજટાની વેણી કરી. તાપસે. આશ્રમના વૃક્ષોને પાણી સીંચે ત્યારે તે પણ પાણી સીંચતું હતું. આથી તે પૃથ્વી પર “સેચનક એવા નામથી પ્રસિદ્ધ થયે. સાત હાથ ઊંચે, નવ હાથ લાંબે, ત્રણ હાથ જાડે, નાની ડેકવાળ, મહુડાના પુષ્પ જેવી પીળી આંખવાળો, સાતે અંગેથી સુંદર, ચાસે ચાલીસ સુલક્ષણવાળો અને ભદ્રજાતિને તે હાથી ક્રમે કરીને મદેન્મત્ત બન્યા. નદીના કિનારે પાણી પીવાને માટે આવેલા પિતાને બળથી મારીને પોતે યૂથપતિ થયે.
પિતાના વૃત્તાંતને જાણીને તેણે હૃદયમાં વિચાર્યું કે, જેવી રીતે મારી માતાએ કપટ કરીને તપોવનમાં મારું રક્ષણ કર્યું અને જે રીતે દૂરકર્મવાળા મેં મારા પિતાનું જેવું કર્યું તેવું બીજે કઈ મારું ન કરે તેમ કરવું જોઈએ. આમ વિચારીને તેણે વાંદરો જેમ પક્ષીના માળાને ભાંગી નાખે તેમ તાપસેના આશ્રમને ભાંગી નાખ્યો. તાપસેએ વનમાં સારાં લક્ષણોવાળે એક હાથી છે અને તેણે અમારા આશ્રમને ભાંગી નાખ્યો છે એમ શ્રેણિકને કહ્યું. રાજા જંગલમાં જઈને તેને બાંધીને નગરમાં લઈ આવ્યું. પૂર્વે ક્યારે ય બંધન જોયું ન હોવાથી તે હાથી સર્ષની જેમ અંતરમાં બન્ય. મોટા સ્થાનમાં મેટા આલાનમાં બંધાયેલે તે ઉદ્યમ વિનાને બની ગયું. તે વખતે તે ગુરૂષવાળા માની પુરુષની જેમ આંખ મીંચીને રહ્યો, અર્થાત્ અંદરથી બળતું હતું, પણ બહારથી શાંત રહ્યો. તાપસે એ આલાનખંભમાં બંધાયેલા તેની પાસે આવીને કહ્યું: તેં અમારા આશ્રમનું રક્ષણ સારું કર્યું? હે દુરાત્મન્ ! અમેએ તારું ઘણું કાળ સુધી લાલનપાલન કર્યું. છતાં તે જે દુષ્ટઆચરણ કર્યું તેનું આ ફલ ભેગવે છે. આમ તાપસોએ તેને તિરસ્કાર કર્યો. હાથીએ વિચાર્યું: ચોકસ એમના કહેવાથી હું આ દશાને પામે . પછી તેણે આલાનસ્તંભને ઉખેડીને બંધનને તોડી નાખ્યું. ધથી લાલ - આંખવાળા તેણે જલદી વનમાં આશ્રમ પાસે જઈને તાપસેની પાંદડાંઓથી બનાવેલી ઝુંપડીઓને તલની જેમ મસળીને કાપુસની જેમ ફેંકી દીધી. તાપસના રક્ષણ માટે અને હાથીને પકડવા માટે અશ્વારૂઢ થયેલા પુત્રની સાથે શ્રીશ્રેણિક રાજા વનમાં
૧. હાથીને બાંધવાના થાંભલાને આલાન કહેવામાં આવે છે.